જમીન વાવવા રાખેલી તેના હિસાબ પેટે 78 હજાર ન આપતા અને મામીએ પ્રેમલગ્ન કરતા તેનો ખાર રાખી મામીને મારમારીઅને તેના પ્રેમીને પતાવી દેવાનું કાવત્રુ ધડયાનો ધટસ્ફોટ: ક્રાઇમ બ્રાંચે પાંચ શખ્સોને દબોચી લીધા: એકની શોધખોળ
ભરનિંદ્રામાં રહેલા દંપતિ પર તિક્ષ્ણ હથિયારથી માર મારી રૂપિયા 1.99 લાખની લુંટ ચલાવી તી
શહેરની ભાગોળે આવેલા કુવાડવા રોડ નજીક સણોસરા ગામની સીમમાં દોઢ માસ પૂર્વે દંપતિ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી રૂ. ર લાખની મત્તાની સનસનાટી ભરી લુંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી દાહોદ પંથકની શ્રમિક ટોળકીના ચાર શખ્સોની ધરપકડ કરી ત્રણ મોબાઇલ કબ્જે કર્યો છે. મુખ્ય સુત્રધાર ની મામીએ કરેલા પ્રેમલગ્ન અને વાવવા રાખેલી જમીન પેટે નીકળતી રકમ રૂ. 78 હજર આપતા ન હોવાથી ખેડુતનું ઢીમઢાળી દેવા અને મામીને માર મારવાનો સુત્રધારની મદદથી પ્લાન બનાવ્યાની કબુલાત આપી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરર્શીદ અહેમદે આપેલી સુચનાને પગલે ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એ.સી.પી. ડી.વી. બસીયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. જે.વી. ધોળા સહીતનો સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.કુવાડવા નજીક સણોદરા ગામે રહેતા જયંતિભાઇ ઠુમરની વાડી વાવતા વિરજીભાઇ કોળી અને તેના પત્ની કાંન્તાબેન તા. 13 માર્ચની રાત્રિએ સુતા હતા ત્યારે તેના પર હુમલો કરી લુંટ ચલાવવાના ગુનામાં દાહોદ પંથકના વાંકીયા ના વિજય ભાવસીંગ મોહનીયા, ગરબાડાના અરવિંદ વેસ્તા હઠીલા, લખમણ છનુ ભુરીયા અને મેસુબ વીરસીંગ ભુરીયા નામના શખ્સો ની સંડોવણી હોવાની ક્રાઇમ બ્રાચના પ્રદિપસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, અમીતભાઇ અગ્રાવતને મળેલી બાતમીના આધારે પી.એસઆઇ. એમ.જે હુણ સહીતના સ્ટાફે દરોડો પાડી ધરપકડ કરી છે.
ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પુછપરછમાં આરોપી પૈકી વિજય મોહનીયા નામનો શખસ અલગ અલગ સ્થળે ખેતીકામ કરે છે અને તેના મામી કાન્તાબેન સોમાભાઇ નામની મહિલા રાજકોટ નજીક સણોસરા ગામે જમીન વાવે છે તેણે ગત વર્ષે જમીન વાવવા માટે વિજય અને તેની પત્ની સરલાબેનને બોલાવેલા જયાં જયંતિભાઇની જમીન મામી કાંન્તાબેન વાવતા હોય તેમાંથી વિજયને આપી હતી. જમીન વાવવા ના ત્રણેક માસ બાદ મામી કાન્તાબેનને વિરજી કોળી નામના શ્રમિક સાથે અનૈતિક સંબધ હતા અને તેની મામીએ તેની સાથે પ્રેમલગ્ન કરી લીધાની જાણ થતાં વિજયે તેના મામીને આ બાબતે ત્રણેક વખત સમજાવેલ પરંતુ માનેલ હતા નહી.કાન્તાબેને પોતાના ત્યાંથી નીકળી જવાનું કહેતા બાદ જમીન વાવવા રાખેલ 78 હજાર હિસાબ પેટે આપેલ ન હતા અને દિવાળી પછી વિજય પોતાના વતન જતો રહ્યો હતો ત્યાં પોતાના સાથીઓ સાથે મામી કાન્તાબેન સાથે લગ્ન કરનાર વિરજીને મારી નાખવા અને મામી કાન્તાબેન માર મારી નાખવા અને મામી કાન્તાબેન માર મારી રોકડ અને ધરેણા લુેંટી લેવાનો પ્લાન બનાવ્યાની કબુલાત આપી હતી.
આ ગુનામાં મહેશ રેવા મોહનીયા નામનો શખ્સ નાશતો ફરતો હોવાથી તેને ઝડપી લીવા અને મુદામાલ કબ્જે કરવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.ઝડપાયેલા લક્ષ્મણ છનુ ભુરીયા નામના શખ્સ સામે જામજોધપુર, કાલાવડ, લાલપુર, અને જામનગર પંથકમાં મળી 1ર ચોરીના ગુનામાં સંડોવાયાની કબુલાત આપી છે. વિરેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપર અને પ્રદીપસિંહ જાડેજા સહિત સ્ટાફે કામગીરી બજાવ હતી.