કમ્પાઉન્ડ ફી ભર્યા બાદ પ્રથમ એક વર્ષ માટે સુચિત સોસાયટીની મિલ્કતનું અલગ પ્રોપર્ટી કાર્ડ બાદમાં રેગ્યુલર નોંધ પડશે
રાજકોટ શહેરમાં આવેલી જુદી જુદી સુચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝડ કરવા માટે મહેસુલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત આવી સુચિત મિલ્કતોના પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા જ છેલ્લા ઘણા સમયી કમ્પાઉન્ડ ફી ન ભરતા આસામીઓ ફટાફટ પ્રાંત કચેરીએ ચલણ લેવા આવી રહ્યાં છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા ખાસ વટ હુકમ બહાર પાડી સુચિત સોસાયટીઓને રેગ્યુલાઈઝડ કરવા હાથ ધરેલી કવાયત અંતર્ગત રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૦૦ સુધીમાં બાંધકામ થયું હોય તેવી મિલકતોને રેગ્યુલાઈઝડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં છેલ્લા ઘણા સમયી લોકો કમ્પાઉન્ડ ફી ભરતા ન હોવાી મામલો ટલ્લે ચડયો હતો.
દરમિયાન સુચિત સોસાયટીને કાયદેસરતા બક્ષવા માટે સરકાર દ્વારા આવી પ્રોપર્ટીઓનું પ્રથમ એક વર્ષ માટે અલગ પ્રોપર્ટી કાર્ડ બનાવી બાદમાં રેગ્યુલર પ્રોપર્ટી કાર્ડમાં ક્ધવર્ટ કરવા જોગવાઈ કરી પ્રોપર્ટી કાર્ડ કાઢવાની કામગીરી વેગવંતી બનાવી છે અને શહેરમાં આવા ૨૮ સુચિત મિલકત ધારકોના પ્રોપટી કાર્ડ પણ કાઢી આપવામાં આવતા હવે અન્ય સુચિત મિલકત ધારકો ફટાફટ કમ્પાઉન્ડ ફી ભરવા આગળ આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલી ૨૦૦૦ જેટલી સુચિત મિલકત ધારક દ્વારા પોતાની મિલકત રેગ્યુલાઈઝડ કરાવવા અરજી કરી હતી. જે પૈકી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મત ક્ષેત્રમાંથી ૨૮ લોકોના પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવામાં આવતા હવે અન્ય મિલકત ધારકો પણ જાગૃત બની સરકારમાં નાણા જમા કરાવી રહ્યાંનું સત્તાવાર સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.