રજત જયંતી અવસરે ધર્મસ્થાનકનું મહત્વ જાણીએ
ધમે નગરી રાજકોટના ધમે સ્થાનકના મહાત્મયની વાત થતી હોય ત્યારે શહેરના નવા વિસ્તારમાં ગાદિપતિ ગીરીશચંદ્ગજી મ.સા.માગે પર રોયલ પાકે શેરી નં.૮ ઉપર આવેલ “શ્રી રોયલ પાકે સ્થા.જૈન મોટા સંઘનું નામ ધમે પ્રેમીઓના મુખ ઉપર આવ્યા વગર રહે નહીં.આ ધમે સ્થાનકના સ્થાપક પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે માહિતી આપતા જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાને જણાવ્યું કે ૧૯૯૪ માં નિમોણ પામેલું નવા રાજકોટના નવલા નઝરાણા સમુ ધમે સ્થાનક એક અણમોલ ભેટ છે. વધુમાં તેઓએ કહ્યું કે પૂ.ભાગ્યવંતાબાઈ મ.સ.ના સંથારાના એ દિવસો દરમ્યાન તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.નું સુજ્ઞ શ્રાવકોએ ધ્યાન દોર્યુ કે નવા રાજકોટ કાલાવડ રોડ ઉપર જૈનોના ઘર વધી રહ્યાં છે પરંતુ આજુ – બાજુમાં કયાંય ધમે સ્થાનક નથી. દીઘે દ્રષ્ટિવંત પૂ.ગુરુદેવે તેઓના અનન્ય ભક્ત ઓમાનવાલા ભામાશા રમણીકલાલ નાગરદાસ શાહ વગેરેને મળેલ સંપત્તિનો સદ ઉપયોગ કરી પૂણ્યાનુબંધી પૂણ્ય ઉપાજેન કરવાનો સંકેત કર્યો અને બહુ જ અલ્પ સમયમાં પૂ.ભાગ્યવંતાજી મ.સ.ટ્રસ્ટ દ્રારા રોયલ પાકે ઓમાનવાલા ઉપાશ્રયનું નવ નિમોણ થઈ ગયું.
૧૯૯૭ માં તપોધની પૂ.ગુરુદેવ રતિલાલજી મ.સા.ના કેન્દ્રીય સાનિધ્યમાં એક સાથે ૮૫ પૂ.સંત – સતિજીઓનું આ ભૂમિ ઉપર ચાતુર્માસ પ્રાપ્ત થયું અને રોયલ પાકેની આગવી ઓળખ ઊભી થઈ.ગોં.સં.ના પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.,સંઘાણી સંપ્રદાયના સ્વ.પૂ.નરેન્દ્ર મુનિ મ.સા.સહિત અનેક પૂ.સંત – સતિજીઓએ આ ભૂમિ ઉપર ચાતુર્માસનો મહામૂલો લાભ આપેલો છે. દરિયાપૂરી સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.વિરેન્દ્રમુનિ મ.સા.,અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ પૂ.ભાવચંદ્રજી સ્વામી સહિત સ્થાનકવાસી સમાજના વિવિધ સંપ્રદાઓના ઉપકારી પૂ.સંત – સતિજીઓ શેષકાળમાં પધારી આ ભૂમિને પાવન કરેલી છે. નરેન્દ્રભાઈ મોદી,કેશુભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી,વજુભાઈ વાળા,આટે ઓફ લિવીંગના શ્રી શ્રી રવિશંકરજી,આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતજી સહિત સામાજિક , રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે સંકળાયેલા હસ્તીઓ રોયલ પાકે ઉપાશ્રયે પૂ.સંત – સતિજીઓના દશેનાર્થે આવી ગયેલ છે. તાજેતરમાં જ સંપન્ન થયેલ એક સાથે ૭૫ પૂ.સંત – સતિજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ અવિસ્મરણીય રહેશે. રાજકોટના રીક્ષાવાળાઓ પણ આ પાવન ભૂમિથી પરિચિત છે.
રોયલ પાકે ઉપાશ્રયની રેતીનો એક – એક કણ ધન્ય છે.કારણ કે આ જગ્યા ઉપર પૂ.સાહેબજી લીલમબાઈ મ.સ.પરમાત્માની આગમ વાચના નિત્ય કરતાં. અહીં પ્રવેશતા જ આગમ ગાથા ગૂંજવા લાગે છે.ભાવિકોના હ્રદયમાથી ભક્તિની સરવાણી છલકવા માંડે છે.આ ધમે સ્થાનક અસંખ્ય આત્માઓના આસ્થાનું,અધ્યાત્મનું,ભક્તિનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.આ ભૂમિ વિશે કહે છે કે અહીંથી જ મને તપ સમ્રાટ જેવા ગુરુ અને પિયુષમુનિ જેવા પ્રથમ શિષ્ય મળ્યાં છે.એવું કહેવાય છે કે પૂ.ગુરુદેવ નમ્ર મુનિજી તપ સમ્રાટના સંપર્કમાં આવ્યા પછી તેઓ અહૈતુકી અનન્ય કૃપાના અપૂવે દ્ગષ્ટાંત રૂપ બની ગયાં છે. આ પાવન ભૂમિના પૂણ્ય પ્રતાપે અનેકોનેક સુઅવસર ઊજવવાના પ્રસંગો પ્રાપ્ત થયા છે.તેમાં પણ સૌથી ઐતિહાસિક સોનેરી ક્ષણ હોય તો એ છે કે વતેમાનમાં દેશ – વિદેશમાં “જૈન આગમ સુલભ બન્યાં છે તે આ ઉપાશ્રયની દેણ છે. તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.,ઉત્સાહધરા પૂ.ઉષાબાઈ મ.સ.,અધ્યાત્મ યોગિની પૂ.લીલમબાઈ મ.સ. ની જય જય નંદા,જય જય ભદાના પ્રચંડ જયઘોષ સાથે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય પાલખી યાત્રા નીકળેલ.તપ સમ્રાટ તીથે ધામના સંયોજક ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું કે જે સ્થાન ઉપર તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના પાર્થિવ દેહને અંતિમ દશેનાર્થે રાખેલો તે પવિત્ર સ્થાને ગ્રે – નાઈટ,પથ્થરોમાંથી કંડારેલ સિંહાસન (પાટ ) સ્થાપિત કરેલ છે અને પથ્થરના સિંહાસન ઉપરથી પ્રવચન થતું આ કદાચિત એક માત્ર સ્થાનકવાસી જૈન સમાજનું ધમે સ્થાનક છે.
રોયલ પાકે સ્થા.જેન મોટા સંઘના સનિષ્ઠ કાયેકરો ચંદ્રકાન્તભાઈ શેઠ,ટી.આર.દોશી,અનિલભાઈ શાહ,અશોકભાઈ મોદી,કે.પી.શાહ,સુરેશભાઈ કામદાર,માણેકભાઈ જૈન સહિત યુવક મંડળ વગેર શાસન સેવકો તન – મન – ધનથી સેવા કરી માનવ ભવને સાથેક કરી રહ્યાં છે.મહિલા મંડળના સેવાભાવી હંસાબેન દેસાઈ,વીણાબેન શેઠ,જયશ્રીબેન હપાણી સહિત અનેક બહેનો શાસનના દરેક કાયેમાં બેનમુન સેવા બજાવે છે.