જિલ્લા શિક્ષણ તાલિમ ભવનનાં પ્રાચાર્યના અઘ્યક્ષપદે કમિટીની રચના શુક્રવારે સભ્યોની મીટીંગ જી.સી.ઇ. આર.ટી. ગાંધીનગર દ્વારા કેળવણીનો ઇતિહાસ તૈયાર કરાશે
જી.સી.ઇ. આર.ટી. ગાંધીનગર અને જીલ્લા શિક્ષણ તાલિમ ભવનના ઉપક્રમે રાજકોટ શહેર જિલ્લા સ્થાનિક સંદર્ભ સાહિત્ય અંતર્ગત રાજકોટ શહેરના ૧૦૦ વર્ષનો કેળવણીનો ઇતિહાસની બુક તૈયાર કરવામાં આવશે. શહેર જીલ્લાના ૧૦૦ વર્ષની જાુની શિક્ષણ સંસ્થાઓનો પરિચય ઇતિહાસનું કલેકશન કરીને રાજકોટ જીલ્લા ના કેળવણીના ઇતિહાસની બુક તૈયાર કરાશે.
આ પ્રોજેકટ માટે જિલ્લા કક્ષાએ એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા શિક્ષણ તાલિમ ભવનના પ્રાચાર્ય અઘ્યક્ષ સ્થાને રહેશે. કમિટીમાં નિષ્ણાંત શિક્ષણ તજજ્ઞોની ૧૬ વ્યકિતઓની કમિટી બનાવવામાં આવી છે. અબતક પરિવારના સિનિયર રીપોર્ટર અને રાજકોટ મહાનગર પાલિકાની શાળાના ભૂતપૂર્વ આચાર્ય અરૂણ દવેની નિમણુંક કરાય છે.
આ સમિતિની પ્રથમ મિટીંગ ૧૨મી શુક્રવારે બપોરે ૧૧.૩૦ કલાકે તાલિમ ભવન ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ કાર્યો કલેકશન જેવી વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની પ્રા.શા.ને ૮માં આલ્ફ્રેડ સ્કુલ, કિશોરસિંહ શાળા નં.૧માં મહાત્મા ગાંધીજીએ પણ શિક્ષણ લીધું હતુ. શહેરમાં વિરાણી હાઇસ્કુલ કરણસિંહજી હાઇસ્કુલ, ચૌધરી હાઇસ્કુલ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, આઇ.પી. મીશન કડવીબાઇ સ્કુલ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ અને આલ્ફ્રેડ સ્કુલ તથા સરકારી જુની શાળામાં ઘણા મહાનુભાવો અભ્યાસ કરી ચુકયા છે.
રાજકોટ શિક્ષણનું હબ
રાજકોટ શહેર જીલ્લાનો ચોમેર દિશાએ વિકાસ થઇ રહ્યો છે. ઔઘોગિક, મેડીકલ સાથે હવે ર૧મી સદીમાં શિક્ષણના ‘હબ’તરીકે સૌરાષ્ટ્રમાં ઉભરી રહ્યું છે. વિવિધ શાળા-કોલેજો ઉચ્ચ અભ્યાસ સાથે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા રાજકોટ આંગણે વિકાસ થઇ રહ્યો છે. છેલ્લા ૧૦૦ વર્ષેના રાજકોટના શિક્ષણ વિકાસમાં જોઇએ તો કેટલાય કેળવણીકારોનું બહુમુલ્ય યોગદાન રહ્યું છે. કેટલીય જુની શૈક્ષણીક સંસ્થાઓએ શિક્ષણ છાત્રોના સર્વાગી વિકાસ ક્ષેત્રે વિરલ કાર્યો કરેલ હતા.