જરૂરિયાતમંદોને રાશનની કિટ વિતરણ કરી રાજધર્મ નિભાવતા માંધાતાસિંહજી
કોરોનાની મહામારીથી દેશ ઉપર આવી પડેલી આપત્તિથી વડાપ્રધાન મોદી દ્વારા રાહત નિધિમાં ઉદાર હાથે દેશવાસીઓએ આર્થિક સહયોગ આપવા કવામાં આવેલી અપીલને પગલે રાજકોટ રાજવી પરિવાર દ્વારા પી.એમ. રાહત નિધિમાં ફંડમાં રૂ ૧૦ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.
વધુમાં વડાપ્રધાન મોદીની અપીલને પગલે ઉઘોગપતિ બીલ્ડીંગ, વેપારી અને સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવી ઝોળી છલકાવી રહ્યા છે. ત્યારે આ સેવા યજ્ઞમાં રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ રાષ્ટ્રીય યજ્ઞમાં રાજકોટ રાજય ફાઉન્ડેશન દ્વારા રૂા ૧૦ લાખ વડાપ્રધાન રાહત નીધીમાં અર્પણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજકોટ રાજય ફાઉન્ડેશન દ્વારા આર્થિક જરુરીયાત મંદો રાશનની કીટનું વિતરણ કાજવી પરિવારના રાજમાતા માનકુમારી દેવી, ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, રાણી સાહેબા કાદમ્બરીદેવી, યુવરાજ સાહેબ જયદીપસિંહજી, યુવરાણી સાહેબા શિવાત્મિકા દેવી અને રાજકુમારી મુદુલાકુમારીએ રાષ્ટ્રીય યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે.
રાજકુમાર કોલેજના ટ્રસ્ટને રાષ્ટ્રીય આપત્તિમાં યોગદાન આપવા અપીલ
રાજકોટનું નજરાણુ અને ઐતિહાસિક રાજકુમાર કોલેજના સ્થાપનામાં રાજ પરિવારોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. જેમાં નવાનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, ગોંડલ, વાંકાનેર, વઢવાણ, રાજકોટ, લીંબડી, ધ્રોલ, પાલીતાણા, લખતર, મુળી, સાયલા, ચુડા, બજાણા, લાઠી, માળીયા, જસદણ, બિલખા, વલ્લભીપુર, જેતપુર, વિરપુર, પાટડી, અમરનગર, વડીયા અને ખીરસરા સહીતના રાજવીઓનો સમાવેશ થાય છે. ત્યારે કોરોનાના સંક્રમણથી દેશ પર આવી પડેલી આપત્તિથી જેતપુર દરબાર સાહેબને રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ પત્ર લખી વડાપ્રધાન રાહત નિધી ફઁડમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે યોગદાન આપવા અપીલ કરી છે.