રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષસને ઉપસ્થિતિ: મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમી આપ્યાં આશિર્વાદ: હજારોની જનમેદનીએ મેનેજમેન્ટની ખુબ પ્રશંસા કરી: વિન્ટેજ કારનો કાફલો, ઘોડે સ્વારો, એનસીસી કેડેટ્સ, બેન્ડવાજાની સુરાવલીનો આકર્ષક ડોલીમાં વહાલુડીઓની મંડપમાં પધરામણી: દીકરીઓને લાખેણો કરીયાવર સો ગોવાનો પ્રવાસ કરાવાશે
દીકરાનું ઘર વૃધ્ઘાશ્રમ ઢોલરા દ્વારા સતત બીજા વર્ષ માતા-પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ રર દીકરીઓનો ઐતિહાસિક – જાજરમાન – શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આગામી તા.ર૧ અને રર ડિસેમ્બરના રોજ રાજકોટના આંગણે ગુજરાત મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તથા આણદાબાવા સંસ્થાના દેવીપ્રસાદ સ્વામિ, વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજેશબાવા, સંતો-મહંતો સહિત રાજકોટ અને સમગ્ર ગુજરાતના રાજક્યિ, સામાજીક અને વ્યાપારી, તબીબી જગતના મહાનુભાવો અને શહેર જયેષ્ઠીઓ-શ્રેષ્ઠીઓ તેમજ હકડેઠઠ જનમેદનીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ખૂબજ જાજરમાન રીતે યોજાયો. કાર્યક્રમના પ્રારંભે આ પ્રસંગે પધારેલ મહાનુભાવોનું ઉપરણું અને સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવેલ હતું. સાથે સાથે તમામ મહાનુભાવોને સંસ્થાના વિશિષ્ટ લોગો સાથેના ફોટો પાડી ફોટોફ્રેમ સ્વરૂપે કાયમી સંભારણારૂપે કાર્યક્રમ સ્થળે જ આપવામાં અવેલ હતું જે આકર્ષણનું કેન્દ્ર બનેલ હતું. અલગ અલગ સ્વાગતકક્ષ, સેલ્ફી પોઈન્ટ, ફોટોગેલેરી અને કલાત્મક મંડપ સહિતની સુચારૂ સુવ્યવસ્થા નિહાળી તમામ આમંત્રીતો અભિભૂત અને મંત્રમુગ્ધ બની ગયેલ હતા.
કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ વહાલુડીના વિવાહ-રના પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ક્ધયાદાન એ જીવનમાં શ્રેષ્ઠ દાન છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત લગ્નોત્સ્વ એ મારા જીવનમાં આવું જાજરમાન આયોજન મેં ક્યાંય જોયું નથી. તેમણે જણાવ્યું હતું કે જે સમાજથી દુર થાય છે તેવા લોકોનું તમારા જેવા સેવાનો ભેખ ધારેલા લોકો અને સમાજ સેવકો દીકરીઓના પિતા બનીને તેમને પોતાની દીકરી બનાવી લે છે. આ ભારતીય સમાજની બહું મોટી ઉપલબ્ધી છે. દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પોતાના માટે તો બધા જ જીવે જે બીજા માટે જીવે એ જ સાચો દેવવ્રતજીએ આ પ્રસંગે મુકેશ દોશી તથા સમગ્ર આયોજન ટીમને સામાજિક સમરસતાનું ઉતમ કાર્ય કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને રર દીકરીઓને તેમના સુખી દામ્પત્ય જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રર દીકરીઓને આશિર્વચન પાઠવતા જણાવ્યું હતું કે એવું કહેવાય છે કે દીકરી બે કુળને તારે છે પરંતુ જયારે પિતા વિહોણી દીકરીઓના આટલી સુંદર રીતે લગ્ન થતા હોય ત્યારે તે ખરા અર્થમાં બે કુળને તારે છે. આ લગ્નોત્સવમાં પધારેલ વિવિધ ક્ષત્રોના મહાનુભાવોએ આજના પ્રસંગે પોતાની લાગણી વ્યક્ત કરી અને આયોજકોના કાર્યને બીરદાવ્યું હતું અને દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે દીકરીઓને આશિર્વાદ આપવા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટના ભાવિ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, પૂર્વ કુલપતિઓ ડો. કમલશભાઈ જોશીપુરા, ડો.મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ઉપકુલપતિ ડો. કલ્પકભાઈ ત્રિવેદી, સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી,ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો.ભરતભાઈ રામાનુજ, ડો.