બૂટલેગર, ભૂ માફિયા અને ચોરીના ગુનામાં સંડોવયેલા સામે થતી પાસા અટકાયતીની કાર્યવાહીનો વ્યાપ વધાર્યો

ડ્રગ્સ માફીયા, કુટણખાના સંચાલકો, જુગાર કલબ સંચાલકો, વ્યાજખોર, સાયબર ક્રાઇમ અને જાતીય સતામણીના ગુનેગારોને પાસા હેઠળ જેલ ભેગા કરવા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વટહુકમથી દરખાસ્ત કેબિનેટમાં મુકશે

ગુજરાત શાંત, સલામત અને સુરક્ષિત રાજયની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે કેટલાક લેભાગુ શખ્સો દ્વારા પોતાના આર્થિક હિત માટે ગંભીર ગુના આચરતા હોય છે. તેની સામે પોલીસ અસરકારક કામગીરી કરી શકે તે માટે સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પાસાના કાયદામાં ઘણા આવકાર્ય કહી શકાય તેવા સુધારા સાથે પાસાના કાયદાનો વ્યાપ વધારવા માટે વટ હુકમથી દરખાસ્ત કેબીટેનટ બેઠકમાં મુકવાના છે. પાસાના કાયદાનો અત્યાર સુધી બુટલેગર, ઘરફોડી અને જમીન કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો સામે જ ઉપયોગ થતો હતો. નવા સુધારા સાથે પાસા હેઠળ વ્યાજખોર, જુગાર કબલ સંચાલક, કુટણખાના સંચાલકો, સાયબર ક્રાઇમ, ગૌવંશ, ગૌવંશના માસની હેરાફેરી અને ડ્રગ્સ હેરાફેરી કરનારની પણ પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કાયદાની આટીઘૂટી અને છટકબારીનો લાભ લઇને છુટી જતા રીઢા ગુનેગારોને પાસા હેઠળ જેલમાં ધકેલવા માટે અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે ૧૯૮૫થી ગુજરાતમાં પાસાનો કાયદો બનાવવામાં આવ્યો હતો. પાસા હેઠળ જેલમાં ધકેલાયેલા શખ્સો પોતે નિર્દોષ છે તેવું સાબીત તેમને જ કરવાનું હતું અને તેની પાસા બોર્ડમાં સમિક્ષા બાદ તેના પાસા હેઠળ કેટલો સમય જેલમાં રાખવો તે અંગે નિર્ણય પાસા બોર્ડ દ્વારા કરવામાં આવતો ત્યાર બાદ હાઇકોર્ટમાં રીટ કરવાની જોગવાય લાગુ કરવામાં આવી હતી. પાસાનો કાયદો દારૂના ધંધાર્થી, ભૂ માફિયા અને ધરફોડની ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. અન્ય રાજયની સરખામણીમાં ગુજરાત રાજયની શાંતિ અને સલામતિ માટે આગવી ઓળખ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અન્ય રાજયની સરખામણીમાં અગ્રેસર છે. તેમ છતાં કેટલાક શખ્સો પોતાના આર્થિક ફાયદા માટે છાને ખૂણે અનઅધિકૃત રીતે વ્યાજનો ધંધો કરી ગરીબ અને જરૂરીયાત મંદ પાસેથી તગડુ વ્યાજ વસુલ કરતા હોય છે. લાચાર મહિલાની મજબુરીનો લાભ લઇ દેહના સોદા કરાવી કુટણખાનું ચલાવી પોતાની આજીવિકા ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ડીઝીટલ યુગમાં ડેટા ચોરી કરી સાયબર ક્રાઇમના ગુના આચરનાર શખ્સો સામે કડક રીતે કાર્યવાહી કરવા, યુવતી અને મહિલાઓ પર દુષ્કર્મ આચતા અને જાતિય સતામણી કરતા શખ્સો, ધાક ધમકી દઇ મિલકત હડપ કરવાના અને ખૂની હુમલો સહિતની ગુનામાં સંડોવાયેલા શખ્સો સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવાની જોગવાય કરવામાં આવી છે.

માથાભારે અને બુટલેગર દ્વારા એકને એક ગુનો ત્રણ વર્ષમાં ફરી કરે ત્યારે તેની સામે પાસા હેઠળ અટકાયતની કાર્યવાહી કરવામાં આવતી હતી તેમાં સુધારો કરી ગમે ત્યારે ગંભીર ગુનો આચરે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં સુધારો કરાયો છે.

લોનના ચડત હપ્તા વસુલ કરવા મિલકત હડપ કરનારા પાસામાં જશે

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા માટે સંવેદનસીલ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પાસાના કાયદાને વધુ અસરકારક બનાવવા કેબીનેટમાં વટ હુકમ લાવી રહ્યા છે તેમાં વ્યાજ અને લોનની લેણી રકમ વસુલ કરવા થતી બળજબરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોનના હપ્તા ચડત થાય ત્યારે બેન્કના સિઝરો દ્વારા કાયદાકીય કાર્યવાહી વિના મિલકત હડપ કરતા હોય છે અથવા હપ્તો વસુલ કરવા મારામારી અને ધમકી દેતા હોય તેવા શખ્સો અને તેને મદદ કરનાર સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવાની જોગવાય કરવામાં આવી છે.

જાતીય સતામણી અને મદદગારી કરનાર સામે પણ પાસાની કાર્યવાહી કરાશે

મહિલાઓની સલામતિને ધ્યાને લઇ જાતિય સતામણી અને પોકસો હેઠળ નોંધાતા ગુનામાં સંડોવાયેલા શખ્સો કાયદાની છટક બારીનો લાભ લઇ જામીન મુકત થતા હોય છે. ત્યારે મહિલાઓને ન્યાયથી વંચિત રહેતી હોય તેવો અહેસાસ થતો હોવાથી મહિલાઓને હવસનો શિકાર બનાવતા અને તેને મદદગારી કરતા શખ્સો સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે નવા સુધારેલી જોગવાયમાં આવરી મહિલાઓને વધુ સુરક્ષિત બનાવવામાં આવી છે. જાતિય સતામણીના ગુનામાં સંડોવાયેલા શખ્સો જામીન મુક્ત થઇ પોતાને આઝાદ સમજતા હોય છે. તેઓને ફરી પાસા હેઠળ જેલ ભેગા કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.