Surat : હજી વડોદરા ગેંગરેપના આરોપીઓને સજા નથી મળી ત્યાં સુરતમાં પણ આવી ઘટના બની છે. ત્યારે સુરતના માંગરોળના બોરસરા ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. તેમજ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાતના સમયે સગીરા તેના એક મિત્ર સાથે ઊભી હતી તે દરમિયાન અજાણ્યા 3 ઈસમો આવ્યા અને યુવકને માર મારી ભગાડી દીધો હતો. ત્યારબાદ સગીરાને નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. આ અંગેની જાણ થતાં જ સુરત જિલ્લા રેન્જ IG, જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
સભ્ય સમાજને શર્મસાર કરતી વધુ એક ઘટના
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, રાતે સગીરા જયારે પોતાના મિત્ર સાથે ઉભી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું. રાત્રિના સમયે 3 અજાણ્યા શખ્સોએ સગીરાના મિત્રને માર-મારી ભગાડી દીધો. ત્યારપછી સગીરાને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું.
એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી અનુસાર, અજાણ્યા શખ્સોએ સગીરાના મિત્રને માર-મારીને ભગાડી દીધા બાદ સગીરાને ધાકધમકી આપી અને પછી નજીકની અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. આ પછી ત્રણમાંથી એક શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે અન્ય 2 શખ્સે દુષ્કર્મ આચર્યું કે કેમ તે તપાસનો વિષય છે.
કોસંબા પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આ સાથે જ સગીરાનું પોલીસ મથકમાં નિવેદન લેવામાં આવ્યું છે. અને પીડિતાના પરિવારના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. પોલીસે આ કેસની સઘન તપાસ કરવા માટે અને આરોપીઓને શક્ય એટલી જલ્દી પકડવા માટે ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લીધી છે.
ત્યારે નવરાત્રીમાં દુષ્કર્મની ઘટનાઓ ઘટી રહી છે, નરાધમો બેફામ બની ગયા છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓની પૂજા કરવામાં આવે છે ત્યારે અહીં દીકરીઓ જ સલામત નથી. લોકોમાં જાણે પોલીસનો ડર બચ્યો જ નથી.