મહાનુભાવો દ્વારા બાંધકામ શ્રમયોગીનાં બાળકોનું સન્માન કરાયું
વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરીત અખિલ ગુજરાત બાંધકામ શ્રમયોગી સંગઠન રાજકોટ દ્વારા બાંધકામ શ્રમયોગીનાં બાળકોનાં ભવ્ય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન હેમુગઢવી હોલ ટાગોર રોડ રાજકોટ ખાતે કરાયું હતું. જેમાં બાંધકામ શ્રમયોગીનાં બાળકોમાં શિક્ષણનું વ્યાપ વધે, ભણતર પ્રત્યે રૂચી જન્મે અને તેમને પ્રોત્સાહન મળી રહે તેવા આશયથી આ વર્ષે બાંધકામ શ્રમયોગીનાં ૪૭૦ બાળકોને સ્કુલબેગ વિતરણ ઉપરાંત સભ્યોની આઈકાર્ડ વિતરણ કરીને વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અખિલ ગુજરાત બાંધકામ શ્રમયોગી સંગઠન પરિવાર દ્વારા સારસ્વતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધનસુખભાઈ ભંડેરી (ચેરમેન ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ), અશ્ર્વિનભાઈ મોલીયા (ડે.મેયર), દલસુખભાઈ જાગાણી (શાસક પક્ષનાં નેતા), મનીષભાઈ રાડીયા (ચેરમેન બાંધકામ સમિતિ મનપા), પ્રતાપભાઈ પટેલ (ચેરમેન ટર્બો બેરીંગ પ્રા.લી.), અપૂર્વભાઈ મણીઆર (ચેરમેન સરસ્વતી વિદ્યામંદિર સંકુલ), વિજયભાઈ ડોબરીયા (પ્રમુખ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સદભાવના વૃદ્ધાશ્રમ) મિતલભાઈ ખેતાણી કેયાબેન ચોટલીયા એ.એસ.આઈ બી ડીવીઝન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન જયદિપભાઈ કાચાએ જણાવ્યું હતું કે, વાત્સલ્ય ટ્રસ્ટ છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. ટ્રસ્ટની મુખ્ય પ્રવૃતિઓ સેવા અને શિક્ષણની સાથે જોડાયેલી છે. તેમજ વાત્સલ્ય ટ્રસ્ટનાં ઉપપ્રમુખ દ્વારા આવતા વર્ષે ૧૧૧૧ બાળકોને સરસ્વતી સન્માન યોજવાની આ તકે જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાત્સલ્ય ટ્રસ્ટનાં સ્વયંસેવકો અને અખિલ ગુજરાત બાંધકામ શ્રમયોગી સંગઠનનાં જીજ્ઞેશભાઈ કાચા, ભુપતભાઈ ચાવડા, અશોકભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ મકવાણા, વિપુલભાઈ પરમાર, વિજયભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ ગેડીયા, પ્રવિણભાઈ જાવીયા, પ્રણવભાઈ ટાંક, હિતેશભાઈ કાચા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.