સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત નબળાઈની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 34 પૈસા તૂટીને 71.14 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 70.80 ના સ્તર પર બંધ થયો હતો.
ડોલરની સરખામણીમાં રૂપિયો સતત તૂટી રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ બજાર ખૂલતાની સાથે જ અમેરિકન ડોલરની સામે રૂપિયો 37 પૈસા તૂટીને 71.14 ની સપાટીએ ખૂલ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચાણથી ફોરેક્સ માર્કેટમાં સેન્ટિમેન્ટનું વજન વધતું રહ્યું છે.
શુક્રવારે સ્થાનિક ચલણ ડોલર સામે 9 પૈસા તૂટીને 70.78 પર સ્થિર થયું હતું. સ્થાનિક મોરચે, બજારના સહભાગીઓ ફુગાવાના નંબર પર નજર રાખશે. અપેક્ષાઓ એવી છે કે અગાઉના મહિનાની તુલનામાં આ આંકડો ઊંચો થઈ શકે છે અને તે રૂપિયા પર વધુ વજન લગાવી શકે છે.