Abtak Media Google News
  • સ્વ. સંભાળ એ વ્યકિત પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવા કરે છે, જે તેમને ઉપલબ્ધ જ્ઞાન અને માહિતીની આધારે કરે છે:
  • પોતાના જાતની સંભાળ જીવનશૈલીનો એક મહત્વનો ભાગ: જે પોતાની જાતને પ્રેમી કરી શકે, તે જ બીજાને પ્રેમ કરી શકે
  • આંતર રાષ્ટ્રીય સ્વ-સંભાળ દિવસ
  • શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે, તમારી સંભાળ લેવા માટે તમારે જ કાર્યરત થવું પડે: સવારથી સાંજની તમારી દિનચર્યા પણ
  • સેલ્ફ કેર માટે અગત્યની: જુલાઇ માસ તેની વૈશ્ર્વિક જાગૃતિનો માસ ગણાય છે

પૃથ્વી પર વસતા દરેક માનવી માટે જીવનમાં કાળજી લેવી જરુરી છે. આપણે સાજા-માંદા હોય ત્યારે આપણી કાળજ બીજા લે, પણ આપણે માંદા જ ન પડી તેવી જીવનશૈલી સાથે પોતાની કાળજી એટલે સેલ્ફકેર કે સ્વ-સંભાળ આપણાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આ સંભાળ મહત્વની છે. નાનકડા બાળકના ઉછેરની જવાબદારી જેમ માતા લે છે, તેમ આપણે સમજણા કે મોટા થાય પછી લેવી જોઇએ, આજે પણ ઘણા લોકો સ્વ.-સંભાળને સ્વાર્થ વૃત્તિ સાથે સરખાવે છે, જે તદન ખોટી બાબત છે. આજે આંતરરાષ્ટ્રીય  સ્વ-સંભાળ દિવસ છે. વિશ્ર્વભરમાં જુન-24 થી જુલાઇ-24 સુધી જનજાગૃતિ માસ તરીકે વિશ્રવભરમાં ઉજવણી થાય છે. આપણાં વડીલો ઘણીવાર કહેતા હોય કે હવે મોટો થયો થોડી કાળજી લેવાની ટેવ પાડો, પોતાની સંભાળ લેનારનો સંર્વાગી વિકાસ ઝડપથી થતો હોય છે. જીવનમાં શરીરની સાથે કાર્ય, વ્યવહાર, પરિવારમાં, સંબંધોમાં આ સ્વ-સંભાળનું ઘણું મહત્વ છે.

સ્વ સંભાળ એ વ્યકિત પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવા કરે છે, જે તેમને ઉપલબ્ધ જ્ઞાન અને માહિતીના આધારે હોય છે. પોતાના જાતની સંભાળ જીવનશૈલીનો એક મહત્વનો ભાગ છે, જે પોતાની જાતને પ્રેમ કરી શકે, તે જ બીજાને પ્રેમ કરી શકે છે. તમારી પોતાની સંભાળ, તકેદારી, કાળજી તમારા શારિરીક, માનસિક અને ભાવનાત્મક સંભાળ પણ લે છે. તમારી દિનચર્યા જ એવી બનાવો કે તમારી જાતના આનંદ માટે પણ સમય કાઢવો જોઇએ, સ્વ-સંભાળ ચોવીસ કલાક સાથે વર્ષ ભેર તમારા માટે જ તમારે જ કરવાની હોવાથી જીવનનો આનંદ અને તમારી જાત સાથે વાતો કરવા અને તેના નિજાનંદ માટે સમય ફાળવવો જરુરી નહી, સારા જીવન માટે ફરજીયાત પણ છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા પ્રમાણે સ્વ-સંભાળને વ્યકિતઓ, પરિવારો અને સમુદાયો તેમના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે, રોગને અટકાવે છે. અને બીમારી કે અપંગતાનો સામનો કરે છે. આજે પણ વિશ્ર્વના 4.3 અબજ લોકોને આરોગ્ય સેવા અપૂરતી મળે છે. વિશ્ર્વની પાંચમાંથી એક વસ્તી માનવતા વાદી કટોકટીમાં જીવે છે. સ્વ-સંભાળ લોકોને પસંદગી અને વિકલ્પ આપે છે કે તેઓ જયાં પણ અને જયારે પણ ઇચ્છે ત્યારે આરોગ્ય સંભાળ લઇ શકે છે. થાકેલા, પ્રેરણાહીન અને અસ્વસ્થ ન રહેવું હોય તો આજથી જ તમારી જાતની સંભાળ લેતા શીખી જજો, સ્વ સંભાળમાં પોષણ, તણાવ ઘટાડવા અને કસરતનો સમાવેશ થાય છે. સેલ્ફ કેર વ્યકિતને ખુશ-સ્વસ્થ અને સ્થિતિ સ્થાપક રાખવામાં મદદ કરે છે. આજના યુગમાં ટેકનોલોજી અને જોબ સ્ટ્રેસને કારણે મોટાભાગના માનસિક બિમાર છે. સ્વ-સંભાળના કાળજી સભર પ્રેકિટસ હમેશા સરળ નથી, કારણ કે આપણીમાં ના મોટાભાગના લોકો આખો દિવસ વ્યસ્ત કરે છે, તણાવ પૂર્ણ કરે છે કે પોતાની જાત માટે તેની પાસે સમય જતન આજના યુગનો સૌથી મોટો પ્રશ્ર્ન પોતાની જાતની સંભાળ લેવા પણ તેની પાસે સમય નથી ત્યાં બીજી વાતો વિશે શં વિચારીએ

