કોડીનાર તાલુકાના ૧૦ ગામોમાં એકતા રયાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમાને ગામની બાળાઓ દ્રારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. સવારે ડોળાસા ગામે એકતા રયાત્રા આવી પહોંચતા અગ્રણીઓ અને ગ્રામજનોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર વડે આદરાંજલી અર્પણ કરી વંદન કર્યા હતા.
માલગામ, કાજ, વેલણ, કોટડા, સરખડી, કડોદરા, દેવળી, પીપળી, છારા અને કોડીનાર શહેરમાં એકતા રયાત્રાનું પ્રસન તા મોટી સંખ્યામા ગ્રામજનોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પ વડે શ્રધ્ધાંજલી અર્પી હતી. તા. ૧૫મી નવેમ્બરી શરૂ યેલી બીજા તબક્કાની એકતા રયાત્રામાં ચોથા દીવસે કોડીનાર તાલુકાનાં જુદા-જુદા ગામોને આવરી લેવાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન પી.એસ.ડોડીયા, સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન કિરણબેન સોસા, સરપંચ દેવશીભાઇ ચાંડેરા, અગ્રણી નટુભાઇ વાળા, બાબુભાઇ સોલંકી, જીવાભાઇ સોસા, મામલતદાર પી.એ.ગોહીલ, તાલુકા વિકાસ અધિકારી વાઘેલા સહિતનાં તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્તિ રહ્યા હતા.
ગીરગઢડા તાલુકામાં ૨૦મીએ એકતા રયાત્રા
ગીરગઢડા તાલુકામાં તા. ૨૦ નવેમ્બરનાં રોજ એકતા રયાત્રા યોજાશે. સવારે વડવિયાળા ગામેથી એકતા રયાત્રાનુ પ્રસન થયા બાદ જરગલી, સનવાવ, હરમડિયા, જામવાળા, ભાખા, થોરડી, રસુલપરા, ઉમેદપરા, ગીરગઢડા સહિતનાં ૧૦ ગામોને એકતા યાત્રાથી આવરી લેવામાં આવશે.
ગીર-સોમના જિલ્લાનાં મુખ્ય મક વેરાવળ-સોમના ખાતેથી તા. ૧૫મી નાં રોજી પ્રારંભ થયેલ બીજા તબક્કાની એકતા રયાત્રાનાં છઠ્ઠા દીવસે ગીરગઢડા તાલુકાને આવરી લેવાશે. બીજા તબક્કાની એકતા રયાત્રા ગીરગઢડા ખાતે સમાપન કરવામાં આવશે.