- વર્ષો પુર્વ આપણા પહેરવેશ, હેરસ્ટાઈલ અને જીવન શૈલી આજ કરતા જુદી હતી: સાદગી ભર્યું જીવન પ્રારંભે ફિલ્મોથી પ્રભાવીત થઈને બદલાયું: હીરો-હીરોઈનના વસ્ત્રો અને હેર સ્ટાઈલનો ક્રેઝ વધ્યો હતો: સાધના કટ તેમાં ઐતિહાસિક બદલાવ હતો
- વર્ષો પહેલા સાદા કપડામાંથી પેન્ટ-શર્ટ અને કોટ -ટાઈનો બદલાવ પણ ફિલ્મ થકી જ આવ્યો: ઈડિયટ બોકસ આવતા બાળથી મોટેરાના વસ્ત્રો અને જીવન શૈલી બદલાય
આજથી છ સાત દસકા પહેલાના બ્લેક એન્ડ વાઈટ ફોટામાં આપણા વડીલોના કપડા હેર સ્ટાઈલ જોઈએ ત્યારે આપણને આજે પથ્થરયુગનો અહેસાસ થાય છે. આપણી રહેણી કરણી વસ્ત્ર પરિધાનમાં બદલાવનો પ્રારંભ ફિલ્મ જોઈને વધુ થયો હતો. આજની બદલાયેલી જીવનશૈલીમાં ફિલ્મો ટીવી અને વિદેશી કલ્ચરનો ફાળો વિશેષ રહ્યો છે. અગાઉ બધા સ્ત્રીઓ સાડી જ પહેરતી હતી ને માથે ઓઢવાની પ્રથા પણ હતી પણ ધીમેધીમે આ પ્રથા લુપ્ત થઈ ગઈ હતી એ જમાનાની ફિલ્મો પણ સમાજનાં વિવિધ મુદાને સ્પર્શતી હતી. પહેલાનું જીવન સાદગીપૂર્ણ હતુ, જયારે આજે દેખાડો વધી ગયો છે. માસ્ટર ભગવાનની ફિલ્મ ‘અલબેલા’માં શોલાજો ભડકે ગીત એ જમાનામાં લોકોને ખુબજ પસંદ પડેલ આજની ડિસ્કો ડાન્સનો એ પ્રારંભ કાળ હતો. સ્ત્રીઓ પણ સાડીની જગ્યાએ ડ્રેસ પહેરવા લાગી હતી.
વર્ષો પહેલાનાં પહેરવેશ હિન્દી -અંગ્રેજી ફિલ્મો અને ટીવી જોવાની સાથે તેમાં બદલાવ આવ્યો હતો. બે ચોટલામાંથી એક ચોટલો કે ખુલ્લા વાળની સાથે હેર સ્ટાઈલમાં સાધના કટ ઐતિહાસીક બદલાવ હતો ફિલ્મોની અસર લોક માનસીક વિશેષ હોવાથી વસ્ત્રોથી લઈને હેર સ્ટાઈલ સહિત તમામમાં લોકો બદલાવ કરવા લાગ્યા હતા હીરોના લાંબા વાળ અને કલર કરેલા વાળની સ્ટાઈલનો ક્રેઝ રાજેશ ખન્નાની ફિલ્મ અપના દેશથી આવ્યોહતો. એ જમાનામાં ગરીબ શ્રીમંતની ભેદ રેખા ફિલ્મોમાં જોઈને લોકો પણ એ વિશે વિચારવા લાગ્યા હતા. પારિવારીક ફિલ્મો, પરિવાર તુટવો વ્યાજના ચક્રમાં ખેતી વહેચાઈ જવુ જેવી ફિલ્મો સમાજનું નિરૂપણ હતી.
રાજકુમારના સફેદ કપડાને સફેદ બૂટતો જીતેન્દ્રના ફિટ પેન્ટ અને ટી શર્ટ લોકોની પ્રથમ પસંદગી બની ગઈ હતી. ઈડીયટ બોકસના પ્રારંભે હમલોગ, નુકકડ જેવી ધારાવાહિક પારિવારીક હતી, બાદમાં આવેલી હસરતે સિરિયલથી યુવા વર્ગમાં તેનું આકર્ષણ વધ્યું હતુ. ટીવીમાં માત્ર દૂરદર્શન બા કેબલ યુગ અને ડાયરેકટ ટુ હોમ (ડીટીએચ) સેવા શરૂ થતા લોકો પે ચેનલ જોવા લાગ્યા હતા વિવિધ ટીવી શ્રેણીને કારણે મહિલાઓ તેના વિવિધ વસ્ત્રો પરિધાન, ઓર્નામેન્ટ પણ પહેરવા લાગ્યા હતા ભૂત-પ્રેત અને અંધ શ્રધ્ધાની વાતો લોકોમાં પ્રચલીત હોવાથી બોલીવુડે પણ હોસ્ટ ફિલ્મો બનાવવા લાગ્યા હતા. રામસે બ્રધર્સતો તેના માટે જાણીતા બની ગયા હતા. લોકોના પણ માનીતા કલાકારો જેવી હેર સ્ટાઈલ રાખવા લાગ્યા હતા. સંગીતમાં રસ લેતા ધણા ગીતો પણ ગાવા લાગ્યા ને તેમાંથી મ્યુઝીકલ પાર્ટીનો ઉદય થયો હતો.