પોતાના જાતની સંભાળ કે સ્વ-સંભાળ માટે ઊંઘને તમારી નિયમિતતાનો ભાગ બનાવો, ભાવનાત્મક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે ઊંઘની મોટી અસર પડી શકે છે. તણાવ ઓછો કરવા પણ નવરાશની પળોમાં તમારી જાતને શાંત કરવાની વિવિધ રીતો અજમાવવી જરુરી છે. તમારૂ ટાઇમ ટેબલ જ એવું હોવું જોઇએ કે જેમાં આરામ માટે અને નિજાનંદ માટે સમય હોવા જરુરી, સકારાત્મક વિચારો અને સારા પુસ્તકોનું વાંચન અને ગમતાં મિત્રોની ટોળી પણ તમારી સ્વ-સંભાળને પ્રેરણા આપે છે. વિશ્ર્વભરનાં લોકો માટે સ્વ-સંભાળને પ્રાધાન્ય આપવા અને તેને તેમની જીવન શૈલીનો એક ભાગ બનાવવા આજનો દિવસ ઉજવાય છે. બીજા વિશ્ર્વ યુઘ્ધ પછી 1950 માં સ્વ-સંભાળનો વિચાર આવ્યો અને નાગરીક અધિકારી ચળવળથી લઇને તબીબી સમુદાયમાં માનસિક સ્વાસ્થ્યની પ્રગતિ સુધી અને શીત યુઘ્ધના અંત સુધી સ્વ-સંભાળનો વિચાર લોકપ્રિય થવા લાગ્યો છે.

યુ.કે. સ્થિત સંસ્થા ઇન્ટરનેશનલ સેલ્ફ-કે- ફાઉન્ડેશન દ્વારા સ્થાપના કરાય તે વર્ષ 2011 થી આ દિવસ વૈશ્ર્વિક સ્તરે ઉજવાય છે. દરેક વ્યકિતને પોતાની કાળજી લેવા માટે સચેત રહેવા પ્રોત્સાહીત કરવાની મહત્વની થીમ સાથે આ દિવસની ઉજવણી થાય છે. પૃથ્વી પર વસતા દરેક માનવીએ પોતાની કાળજી લેવામાં વ્યસ્કત રહેવું જ જોઇએ, જીવનની ઘણી સારી રીતોમાં સારી ઊંઘ, સ્વચ્છતા, તંદુરસ્ત આહાર લેવો, નાની-મોટી કસરત કે વ્યાયામ, પોતાની સીમાઓ નકકી કરવી અને પોતાની જાતને પ્રેમ કરવો જેવી વાતોનું પાલન કરવું હિતાવહ છે. નેગેટીવ વિચારોથી દૂર રહેવાથી માંદગી દૂર રહે છે.

