ઉપલેટા શહેરમાં પવિત્ર રમજાન માસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનીફભાઈ તેમજ મેમણ યુવા ગ્રુપ દ્વારા મરચા બજારમાં રાહતદરે જનતા તાવડો ચાલુ કરી તેમાં દુધ, પાણીના સરબતના શિશા, ખજુર, જલેબી, ગાંઠિયા, સેવ, દહીંવડા, કેળા, સફરજન, ચિકુ, મેગી સહિત ૧૦૦ જેટલી ખાદ્ય ચીજોનું રાહત દરે વિસ્તરણ કરવામાં આવે છે.
આ જનતા તાવડામાં મુસ્લિમ સમાજની સાથે સાથે હિન્દુ સમાજના લોકો પણ રાહતદરે વસ્તુનો લાભ લ્યે છે. આવતીકાલે બુધવારે છેલ્લો દિવસ રાખવામાં આવેલ છે.