ફલાઇગ ડાયનાસોશ નામની રાઇડ અધવચ્ચે અટકતા ૬૦ લોકો ઉંઘા માથે તમામનો ચમત્કારી બચાવ
રોલર કોસ્ટર અને ક્રેઝી રાઇડ જેવી એડવેન્ચર એકટીવીટી જીવનમાં એક વખત તો કરવી જ જોઇએ. પણ શું તેનાથી તમે જીવતા પાછા આવશો કે કેમ ? તેની ગેરેંટી કેટલી ? મજા માણવા માટે જાયન્ટ રોલર ક્રોસ્ટરમાં બેસવાનું પસંદ કરતા જાપાની લોકોની હાલત કફોડી બની હતી. એક અમ્યુઝમેન્ટ પાર્કની રોલર ક્રોસ્ટર અધવચ્ચે અટકતા ૬૦ લોકો બે કલાક સુધી ઉંઘા માથે લટકયા હતા.
જુરાસીક પાર્કથી પ્રેરીક ફલાઇંટ ડાયનોસર નામની રાઇડ રોલર કોસ્ટરમાં ૬૪ લોકો સવાર હતા જેમાં બે અલગ સવારઓ રોકી લેવાઇ હતી. રાઇડના ઉપર તરફની સ્પીડ દરમ્યાન અવરોધો થતાં રાઇડ અધવઘ્ધે અટકી પડતા સેફટી ડિવાઇઝ કાર્યરત કરાયા હતા જાપાનીઝ ન્યુઝપેપરે યુ ટયુબ પર વિડિયો પોસ્ટ કર્યો હતો. કુટેજમાં હેલીકોપ્ટર તેમજ સુરક્ષા સાધનોથી લોકોને સુરક્ષિત બચાવ્યા હતા.રોલર કોસ્ટરમાં સતત ર કલાક સુધી ઉંઘા માથે લટકાયા બાદ પણ કોઇને ઇજા પહોંચી ન હતી. ઘટનાની બે કલાક બાદ ફરીથી પાર્કમાં તેજ રાઇડમાં બેસવા લોકોની લાંબી લાઇનો લાગી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,