ભારત દેશ દ્વારા કરવામાં આવતી આયાત અને નિકાસ વચ્ચે સંતુલન હોવું અનિવાર્ય
ભારત દેશમાં આયાત હતી ચીજવસ્તુઓ બાદ ફુગાવાનો પ્રમાણ સતત વધી રહ્યું છે સામે જે રીતે નીકાસ થવો જોઈએ તે રીતે નીકાસ શક્ય બનતો નથી ત્યારે આરતી ખેતી અને અર્થવ્યવસ્થાને સમતોલ રાખવી ખૂબ જ જરૂરી છે અને બીજી તરફ રૂપિયાને પણ સંતુલન માં રાખવું અનિવાર્ય છે ત્યારે હાલની સ્થિતિએ એકમાત્ર વિકલ્પ એ જ છે કે જો રૂપિયો ડોલર સામે નબળો કરીએ તો ભારત દેશને ઘણી સાનુકૂળતા મળી શકશે.
હાલની સ્થિતિએ ભારત મહત્તમ વિશ્વના અનેક દેશોમાં આયાત કરી રહ્યું છે તો સામે નિકાસનો જે પ્રમાણ વધુ હોવું જોઈએ તે પણ વધી શકતું નથી પરિણામે ભારતનું વિદેશમાં જતુ રહે છે. જો ભારત દેશમાં વિકાસનું પ્રમાણ વધે તો તેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પડશે અને રૂપિયો પણ બજારમાં ફરતો થશે જેના માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ની જરૂરિયાત પણ એટલી જ જરૂરી છે.
ક્રૂડના સતત વધતા જતા ભાવ ના પગલાં સામે હાલ દેશની અર્થવ્યવસ્થાને પણ ગણિત નુકશાની પહોંચી છે. પેલી સપ્ટેમ્બર ના રોજ ડોલર સામે રૂપિયો તો 73.9 રહ્યો હતો જ્યારે ઓક્ટોબર 12 ના રોજ ડોલર સામે રૂપિયો 75.52 જોવા મળ્યો હતો. ત્યારે રૂપિયાની સ્થિતિને સુધારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સતત ઓર એક ની ખરીદી કરવામાં આવી રહી છે અને નાણાકીય વર્ષ ૨૦૨૧ માં રિઝર્વ બેન્ક દ્વારા આશરે પાંચ લાખ કરોડ રૂપિયાનો ફોરેક્સ ખરીદવામાં આવ્યું હતું પરિણામે ફોરેન રિઝર્વ 103.72 બિલિયન ડોલર સુધી પહોંચયુ હતું.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ કોરોના ની બીજી વેવ માં પણ રૂપિયો ડોલર સામે મજબૂત રહ્યો હતો ત્યારે વધુને વધુ વિદેશી હૂંડિયામણ ભારતમાં આવતા રૂપિયાની સ્થિતિમાં ઘણા ખરા અંશે સુધારો આવશે ત્યારે બીજી તરફ જો ભારત દેશ વિકાસને વધુ વેગવંતુ બનાવવા માટેના પ્રયત્નો કરશે તો રૂપિયાની સ્થિતિમાં ઘણો સુધારો પણ જોવા મળશે હાલ તેલના સતત વધતા જતા ભાવના પગલે જે રીતે વિતરણ વ્યવસ્થા થવી જોઈએ તે થઈ શકતી નથી અને ક્રૂડના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
હાલ રૂપિયાની સ્થિતિને સુધારવા માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવી રહ્યું છે કે જો રૂપિયાને વધુ મજબૂત ડોલર સામે કરવો પડશે તો તેના માટે એકમાત્ર વિકલ્પ એ જ છે કે વધુ ને વધુ વિકાસ શક્ય બને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા પણ સુદૃઢ બનાવવામાં આવે.