આજી ડેમ પોલીસે સુત્રધાર સહિત પાંચને દબોચી લીધા: મોબાઈલ, રિક્ષા અને રોકડા મળી રૂ.65 હજારનો મુદામાલ કબ્જે
શહેરનાં ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે એક સપ્તાહ પાસે મિકેનીકલ એન્જીનીયરને મારમારી ગંભીર ઈજા પહોચાડી લૂંટી લેનાર પાંચ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વદુ વિગત મુજબ રીંગ રોડ નજીક સ્વાતિ રેસીડેન્સીમાં રહેતા અને મિકેનીકલ એન્જીનીયર દિલીપભાઈ જગદીશભાઈ મોડાસીયા નામના 26 વર્ષિય યુંવક મોરબીથી રાજકોટ ખાતે અપડાઉન કરે છે. ત્યારે ગત તા.24 માર્ચના રોજ મોરબીથી કામેથી રાજકોટ આવ્યા હતા રીક્ષામા બેસી ને ગોંડલ ચોકડી પાસે ઉતરી પોતાના ઘરે ચાલીને જતા હતો ત્યારે માલધારી ફાટક પાસે રેલવેનાપાટા ક્રોસ કરી રહ્યો હોય ત્યારે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી મોબાઈલ અને રોકડા રૂા. 700 લૂંટ ચલાવ્યાની આજી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
આજી ડેમ પોલીસ મથકનાં સ્ટાફ દ્વારા લૂંટનો પડકાર જનક કેસનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ અને બાતમી દ્વારાની મદદથી તેમજ રેલવેના પાટા પાસે પડયા પાથર્યા રહેતો શખ્સોની યાદી બનાવી હતી.
પીઆઈ વી.જે.ચાવડા સહિતના સ્ટાફને મળેલીચોકકસ બાતમીનાં લોહાનગરમાં રહેતો કિશન હસમુખ અંગેસાણીયા, મુળ ગોંડલનો અને રામાપીર ચોકડી પાસે રહેતો ધર્મેશ ઉર્ફે જીગો પરસોતમ સોલંકી, લોહાનગર મફતીયાપરામાં રહેતો સુનિલ ઉર્ફે આર્યન ઉર્ફે જીણકો ભાવેશ શિયાળ, રાહુલ ઉર્ફે રોહિત સુનિલ સોલંકી અને કુલદીપ ઉર્ફે રોહન ઉર્ફે બોકડો સુનિલ સોલંકીની સંડોવણી હોવાની મળેલી માહિતીના આધારે પાંચેય શખ્સોની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં તેણે મોટો માલ હોવાની શંકાએ છરી વડે હુમલો કરી લૂંટને અંજામ આપ્યાની કબુલાત આપી છે.ઝડપાયેલો કિશન અગેસાણીયા કોળી અગાઉ ભકિતનગર મથક વિસ્તારમાં ચોરી અને એ.ટી.એમ. તોડી ચોરી કરી ધર્મેશ ઉર્ફે જીગો સોલંકીએ ગાંધીગ્રામ અને માલવીયાનગર પોલીસ મથકનાં ચોપડે ચડી ચૂકયો છે.પોલીસે મોબાઈલ સીએનજી રીક્ષા રોકડા અને છરી મળી રૂ. 65 હજારનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.