પાનકાર્ડ હાલના સમયમા નાણાકીય વ્યવહાર કરવા માટે એક ખુબ જ મહત્વનો દસ્તાવેજ બની ગયું છે. વર્તમાન સમયમા સરકારી હોય કે ખાનગી દરેક કામ કરવા માટે પાનકાર્ડ ફરજિયાત બની ગયું છે. ત્યારે હવે જો તમારે રોકડ ઉપાડવા કે જમાં કરાવવા માટે પણ પાન કાર્ડની જરૂર પડશે.
સરકાર અને CBDTએ રોકડ વ્યવહાર માટેના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે.આ ફેરફાર કરચોરીને અટકાવવા માટે સરકાર કરી રહી છે.તેથી હવે તમે 26 મેથી રોકડ ઉપાડ અને જમા કરાવવા મટે પાન કાર્ડ ફરજિયાત જોશે.
26 મેથી પાન કાર્ડ વગર તમે ન તો 20 લાખ રૂપિયા જમા કરાવી શકશો અને ન તો ખાતામાંથી વધુ રોકડ ઉપાડી શકશો. . એટલે કે 26 મેથી રોકડ ઉપાડવા અને જમા કરાવવા માટે પાન કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 20 લાખની આ મર્યાદા એક નાણાકીય વર્ષ માટે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયા જમા અને ઉપાડ કરે છે, તો તેણે તેનું પાન કાર્ડ આપવું પડશે. સીબીડીટીએ આ માટે આવકવેરા નિયમો 1962માં ફેરફાર કર્યો છે.
26 મેથી નિયમો બદલાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ડાયરેક્ટિવ્સ (CBDT) એ નવા નિયમ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિયમ સરકારે કરચોરી અટકાવવા માટે લીધો છે. નવા નિયમ અનુસાર, 26 મેથી, જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ જમા કરે છે અથવા ઉપાડ કરે છે, તો તેણે તેના પાન કાર્ડ વિશે માહિતી આપવી પડશે. સીબીડીટીએ આવકવેરા નિયમોમાં સુધારો કરીને રૂ. 20 લાખથી વધુના લોકો માટે પાન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે.આ રકમના ટ્રાન્ઝેક્શનને પાન કાર્ડથી ટ્રેક કરી શકાય છે. તે જ સમયે, બેંકે ચાલુ ખાતા ખોલવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે.
જો કે સરકારના આ નવા નિયમ અંગે બેંકો સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે. સરકારનું કહેવું છે કે આ નિયમ માત્ર કરચોરીને અટકાવશે નહીં, પરંતુ રોકડ વ્યવહારો ઘટાડીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન આપશે.