રાજ્યમાં કોરોનાની બીજી વેવ બાદ સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા વધુ છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે જામનગરમાં પણ સરકારના આદેશ મુજબ બાગ બગીચા, જીમ, હોટલ રેસ્ટોરન્ટ ખુલવા પામ્યાં છે. બાગ બગીચા ખુલતા લોકો મોર્નિગ વોકમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
જામનગર માં તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક, વિરલ બાગ, રણજીતસાગર ઉઘાન સહિતના બાગો ખુલ્યા છે. બાગ-બગીચા ખુલતાની સાથે જ સવારે 6 વાગ્યાથી લોકો મોર્નિંગ વોક માટે પહોંચ છે. બાગ બગીચા પણ સવારે 6 થી સાંજ 7 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. હોટેલ, રેસ્ટોરન્ટ સંચાલકો પણ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં બેસાડી ભોજન સર્વ કરી શકશે. બે મહિનાના લોકડાઉન બાદ ભક્તો માટે મંદિરોના દ્વાર ખોલી નાખવામાં આવ્યા છે.
અત્રેનું સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિર પણ ખુલતાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યાં છે. અહીં અખંડ રામધુન પણ ચાલી રહી છે જે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શહેર-જિલ્લાના તમામ મંદિરો સવારના 6 થી સાંજના 7 સુધી ખુલ્લા રહેતાં ભાવિક-ભક્તોમાં ખુશીની લાગણી વ્યાપી છે.