આજના ડુડલીંગમાં લીટાના જ મૂળીયા છે: વાંકી-ચૂંકી લાઈન કે લીટા કરવાથી કંઈક નોખુ નિર્માણ થતું હોવાથી, આ મોર્ડન ક્રિએશનથી રીલેકસ ફીલ થાય છે
આ પ્રકૃતિ કરવાથી મગજ ફ્રેશ અને તણાવ મુકત રહેતા સર્જનાત્મકતા વધે છે:જે લોકોને આર્ટ ફાવતું નથી, તે પણ આ કરીને નિજાનંદ મેળવી શકે છે: યોગ્ય વ્યકિતના માર્ગદર્શન અને નિયમિત રિયાઝથી શ્રેષ્ઠ પરિણામ મળી શકેદુનિયાના કોઈપણ ચિત્ર નિર્માણમાં આડી, ઉભી, ત્રાસી અને વાંકી-ચૂકી લાઈનનોઉપયોગ હોય જ છે, તેના વગર કોઈ ચિત્ર નિર્માણ જ ન થઈ શકે. બાળપણમાં માતા-પિતા કે શિક્ષક બાળક લીટા કરતું હોયતોતેને અટકાવતા હતા, પણ આધુનિક સંશોધન અને રિસર્ચ પેપરોના તારણ તેમજ મનોવૈજ્ઞાનિકો નોંધ્યું કે બાળકો ની સર્જનાત્મકતાનાં મૂળમાં આ લીટા જ રહેલા છે. હાલના યુગમાં પ્રચલિત ડુડલીંગને આપણે દેશી ભાષામાં લીટાજ કહીએ છીએ. બધીજ કલાઓ રીલેકસ સાથષ મને મનોરંજન અને નિજાનંદ આપે છે, તેમાં ચિત્ર કલા તમને સૌથી વધુ આનંદિત કરે છે.
વિદેશોમાં બાળકોનાં સંર્વાંગી વિકાસ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ પર વિશેે ધ્યાન અપાય છે. જોય ફૂલ લર્નીંગમાં આજ વાત આવી શકે છે. લીટીલાઈન કે રેખાનું ચિત્ર કલામાં વિશેષ મહત્વ હોય છે. આજે મોટાભાગનાં લોકો સરખુ ગોળ પણ કરી શકતા નથી પેન ઉપાડયા વગર તમે તમારી મરજી મુજબ આમ તેમ કરતા જાવ ત્યારે બિયનરતા ચિત્રની સામે એકાગ્રતાથી જોશો તો તમને કંઈક નવું નિર્માણ કે ક્રિૈેશન દેખાવા લાગે છે, લીટી દોરતી વખતે ખંભો કોળી અને કાંડાની મુવમેન્ટ સૌથી અગત્યની છે. તમે ઘણીવાર લાકડાની ફૂટ જેવી પટ્ટીના આધારે પેઈન્ટરો વર્ક કરતા જોવા મળે છે, ત્યારે નકકી કરાય શકાય કે હાથના વણાંક કે મુવમેન્ટમાં આધાર જરૂરી છે.
આડા-અવળા કે મન ફાવે તેમ લીટા કરવાથી રીલેક્ષ ફીલ થાય, મગજ ફ્રેશ અને તણાવ મૂકત રહે છે. લીટા કરવાથી જ તમારી ર્જનાત્મકતા વધે છે.સાથોસાથ તમારી એકાગ્રતામાં વધારો થાય છે. જે લોકોને આર્ટ ફાવતુ જ નથી, તે પણ લીટા કરી શકે છે, બસ એની રીતો કે પધ્ધતિ જાણી લેવી પડે છે. સિકક્રબલીંગમાં આડી ઉભી અને ત્રાસી લાઈન સાથે વાંકી-ચૂકી લાઈનનો મહાવરો જરૂરી છે. લીટા કે ડુડલીંગ બાળકોથી લઈને મોટાને પણ ઉપયોગી છે. આઈ.ટી.ફિલ્ડમાં કામ કરતા લોકો તેમજ ટ્રેસ ફુલ જોબ કરતા લોકો માટે આ ખુબ ઉપયોગી સાબીત થયેલ છે.
આ ટેકનીકનો જયારે તમો ફ્રિ હો ત્યારે એક પ્રવૃત્તિના ભાગરૂપે કરતા રહેવાથી તમારી યાદ શકિત, ઈનોવેશન, લાગણીઓ, ટ્રેસ મુકત, શિખવાની પ્રક્રીયામા ઝડપ, નવા ચિત્ર બનાવવાની પ્રેરણા, તમારી જાતની ઓળખ, નવો આઈડીયા સાથે તમારા મૂડને ફ્રેશનેશ વધારે છે. ભણવામાં રસ ન હોય તેવા બાળકને આ પ્રવૃત્તિ કરાવવાથી તે એકટીવીટી બેઝ લર્નીંગને કારણે શીખવાની પ્રક્રિયામાં આનંદ સાથે જોડાવા લાગશે. આ પધ્ધતિ અતી સરળ,ખર્ચ વગરની હોવાથી ગમે તે કરી શકે છે.નાનપણથી જ આ ટેકનિકમાં બાળકને રસ લેતો કરવાથી તેનો વિકાસ ઝડપથી થશે.
