૫૦૦થી વધારે બાળકોએ લીધો કેમ્પનો લાભ દંતચિકિત્સક ડો. નિગમ બૂચે દાંતોનું રક્ષણ કઈ રીતે કરવું! તે અંગે આપ્યું વિશેષ માર્ગદર્શન
અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલીત રોટરી ડોલ્સ મ્યુઝીયમનાં જન્મદિન નિમિતે ગઈકાલે ફ્રી મેગા ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ કેમ્પમાં શહેરની ૮ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ૫ થી ૧૨ વર્ષ સુધીમાં ૫૦૦થી વધુ બાળકોએ દંતચિકિત્સા કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં દંતચિકિત્સક ડો. નીગમ બૂચ સહિત નિષ્ણાંત ૨૫ જેટલા ખ્યાતનામ ડોકટરોએ તેમની અમૂલ્ય સેવા આપી હતી.
આ તકે ડેન્ટલનાં નિષ્ણાંત ડો. નિગમ બુચ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે, હાલ લોકોમાં અને બાળકોમાં સહેજ પણ જ્ઞાન નથી કે દાંતોનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ જેથી બાળકોનાં દાંતોનું નિદાન થાય તે મૂખ્ય હેતુ છે રોટરી ડોલ્સ મ્યુઝીયમનાં સંસ્થાપક ડો. મીનાક્ષા અગરવાલએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, રોટરી ડોલ્સનાં મ્યુઝીયમની વર્ષ ગાંઠ હોવાના કારણે દંત ચકાસણી કરવા પ્રેરીત થયા હતા. જેનું મુખ્ય કારણ એ છે કે તેઓને પણ ‚ટ કેનાલમાં તકલીફ પડતી હતી પરંતુ જયારે એ દર્દ નાના બાળકોમાં જોવા મળ્યો ત્યારથી તેઓ પ્રેરીત થયા છે.