ભદ્રાયુભાઈ વછરાજાની, જયોતિન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપુત, પ્રદિપભાઈ ત્રિવેદી, જીવન કોમર્શિયલ બેંકના નરેન્દ્રસિંહ જાડેજા, જશવંતસિંહ ભટી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, બીન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરા, કેન્દ્રના કામધેનું આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથરીયા, રાજકોટ જિલ્લાના પોલિસ વડા બલરામ મીના, જીએસટી કમિશ્નર દિનેશ ત્રિવેદી, એરપોર્ટ ડાયરેકટર એ.કે. શર્મા, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવતીયા, એડીશનલ કલેકટર પરીમલભાઈ, જૈન શ્રેષ્ઠી જયેશભાઈ શાહ, રાજકોટ શહેરના પોલિસ કમિશ્નર, જિલ્લા કોંગ્રેસના આગેવાન દિનેશ ચોવટીયા, પાટીદાર સમાજના જેરામભાઈ વાંસજાળીયા, જાણીતા બિલ્ડર મુળજીભાઈ ભિમાણી, જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ, વિક્રમભાઈ જૈન, પી. ડી. અગ્રવાલ, રાજકોટના પ્રથમ નાગિરક મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, દલસુખ જાગાણી, જમનભાઈ ભલાણી, જીવણભાઈ પટેલ, નાથાભાઈ કાલરીયા, કરશનભાઈ આદ્રોજા, સર્વાનંદભાઈ સોનવાણી, જમનભાઈ પટેલ (ડેકોરા), અભયભાઈ ભારધ્વાજ, યુવા અગ્રણી મયુરસિંહ જાડેજા, કાશ્મીરાબેન નથવાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, આર.સી.સી. બેન્કના પરષોતમભાઈ પીપળીયા, બીનાબેન કુંડલીયા, ડો.પરષોતમભાઈ કમાણી, વિજય ડોબરીયા, ચંદ્રકાંતભાઈ શેઠ, રશ્મીકાંતભાઈ મોદી, વી. પી. વૈશ્ર્નવ, ડો.બળવંત જાની, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, ગોપાલભાઈ માકડીયા, ઉદ્યોગપતિ વિઠલભાઈ ભાલાળા, શૈલેષ્ાભાઈ ગોવાણી, જીતુભાઈ ચંદારાણા, જયરાજસિંહ રાણા, સંજયભાઈ ઘવા, જગદીશભાઈ કોટડીયા, ધનસુખભાઈ વોરા, ફૂલછાબના તંત્રી કૌશીકભાઈ મહેતા, સંદેશના નિવાસી તંત્રી જયેશભાઈ ઠકરાર, રમેશભાઈ જીવાણી, ઘનશ્યામભાઈ હેરભા, શરદભાઈ જસાણી, રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ એસોશીએશનના હોદેદારો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ, અધિકારીઓ સહિતના મહાનુભાવો દીકરીઓને આશિર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે રાજયપાલ દેવવ્રત આચાર્યજીના હસ્તે વહાલુડીના વિવાહમાં વિશિષ્ટ સહયોગ આપનાર સીઝન્સ હોટલના માલિક વેજાભાઈ રાવલીયા તેમજ કેતનભાઈ રાવલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
લગ્નોત્સવને ભવ્ય સફળતા ર મહિનાની મહેનત સાર્થક થઇ: મુકેશભાઇ દોશી
વહાલુના વિવાહના આયોજક મુકેશભાઇ દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સ્વાભાવિક રીતે તેઓએ ખુબ જ આનંદ અનુભવ્યો કારણ કે દિકરીઓ પણ ખુબ આનંદીત થઇ તેવોના લગ્નોત્સવને લઇને તેઓની ર મહિનાની મહેનત સાર્થક થઇ હોય તેવું લાગ્યું. રાજકોટના તમામ શ્રેષ્ઠીઓ સાક્ષી બની દિકરીઓને આર્શીવાદ પાઠવ્યા. રાજયપાલ આ પ્રસંગે ખાસ ઉ૫સ્થિત રહ્યા તે પણ આનંદનો વિષય છે. ખાસ તો આ લગ્તોત્સવનું સ્વપ્ન સાકાર થયું તે માટે દાતાઓનો કાર્યકર્તાઓ ને ધન્યવાહ પાઠવ્યા કે માતા-પિતા વિહોણી અને પિતાની છત્રછાયા ગુમાવેલી દિકરીઓના આશીર્વાદ જયારે મળે અને સમાજ તેઓના ભાઇ-પિતા બનવા આગળ વધે તે વિષય આનંદનો છે. ખાસ તો શહેરના એક એક દાતા એક એક દિકરીને પોતાની દિકરી સમજી જવાબદારી લે તો સમાજમાં એક પણ દિકરી લાચાર ન રહે. કોઇના આંસુ પાછળ નહિ પરંતુ આંસુ લુછવા પાછળ જયારે કોઇ નિમિત બને છે તેનો આનંદ અદભુત છે. સાથો સાથ ગીતાંજલી કોલેજના વિઘાર્થીઓ દરેક દિકરીને બેન ગણી ડોલીમાં મંડપ સુધી લાવ્યા અને એમાંથી એક અદભુત દ્રશ્ય સર્જાર્યુ. સવિશેષ દિકરીઓ જયારે વિદાય લેશે ત્યારે તેમની આંખમાં હર્ષના આશું રહેશે.
