ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. ગુરુવારે પણ રૂપિયાની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ડોલરની સરખામણીએ રૂપિયો 29 પૈસા ઘટીને 70.19ની સપાટીએ ખૂલ્યો હતો. ફોરેક્સ માર્કેટ ખૂલતાં જ ડોલર સામે રૂપિયો વધારે નબળો થઈને 70.22ની સપાટીએ પહોંચ્યો હતો. ડોલર સામે રૂપિયો પ્રથમ વખત આટલી નીચલી સપાટીએ જોવા મળ્યો છે. આ પહેલાં મંગળવારે રૂપિયાએ ઓલ ટાઈમ લો 70.10ની સપાટી બનાવી હતી. જોકે મંગળવારે ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યા પછી રૂપિયામાં થોડી રિકવરી જોવા મળી હતી. સોમવારે ડોલરની સરખામણીએ રૂપિયો 1.09 મંજબૂત થઈને 69.93ની સપાટીએ જોવા મળ્યો હતો.

હકીકતમાં તૂર્કીના મેટલ ઈમ્પોર્ટની ડ્યૂટી અમેરિકાએ બમણી કરી દીધી છે. ત્યારપછી કરન્સી માર્કેટમાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. અમેરિકાની આ જાહેરાત પછી તુર્કીની કરન્સી લીરામાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે સિવાય રૂપિયા અને યુરો ઉપર પણ પ્રેશર જોવા મળ્યું હતું. તે સાથે જ ડોલર ઈન્ડેક્સ 14 મહિનાની ઉંચાઈ પર પહોંચી ગયો છે. તેના કારણે રૂપિયા ઉપર પ્રેશર વધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.