આર.બી.આઇ. ના રીજીયોનલ ડાયરેકટરની સાફ વાત
રૂપિયા ૧૦ નો ચલણી સિકકો કાયદેસર રીતે ચલણમાં હોવા છતાં આર્થિક વ્યવહારમાં વેપારીઓ કે હવે સામાન્ય જનતા પણ તે સ્વીકારતી નથી. બેંક પણ ચલણી નોટોના ભરણાની સાથે માત્ર ૧૦ ટકા રૂપિયા ૧૦ ના સિકકા સ્વીકારે છે આ પરિસ્થિતિમાં જેમની પાસે રૂપિયા ૧૦ ના સિકકાનો ભરાવો છે તે શું કરે ?
અસલમાં રૂપિયા ૧૦ ના ચલણી સિકકા ગેરકાયદે હોવાની અફવાને વેગ મળ્યો છે. એટલે આ ૫રિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે આર.બી.આઇ. હવે નવા રૂ ૧૦ ના સિકકા બનાવતી નથી.આર.બી.આઇ. ના રીજીયોનલ ડાયરેકટર જે.કે. દાસે જણાવ્યું કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રૂ ૧૦ ના સિકકા શિરદર્દ બન્યા છે. વેપારીઓ તે સ્વીકારતા નથી અને હવે તો સામાન્ય જનતા પણ રૂ ૧૦ ના સિકકા લેતી નથી. આથી આરબીઆઇ હવે બલ્ક એસએમએસ મોકલીને લોકોને સંદેશ આપશે કે ૧૦ ના સિકકા લીગલ છે. વેલીડ છે. મતલબ કે ચલણમાં છે અને આર્થીક વ્યવહારોમાં માન્ય છે અમે મીટીંગો પણ કરીશું સમસ્યા ઉકેલાઇ જશે જામનગરના વેપારી રમેશ કણસાગરાએ જણાવ્યું કે ભાગ્યે જ કોઇ ૧૦ ના સિકકા સ્વીકારે છે તેનું કારણ અફવા છે હું ૧૦૦ સિકકા રૂ ૧૦ ના બેંકમાં જમા કરાવવા ગયો ત્યારે બેંકના કલાકો પછી આવવા કહેવાયું!