- ટેસ્ટ ખેલાડીઓના પગારમાં ટૂંક સમયમાં મોટો વધારો થવાની આશા છે.
- જો કોઈ ખેલાડી એક કેલેન્ડર વર્ષમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે છે, તો તેને વાર્ષિક રિટેનર કોન્ટ્રાક્ટ ઉપરાંત પુરસ્કાર મળવો જોઈએ.
Cricket News: BCCIનો વિચાર ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે. ટેસ્ટ ખેલાડીઓના પગારમાં ટૂંક સમયમાં મોટો વધારો થવાની આશા છે. હાલમાં ખેલાડીઓને ટેસ્ટ માટે 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. IPL 2024 પછી આ રકમ વધશે. ઘણા ખેલાડીઓ IPL માં રમવા માટે ‘રેડ બોલ’ ક્રિકેટ રમતા નથી. 16-25 લાખ રૂપિયા આપી શકાય છે.
ઇશાન કિશને દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાંથી આરામ લેવાનો નિર્ણય કર્યો હતો. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઈશાનને રણજી મેચ રમવાની સલાહ આપી. આ દરમિયાન સમાચાર આવ્યા કે ઈશાન કિશન ટેસ્ટ ક્રિકેટ કરતાં ‘IPL’ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્રેયસ અય્યર પણ કમરના દુખાવાના કારણે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, NCAએ સ્પષ્ટતા કરી હતી કે શ્રેયસ ફિટ છે અને રમવા માટે તૈયાર છે. જો કે આ પછી પણ અય્યર રણજી મેચ રમ્યો ન હતો.
BCCIનો વાર્ષિક રિટેનર કોન્ટ્રાક્ટ
BCCIના ફોર્મ્યુલા મુજબ, જો કોઈ ખેલાડી એક કેલેન્ડર વર્ષમાં તમામ ટેસ્ટ સિરીઝ રમે છે, તો તેને વાર્ષિક રિટેનર કોન્ટ્રાક્ટ ઉપરાંત પુરસ્કાર મળવો જોઈએ. તેની પાછળનો આશય એ છે કે ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ તરફ વધુ વળે અને તેમને ટેસ્ટ ક્રિકેટ રમવાથી ફાયદો થાય. હાલમાં એક ખેલાડીને ODI માટે 6 લાખ રૂપિયા અને T20 માટે 3 લાખ રૂપિયા મળે છે. પગાર વધારાનો નવો ડ્રાફ્ટ તૈયાર છે. મીટિંગની મંજૂરી પછી, BCCIનવા સ્લેબ મુજબ કરારબદ્ધ ખેલાડીઓને ચૂકવણી કરશે.