સામાજીક પરિવર્તન એ સમાજમાં આવતું પરિવર્તન છે, જે સમયાંતરે આવતું જ રહે છે. જુદા જુદા સમાજોમાં પરિવર્તનના કારણો મુદા હોય શકે પણ ફિલ્મો ટીવી વિદેશી કલ્ચર અને શિક્ષણે તેમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. પરિવર્તન ઉપરથી સમાજની ગતિ અને દિશશ નકકી થાય છે. અને પરિવર્તન વગર કોઈ સમાજ જોવા મળતો નથી. આજે તો અભણ કે શ્રીમંત પહેરવેશ પરથી નકકી ન કરી શકો. છોકરા છોકરીના વસ્ત્રોમાં પણ હવે તો સામ્ય જોવા મળતા ઘરીવાર આપણે પણ વિચારીએ કે છોકરી છે કે છોકરો મોટા અને લાંબા વાળની ફેશન પ્રારંભે સુનિલદત્તે આજથી 64 વર્ષ પહેલા શરૂ કરી ને બાદમાં ઘણા કલાકારો હિપ્પી વાળ રાખવા માંડયા હતા.
ટીવી ફિલ્મોની અસર સારી પડી તેના કરતા ખરાબ અસર વધુ પડી હતી. ઈન્ટરનેટનો વ્યાપ વધતાં હવે પોર્નોગ્રાફી જેવું દુષણે તરૂણો કિશોરોને શિકાર બનાવ્યા છે. આજના યુગમાંટીવી સંચાર, માહિતી અને મનોરંજનનું અતૂટ માધ્યમ બની ગયું છે, પેલાતો અવું કશું જ નહોવાથી માત્ર ફિલ્મો એક જ માધ્યમ હતુ. એ જીવન શૈલીમાં તો માણસો માત્ર ફિલ્મના ફોટા જોઈને સંતોષ માનતો રેડીયો પણ મનોરંજનનો સાથી હતો. ટેવ લાવ્યા બાદ સીડી ડીવીડી પણ આવ્યા ને આજે તો મોબાઈલમાં આંગળીના ટેરવે હજારો ગીતોનો ખજાનો જોવા મળે છે. આ બધા ગેઝેટોની સૌથી મોટી અસર આપણાં સામાજીક સંબંધો ઉપર પડી છે. ફિલ્મો કે ઓટીટી ઉપરથી જોઈને તેના પરથી ચોરી ખૂન જેવી ઘટના પણ શીખવા લાગ્યા છે. હાઈ ફાઈ જીવન શૈલી જીવવા પૈસાની જરૂર પડતી હોવાથી ટુંકા અને ખરાબ રસ્તેથી યુવા ધન દોડવા લાગ્યો છે.પહેલાની ફિલ્મોની અસર બહુ નુકશાન વાળી કે સામાજીક સંબંધોને બહુ અસર ન કરતી હતી, ઉલ્ટાનું મોટાભાગે સામાજીક પ્રશ્ર્નોને વાચા આપતી હોવાથી લોક શિક્ષણનું કામ કરતી હતી. આજની ફિલ્મો અને ઓટીટી શ્રેણીનો ભયંકર નુકશાન કરેલ છે. વિદેશી કલ્ચરથી આજે આપણે આંધળા અનુકરણો ઘણી મુશ્કેલીઓ ઉભી કરી છે. પહેલાનો પારિવારીક ફિલ્મો એટલી કરૂણ હતી કે લોકો રડવા લાગતા હતા ત્યારની હોરર ફિલ્મોની અખબારી જાહેરાતમાં હોરર કે સસ્પેન્સ ફિલ્મોનો અંત ન કહેવો, અને કાચા હૃદય વાળાએ ફિલ્મ ન જોવાની નોંધ આવતી હતી. આજના બદલાયેલા વસ્ત્રો, સ્ટાઈલ, હેર સ્ટાઈલ, વિદેશી કલ્ચર જેવા બદલાવમાં ફિલ્મો ટીવીએ અગત્યની ભૂમિકા ભજવેલ છે.જૂની ફિલ્મોમાં એક પણ ખરાબ મેસેજ ન જાય તેનો ખ્યાલ રાખતા હતા. આજે તો ધુમ્રપાન-દારૂ નિર્લજજતા, અશ્ર્લીલતા વધુ જોવા મળતા સમાજ બગડી ગયો છે. ફિલ્મો ઉપરથી જ પ્રારંભ કાળમાં પણ લવ મેરેજ કે છોકરીભ ગાડી જવાના કિસ્સા બનતા પણ ઓછા, આજે તો આવી ઘટના સામાન્ય બની છે, તેના કારણોમાં ફિલ્મો ટીવી જ જવાબદાર છે. પહેલા શેરી રમતો, મેદાની રમતો કે પરિવાર સાથે અંતાક્ષરી જેવી રમતો જ મનોરંજન માટે હતી, જે આજે ઈલેકટ્રોનિક ગેઝેટે બધુ હાથમા લઈ લીધું છે. મૂંગી ફિલ્મો બાદ બોલતી ફિલ્મ આવ્યાથી શરૂ કરીને ગુજરાતી ફિલ્મોનો પણ યુગ ગામડાની સંસ્કૃતિ આધારીત હતો બદલાયેલા યુગ સાથે ગુજરાતી ુફલ્મો પણ હિન્દી ફિલ્મની અસર તકલે અર્બન મૂર્વીનું સ્વરૂપ લઈ લીધેલ છે.