સરકારી યોજનાનો લાભ મેળવવા માટે સરકારે આધાર કાર્ડને મોટાભાગના તમામ ક્ષેત્રે ફરજિયાત બનાવી દીધું છે. આ મુદ્દે સુપ્રીમમાં ઘણીવાર સુનાવણી થઈ છે અને આજરોજ આ મુદ્દો સુપ્રીમમાં ફરી ઉછળ્યો છે. એટલું જ નહીં સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી કેન્દ્ર સહિત તમામ રાજ્યોને નોટિસ ફટકારી જવાબ પણ માંગ્યો છે. દરઅસલ, છેલ્લા 3 વર્ષના સમયગાળામાં આશરે ત્રણ કરોડ રાશનકાર્ડ કેન્દ્ર સરકારે રદ કરી દીધા છે જેની પાછળનું કારણ છે કે, આ તમામ 3 કરોડ રાશનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક્ડ એટલે કે આધાર સાથે જોડાણ થયેલું ન હતું.
સરકારની આ કાર્યવાહીને સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર મામલો ગણાવી ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, અન્ય ન્યાયમૂર્તિ એ.સી બોપત્રા અને ન્યાયમૂર્તિ વી. રામસુબ્રમણ્યનની ખંડપીઠે કહીંયુ કે, “આ મામલાને સામાન્ય લેવો જોઈએ નહીં આ એક ગંભીર મામલો છે.” સુપ્રીમકોર્ટ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે રાસનકાર્ડ રદ કરવાનો યોગ્ય જવાબ માંગે છે. નોટિસનો ચાર સપ્તાહની અંદર આનો જવાબ આપવાનો રહેશે.
જણાવી દઈએ કે, આ કેસની અરજી કોયલી દેવીએ દાખલ કરી હતી, તેમના વકીલ કોલીન ગોજાલિવ્સએ અરજીની તરફેણમાં સુપ્રીમ કોરટમા કહ્યું કે, આ એક મોટો મામલો છે જેની સામે આવાજ ઉઠાવવો જરૂરી છે. સીજેઆઈ એસ. એ. બોબડેએ કહ્યું કે, મુંબઈ હાઈકોર્ટમાં પણ આવો એક મામલો સામે આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માત્ર આધાર જોડાણ ન હોવાથી કરોડો લોકોને ભૂખમરાના મુખમાં ધકેલવાએ મોટો ચિંતાજનક મુદ્દો છે. આધાર લિંક્ડ ના હોય તો 3 કરોડ લોકોને તેમના સસ્તા અનાજના અધિકારથી વંચિત કરવાએ એક ગુનો છે. સુપ્રીમકોર્ટે આ અગાઉ 9 ડિસમ્બર 2019માં આધારકાર્ડ ન હોય તેવા લોકોને રાશનની સેવાથી વંચિત રાખતા જવાબ માંગ્યો હતો. રાશન ન મળતા અનેક લોકોના મૃત્યુ થયાના આરોપને લઈ પણ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યા હતા.
આ અરજી કોયલી દેવીએ ઝારખંડમાં 11 વર્ષની છોકરી સંતોષી ભૂખથી મોતના મુખમાં ધકેલાતા તેમણે 28 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમમાં દાખલ કરી હતી. અરજીમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, સંતોષીના પરિવારને માર્ચ 2007થી રાશનકાર્ડ આધારકાર્ડ સાથે લિંકના હોવાથી રાશન મળતું બંધ થઈ ગયું હતું, અને પુરા પરિવારને મજબૂરીમાં ભુખુ રેહવું પડ્યું હતું અને તેનાથી સંતોષીનું મૃત્યુ થયું.