સરકારે તમામ અધિકૃત કામકાજ માટે આધારકાર્ડ ફરજીયાત કરી દીધુ છે

સરકારે યોજનાઓનો લાભ મેળવવા માટે આધારને ફરજીયાત કર્યું છે. આધારને મોબાઈલ નંબર, પાનકાર્ડ અને વીમા ખાતાઓ સાથે જોડવું અનિવાર્ય કર્યું છે ત્યારે બેંકોની સમસ્યાઓને હળવી કરવા યુઆઈડીએઆઈએ તેમને થોડી રાહત આપી છે.

તેમણે એનરોલ્મેન્ટ મશીન, ખાનગી ડેટા એન્ટ્રી ઓપરેટરો આધાર અને બેંક ખાતા લિંક કરાવી શકાય માટે બેંકોના પરિસરમાં જ આ કાર્ય માટે મંજુરી આપી છે. માટે ઝડપથી ગ્રાહકો પોતાના ખાતાને આધારે સાથે લિંક કરાવી શકે. જેના પર બેંકોએ માત્ર સુપરવિઝન કરવાનું રહેશે. બેંકોની જવાબદારી વધી હોવાને કારણે તેમને ખાનગી ડેટા એન્ટ્રી ઓપરેટરોની નિયુકતી કરવાની પરવાનગી આપી છે. હાલ તેઓ કાર્યરત છે. કારણકે જેટલું ઝડપથી બને તેટલુ ઝડપથી તેઓ આ પ્રક્રિયા સંપૂર્ણ કરવા માગે છે માટે હવેથી બેંકો એન્રોલમેન્ટ મશીન અને કર્મચારીઓ નિયુકિત કરી શકે છે.

આ બેંક આધાર કેન્દ્રો આધાર વેરીફિકેશન માટે મદદ‚પ થશે માટે દેશમાં અન્ય આધાર કેન્દ્રો પણ સ્થપાશે. હાલ ૧૫,૩૧૫ બેંકોની બ્રાંચોમાં આધાર વેરીફિકેશનની પ્રક્રિયા શ‚ કરી દેવાઈ છે. આ પ્રક્રિયાને વેગ તો મળી ચુકયો છે હવે માત્ર પૂર્ણ કરવાની યોજનાઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.