ડુડલ એક પ્રકારનું ડ્રો,ઠગ છે, સાદી રેખાંક ન કે રેન્ડમ કે અમુક રેખાઓનાં વિવિધ આકારોથી બને છે. સામાન્ય રીતે કાગળ ઉપર પેન્સીલ ઉપાડયા વગર બ નતું ચિત્ર કે કૃતિને સ્ક્રિબલ કહેવાય છે. આ પ્રક્રિયામાં હાથ અને આંખનું સંકલન ખૂબજ જરૂરી છે. આજના સોશિયલ મીડીયાના યુગમાં આવ ડુડલીંગ આર્ટના ચિત્રો વધુ જોવા મળે છે. 17મી સદીના પ્રારંભે ડુડલ શબ્દનો અર્થ મૂર્ખ થતો હતો 18મી સદીમાં ડુડલનો અર્થ છેતરપીંડી કરવી કે મુર્ખ બનાવવું તેવો થતો હતો. ડુડલીંગ આર્ટ વ્યકિતની યાદશકિતમાં વધારો કરે છે. ડુડલિંગ કે લીટા આર્ટ રોગનિવારક ઉપકરણ તરીકે પણ કાર્ય કરે છે. એક સંશોધનમા એવું જાણવા મળ્યું કે તણાવ અને લાગણી દશાર્વતી વખતે તેમણે ડુડલનો સહારો લીધો કે તેને યાદ કર્યા હતા.
આજના યુગમાં ઘણા ઘરોમા તેના બાળકોએ દોરેલા ચિત્રોથી મુખ્ય હોલ સજાવતાજોવા મળે છે. બાળખોએ દોરેલા ચિત્રો તેના વ્યકિતત્વ અને ઈચ્છાઓ વ્યકત કરતા હોય છે. પેઈન્ટીંગ, કલરીંગ, ડ્રોઈંગ, સ્ક્રિલ્લિીંગ અને રંગપૂરણીના બાળકોનાં ચિત્ર ઉપરથી તેની લાગણી અને સમજનો ખ્યાલ આવે છે. બાળક ચિત્ર દોરે છે. તેમાં તેની માનસીકતા અને કલપના શકિત પ્રગટ થાય છે. આજ વસ્તુ આડા અવળા લીટા કરવાથી બનતા ચિત્રો જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. આબધી પ્રવૃત્તિ એવી છેજેમાં તમને આનંદમાં રહેતા શીખવે છે.તમારી આંગળીઓની સ્કિુલ ડેવલપ થાય છે.એક પ્રશ્ર્ન થાય કે શબ્દો મહાન કે ચિત્રો? તો એક વાત નકકી છે કેતમારા મગજમાં પડેલી છાપ ચિત્રો દ્વારા આકાર પામતી હોય છે. નાના બાળકોકે મોટેરાઓની અભિવ્યકિત અને કલ્પના શકિત ખીલવવા ચિત્ર પધ્ધતિ સૌથી શ્રેષ્ઠ ગણી શકાય છે. કોઈપણ વ્યકિત કે બાળખ એક નાનકડું ચિત્ર જોઈને તે વિશેઘણુ વર્ણન કરી શકે છે. ચિત્ર દ્વારા જ રસમય શિક્ષણનો અનુબંધ બાંધી શકાય છે. દરેક બાળક તેની ક્ષમતા મુજબ તે કલામા રસ લેતો હોય છે,જો તેને યોગ્ય માર્ગદર્શન અને પધ્ધતિસરની તાલીમ મળી જાય તો તે શ્રેષ્ઠ કલાકાર બની શકે છે.આજના ફેશન ડિઝાઈન, ફાઈન આર્ટ, ઈન્ટિરીઅર ડેકોરેશન વિગેરેમાં ચિત્રકલાનો શોખ સાથે આડા -ઉભા કે ત્રાસી લીટી કે વાંકી-ચૂંકી લીટી દ્વારા બનેલ ચિત્રોઘણા ઉપયોગી થતાં હોય છે. આજે સોશિયલ મીડિયામાં ઘણા વીડિયોમાં આવા ચિત્રો નિર્માણની કરામતો જોવા મળે છે, જેમાં 1 થી 10ના અંકો પરથી ચિત્રો બનાવવાનો વિડીયો ખુબજ જાણીતો બન્યો છે.
શું આપને આ ‘લીટા’ આર્ટ વિશે જાણવું છે?
પૃથ્વી પર વસતો કોઈ પણ માણસ આ લીટા કે ડુડલ ટેકનીક વિશે વિશેષ માહિતી મેળવીને, માર્ગદર્શન મુજબ નિયમિત પ્રેકટી કરે તો તે ચિત્રકાર બની શકે એમ છે, જરૂર છે માત્ર થોડો સમય ફાળવવાનો આની સાથે જોડાણથી તમોને માનસીક શાંતી પણ મળશે અને એકાગ્રતા ચોકસાઈ, આઈ એન્ડ હેન્ડ કોર્ડીનેશન જેવી ઘણી સારી વસ્તુઓની સુટેવપણ પડશે. આ માટે વિશેષ માહિતી મેળવવા સંજય કોરીયા મોબાઈલ નંબર 99791 00015 ઉપર સંપર્ક સાધવો.