પ્રસંગમાં રર દિકરીઓને પોતાના માતા-પિતા અને ભાઇ મળ્યા: માયાભાઇ આહીર
વહાલુ ડીના વિવાહમાં દિકરી વ્હાલનો દરિયો પ્રસંગ યોજાયો હતો. જેમાં દિકરીના મહિમા વિશે સૌરાષ્ટ્રનું લોક સાહિત્યનું ધરેણું મનાતા માયાભાઇ આહીરીએ સાહિત્યની વાતો પીરશી હતી. આ પ્રસંગે માયાભાઇ આહિરએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના આંગણે આજે વહાલુડીના વિવાહ એટલે દિકરીને આપણે વહાલી કીધી. મારી વહાલુ ડી એવા શબ્દનો સરસ ઉપયોગ કર્યો છે. આ ટ્રસ્ટ ઘણા બધા સામાજીક કાર્યો કરતાં રહે છે. એમાનું એક દિકરાનું ઘર એવું વૃઘ્ધાશ્રમ ચલાવે છે. આ પ્રસંગમાં જે રર દિકરીઓ છે એ ને પોતાના માતા-પિતા, ભાઇ મળી ગયા છે. આ સારા કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમર્પણ ટ્રસ્ટ અને તેમના કાર્યકરોઓને ધન્યવાદ આપું છું.
સ્વપ્નમાં પણ નહિ વિચારેલું કે લગ્ન આટલા ભવ્ય થશે: ધારા ચૌહાણ
ધારા ચૌહાણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓએ સપનામાં પણ નહોતું વિચાર્યુ કે એમના લગ્ન આટલી ભવ્ય રીતે થયો. ત્યારે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા જાજરમાન લગ્નોત્સવ યોજાયો અને તેઓને માન સાથે ક્ધયાદાન અપાયું તે બદલ તેવો ખુબ જ ખુશ હતા સવિશેષ રાજકોટની નામાંકિત હોટેલ સીઝન્સમાં તેવોના લગ્નોત્સવ યોજાયો. સાથો સાથ અમને એક નહિ પરંંતુ ઘણા બધા માતા-પિતા ના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તે બદલ ધન્યતા અનુભવીએ છીએ. જયારથી તેવો આ સંસ્થા સાથે જોડાયા ત્યારથી લઇને આજ સુધીની તેઓની જર્ની ખુબ જ સારી રહી.
અમોને એક નહિ ઘણા બધાં માતા-પિતાના આશિર્વાદ મળ્યા: રીંકુ બદલાણીયા
રીંકુ બદલાણીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓએ કયારેય કલ્પના પણ નહોતી કરી તેવોના લગ્ન આમ, જાજરમાન રીતે થશે. તેવો જયારથી આ સંસ્થા સાથે જોડાયા છે. ત્યારથી જે તેવોને પોતીકી દીકરી ગણીને જ તમામ લોકોએ રાખ્યા છે. ખાસ તો સામાન્ય રીતે દિકરીનું ક્ધયાદાન તેમના માતા-પિતા કરે છે ત્યારે હાલ તેવોને એક નહિ પરંતુ ઘણા બધા માતા-પિતાના આશીર્વાદ મળ્યા.
મા-બાપ વગર ઉછરેલી દિકરીની નૈતિક જવાબદારી સમાજે સ્વીકારી: કિરીટભાઇ આદ્રોજા
કીરીટભાઇ આદ્રોજા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રસંગેમાં દરેક સમાજના મહાનુભાવો અહિ ઉમટી પડયા છે. ત્યારે એનો પણ કાળભૂ ધોવાનો અવસર છે. આજે સમાજની વચ્ચે બાપ વગરની દિકરી જયારે ઉછરેલી છે ત્યારે આખા સમાજે એની નૈતિક જવાબદારી સ્વીકારી છે. એટલે કે આ દિકરીઓ સમાજની છે. આ દિકરીઓ બાપ વગરની નથી આ સમાજના બાપ અને ભાઇ, માના જેવા સંબંધથી જોડાઇ છે.