વિશ્વ નૃત્ય દિન નિમિતે શ્રીરંજન આર્ટસ દ્વારા નાટીકાની પ્રસ્તુતી
ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા તાજેતરમાં વિશ્વ નૃત્ય દિવસ અન્વયે નિપા દવે પંડયા દિગ્દર્શિત શ્રીરંજની આર્ટસની નૃત્ય નાટીકા સૈરન્ધ્રી ૬ હેમુ ગઢવી હોલ મુખ્યમાં શાનદાર રજૂઆત પામી હતી.બીનાબેન આચાર્ય સંગાથે કાદંબરી દેવી મૂખ્ય મહેમાન બલવંત જાની વિનોદ જોષી, ભરતભાઈ યાજ્ઞીક, અશોકભાઈ દવે, ભારતીબેન દવે, નિતુભાઈ ઝીબા, કિરીટભાઈ વ્યાસ વગેરે મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઅતને શણગારી હતી.
મહાભારતના વિરાટ પર્વમાં આવતુ સૈરન્ધ્રી (દ્રૌપદી)ના કથાનકને વર્ણવતી વિનોદ જોષી રચિત પ્રબંધ કાવ્ય આધારિત શ્રીરંજની આર્ટસ પ્રસ્તુત સંગીત નૃત્ય નાટયમય નૃત્યનાટિકા સૈરન્ધ્રીમાં જુગ્તા દવે, શ્રીધર મહેતા, દર્શનાદેસાઈ, હરિતા યાજ્ઞિક, નિષ્ઠાદેસાઈ, ઋષિ મહેતા જેવા કલાકારોના સ્વર સાથે ધ્વનિ ત્રિવેદી, ફોરમ ભિંડોરા, લોચન પારેખ, હેત્વી લીંબડીયા, નૈસર્ગી ભટ્ટ, હેમાદ્રી છાંટબાર, નંદીની ભીંડોરા, પ્રીત્વી લીંબડીયા ભવ્યા જાની, પરિ પાટડીયા, જયકિશન લુદાત્રા, રમિઝ સાલાણી, જયદિપ લુદાત્રા, ભાવિનસોની, કમલ નાગલા, અવેશ ખેતાણી, યેશ રાઠોડ, ઋષિ ત્રિવેદી, રાજ રાઠોડ, મયુર સોનેજી, જેવા કલાકારો પોતાના નૃત્ય અભિનયથી દર્શકોને મહાભારતના સમયમાં લ, જવામાં સફળ રહેવાની સાથે દર્શકો તેમજ અતિથિ મહાનુભાવોને અંત સુધી ઝકડાઈ રહેવા મજબૂર કર્યા.