ડિસ્ટન્સ લર્નિગ કરતા અભ્યાસુઓ અને જ્ઞાનપિપાસુઓ માટે ગુડ ન્યુઝ
ઓપન ડીગ્રીનું રેગ્યુલર ડીગ્રી જેટલું જ મહત્વ છે. તેમ યુ.જી.સી. એ ડીકલેર કર્યુ ટુંકમાં ડીસ્ટન્સ લર્નીગ અથાર્ંત ઓપન ડીગ્રી એટલે રેગ્યુલર ડીગ્રી બરાબર કહેવાય યુનિવસીટી ગ્રાંટ કમિશને (યુ.જી.સી.) જાહેર કર્યુ છે કે કમિશન દ્વારા માન્ય સંસ્થાની ઓપન ડીગ્રી તે રેગ્યુલર ડીગ્રી જેટલું જ મહત્વ ધરાવે છે તેનાથી એક અંશ પણ ઓછો નહી.
ઓપન એન્ડ ડીસ્ટન્સ લર્નિગ (ઓ.ડી.એલ) ઇન્સ્ટીટયુટ અગર યુ.જી.સી.માં રજીસ્ટર છે તો તેની ઓપન ડીગ્રી તે રેગ્યુલર ડીગ્રી જ છે. પછી તે ડીપ્લોમા સર્ટિફીકેટ હશે તો પણ તેનું સંતુલીત મહત્વ જ લેખવામાં આવશે. ઘણા બધા એવા જ્ઞાનપિપાસુ લોકો હોય છે જે વ્યસ્ત જીંદગીમાં કોલેજ કે યુનિ. જઇ શકતા નથી આથી ડિસ્ટન્સ લનીંગ કરે છે.
જો કે તેમના માટે આ આનંદોદાયક સમાચાર એટલે કે ફિલગુડ ફેકટર સમા ગૂડ ન્યુઝ છે. કેમ કે – તેમની ડીગ્રી કે ડિપ્લોમાં સર્ટીફીકેટો એ હવે માત્ર વેસ્ટ પેપર કે રદી નથી બલ્કે સાચુકલી રેગ્યુલર ડીગ્રી જ છે અને તેઓ ખરા અભ્યાસુ છે, ખરા વિદ્યાના ઉ૫ાસક છે તેનું પ્રમાણપત્ર છે.