સ્વ-સંભાળ શારીરિક સ્વાસ્થ્ય સુધારે છે, તે તણાવ અને ચિંતા ઘટાડીને માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. તે તમારામાં આત્મવિશ્ર્વાસ, ઉત્પાદકતા અને ખુશીમાં વધારો કરી શકે છે. સ્વ-સંભાળ કુટુંબ, મિત્રો, સહકાર્યકરો અને વધુ સાથે વધુ સારા સંબંધોને પ્રોત્સાહન આપી શકે છે. આ સંદર્ભેના શ્રેષ્ઠ પુસ્તકોમાં વાસ્તવિક દુનિયા માટે સ્વ-સંભાળ, સેલ્ફ કેર હેન્ડ બુક અને માઇન્ડ ફુલ્લી કેવી રીતે જીવવું અને તમારી સંભાળ રાખો જેવા છે, જે એકવાર અચૂક વાચવા જોઇએ. દિવસ દરમ્યાનની તમામી સ્વસ્થ આદતો  અને પ્રથાઓ દ્વારા થોડો પ્રેમ અને પ્રસંશા તમારી જાત પ્રત્યે દર્શાવો, સ્વ-સંભાળને તમે બે ભાગમાં વહેચી શકો જેમાં પ્રથમ સ્વ-સંભાળની ક્રિયા અને બીજુ તેની દરમિયાનગીરી આ વર્ષની થીમમાં પણ તહે ખાત્રી આપો કે તમે તમારી જાતની સંભાળ લેશોની વાત કરી છે.

આજનો દિવસ પોતાને પ્રેમ કરવા અને આપણા શરીર અને મનની સંભાળ રાખવાના મહત્વને સમર્પિત છે. તમારી સંભાળ રાખવી એ સ્વાર્થી નથી. તમારી સુખાકારી માટે સ્વ-સંભાળ આવશ્યક છે. નિયમિત શારીરિક પ્રવૃતિ કરવી જે હ્રદય, મન અને શરીર માટે ભારે સ્વાસ્થ્ય લાભ થાય છે. સતત થાક, ચીડિયાપણું, એકાગ્રતાનો અભાવ, ભુખમાં ફેરફાર, અતિશય લાગણી, નકારાત્મક વિચારો જેવી સમસ્યા હોય તો તમારે સ્વ-સંભાળની જરુરીયાત ગણી શકાય છે. આજની ફાસ્ટ લાઇફમાં દરેક માનવી પૈસા પાછળ આંધળી દોટ મુકી રહ્યો છે. તેવા સમયે પોતાના માટે કે સંતાનો માટે પણ સમય કાઢી નથી શકતો હોવાથી ઘણીવાર ગંભીર રોગોનો શિકાર બને છે. પોતાની જાત સાચવીને કરાતા કાર્યોના કારણે શારીરિક મુશ્કેલી ન આવતાં ગુણવતા સભર જીવન જીવી શકાય છે.

સાત પ્રકારના આરામ સ્વ-સંભાળ માટે જરૂરી

દરેકના જીવનમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક, સંવેદનાત્મક, સર્જનાત્મક, સામાજીક અને આઘ્યાત્મિક જેવા સાત પ્રકારનાં આરામ અતિ જરુરી છે. જીવન જીવવાની કલા દરેકે શીખવી જ પડશે, દરેક પ્રકારને સમજીને આપણે આપણાં જીવનના એવા ક્ષેત્રોને ઓળખવાની જરુર છે, જયાં આરામ પર ઘ્યાન કેન્દ્રીત કરી શકીએ અને તે મુજબ આપણી સ્વ-સંભાળને પ્રાથમિકતા આપી શકીએ, ગમતું સંગીત સાંભળવું, આંખો બંધ કરીને બેસવું, યોગ, ઘ્યાન સાથે એકલા સમય વિતાવવાની ટેવ પણએક પ્રકારે સ્વ-સંભાળનો એક ભાગ છે. તમને ગમતી પ્રવૃતિ કરો અને કુદરતી વાતાવરણના સ્થળોએ ફરવા જવાથી પણ તણાવ મુકત રહેવાથી જીવનનો સાચો આનંદ મળે છે.

“તમે જાતને સંભાળો, જાત તમને સંભાળશે”

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.