ભકિતનગર પોલીસ સ્ટેશન પી.આઇ. વી.કી. ગઢવીના હસ્તે પ્રિન્સ, પ્રિન્સેસ અને અન્ય વિજેતાઓને ઇનામ વિતરણ કરાયુ
સૌરાષ્ટ્રભરમાં માઁ દુર્ગાની પૂજા અર્ચના સાથે નવલા નોરતાની ઉજવણી રંગે-ચંગે કરવામાં આવી હતી. ત્યારે નવમાં નોરતે ખેલૈયાઓ અબતક રજવાડી રાસોત્સવમાં મન મૂકી ગરબાના તાલે ઝુમ્યા હતા. સાથો સાથ આઠ નવરાત્રીના જુનીયર અને સીનીયર ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલની રમઝટ જામી હતી. તમામ ખેલૈયાઓએ એકબીજાને અવનવા સ્ટેટસ સાથે ટકકર આપી હતી. અંતમાં પાંચ પાંચ વિજેતાઓના નામ ધોષિત કરવામાં આવ્યા હતા. અને સાથો સાથ વિજેતાઓ પર લાખેણા ઇનામોની વણઝાર પણ થઇ હતી. છેલ્લે પાંચ સીનીયર વિજેતા વચ્ચે ચીઠ્ઠી ખેચાવી મેગા પ્રાઇઝ વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા હતા. નવમાં નોરતે અબતક રજવાડી ખાતે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે.ગઢવી જેવા મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
અબતક રજવાડી રાસોત્સવને સફળ બનાવવા માટે ચેરમેન વિશાલભાઇ પટેલ, પ્રેસિડેન્ટ અમીતભાઇ કામાની, પ્રોજેકટ ચેરમેન મોહીત વઘાસીયા, વાઇસ ચેરમેન યાજ્ઞીકભાઇ કોઠારીયા, વાઇસ પ્રેસિડેન્ટ રોસલ સાગરિયા, સેક્રેટરી જે.પી. હિરાણી સાથે જીતેન્દ્ર જડીયા, ખોડીદાસ પરમાર, રાજ લીબાસીયા સહીતના જેવા આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તમામ આયોજકો દવારા નવરાત્રી નવે નવ દિવસ ઉ૫સ્થિત રહી તમામ સુવિધાઓ પર આપણી નજર સાથે ખેલૈયાઓને તથા તેમના પરિવારજનોને કોઇ તકલીફ ના રહે તેની તકેદારીઓ રાખી હતી.
અબતક રજવાડી રાસોત્સવમાં પધારવાનો મને લાદવો મળ્યો તે બદલ અબતક રજવાડી ને હું ખુબ ખુબ અભિનંદન પાઠવુ છું. લોકો હળીમળીને તમામ કાર્ય પાર પાડે એવો સારો મેસેજ અબતક રજવાડીમાં મળી રહે છે સાથે આયોજન વિશે કહું તો ખુબ સરસ રીતે તમામ સુવિધાઓ ઉલપબ્ધ છે જેના લોકો પણ ખુબ વખાણ કરી રહ્યામ છે તેવું ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
અબતક સાથેની વાતચીત દરમિયાન ભકિતનગર પોલીસ મથકમાં પી.આઇ. વી.કે.ગઢવી એ જણાવ્યું હતું કે નવરાત્રીના નવ દિવસના માતાજી આરાધનાને અંતે આજે વિજયા દશમી નીમીતે આજરોજ અબતક રજવાડી ગ્રુપમાં ઉ૫સ્થિત રહેવાનો અવસર મળ્યો છે. જે બાબતે ગૌતમભાઇ અમીતભાઇ નો આભારી છું. તેમજ ખેલૈયાઓએ મહેનત કરી વિજેતાઓ થયા છે તેમને અભિનંદન સાથે અબતક રજવાડી હર વર્ષે જ આયોજન કરે તેવી શુભેચ્છઓ
અબતક સાથેની વાતચીત દરમિયાન બનેલા પ્રિન્સ કેવલ પીઠડીયાએ જણાવ્યું હતું કે એક વર્ષની મહેનત આજે રંગ લાવી છે અને સાથે જજીસનું ડીવીઝન પણ ખુબ સારુ છે નવ દિવસમાં જજીસનું માકીંગ ચાલુ જ હતુ તેમણે મારી મહેનત જોઇ આજરોજ પ્રિન્સ બનાવ્યો તેનો આનંદ છે.
સાથે જુનીયર પ્રિન્સ જય રાઠોડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ વર્ષથી ગરબામાં મહેનત કરી રહ્યો હતો જેનું પરિણામ આજરોજ અબતક રજવાડી પ્રિન્સ બનીને મલ્યું છે જેનો મને ખુબ આનંદ છે.
અબતક સાથેની વાતચીતમાં સીનીયર પ્રિન્સેસ દેવાંગી ભેસદડીયાએ જણાવ્યું હતું કે સતત બે વર્ષથી હું અબતક રજવાડી માં પ્રિન્સેસ બની છું અને અહિયાના વાતાવરણમાં ખરેખર રમવાની બહુ જ મજા આવે છે સુવિધા અને સુરક્ષા સાથે નિર્ણાયકોનો નિર્ણય પણ સારુ હોય છે. આયોજનમાં પણ પુરેપુરુ ઘ્યાન આપવામાં આવ્યું છે.
હું છેલ્લા ચાર મહિનાથી ગરબાની પ્રેકટીકસ કરી રહી હતી જેનું ફળ અને આજ મળ્યું છે અને અબતક રજવાડીમાં પ્રીન્સેસ બનવાનો મને ખુબ જ આનંદ છે તેવું અબતક સાથેની વાતચીતમાં જુનીયર પ્રિન્સેસ બદદાણીયા કિટુ એ જણાવ્યું હતું.
અબતક રજવાડી પરિવાર સતત સાતમાં વર્ર્ષે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રંગીલા રાજકોટમાં નવરાત્રીના સુંદર માહોલ સાથે શાંતિપૂર્ણ રીતે અબતક રજવાડી રાસોત્સવનું સમાપન થયુ છે. ખેલૈયાઓએ પણ ખુબ ઉત્સાહ સાથે ઝુમ્યા છે. છેલ્લા દિવસે લગભગ ૧૦૦ થી વધુ ખેલૈયાઓને લાખેણા ઇનામો આપવામાં આવ્યા છે.
સાથે આટલુ મોટું આયોજન એક વ્યકિત દ્વારા શકય ન બને પ૦ વ્યકિતઓની ટીમ અહિયા ખેલૈયાઓની પૂરી તકેદારી રાખતા હતા અબતક પરિવાર અમારી સાથે છે અને આગળ પણ રહેશે તેવી આશા રાખીએ છીએ તેવું અબતક રજવાડી રાસોત્સવના ચેરમેન વિશાલભાઇ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.