કેમ્પસના એન્ટ્રી ગેટી સર્કલ તરફ અને સર્કલી મુખ્ય ભવન જતો રસ્તો ફોર લેન બનશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન્ટ્રી ગેટી સર્કલ સુધી અને સર્કલી આગળ ૨૦૦ મીટર સુધીનો રસ્તો ૧૮ ફૂટ પહોળો થશે જેમાં ૨૨ ફૂટનો રસ્તો પહોળો થઈને હવે ૪૦ ફૂટનો બનશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટ્રાર ડો.ધીરેનભાઈ પંડયાના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસના એન્ટ્રી ગેટી સર્કલ સુધીનો રસ્તો પહોળો થઈ ચૂકયો છે અને ફોર લેન બની ચૂકયો છે અને હવે સર્કલી આગળ ૨૦૦ મીટર સુધીના રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ રસ્તો પણ ફોરલેન બનાવવામાં આવશે. સર્કલી મુખ્ય ભવનનો રસ્તો સીંગલ પટ્ટી હોવાથી અકસ્માત થવાની ભીતિ રહેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેઈટી સર્કલ તરફ જે ટર્ન છે તે વધુ ભયજનક હોય ત્યાં અકસ્માત સર્જાવાનું જોખમ વધુ રહેલું છે. તેમજ ત્યાંથી સિટી બસો અવાર નવાર જતી હોય છે. જેને લઈને અકસ્માત ન સર્જાય તે માટે ૧૮ ફૂટ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અંદાજે ૩ થી ૪ માસમાં જ આ રસ્તો પહોળો થઈ જશે.
ક્રોષ કન્ટ્રી રેસમાં હવે ભાઈઓ અને બહેનો માટે ૧૦ કિ.મી.ની સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટસ કેલેન્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ક્રોષ કન્ટ્રી રેસમાં ભાઈઓ અને બહેનો માટે ૨૦ કિ.મી.ની સ્પર્ધા યોજાશે. અગાઉ ભાઈઓ ૧૨.૫૦ કિ.મી અને બહેનો ૬ કિ.મી.ની રેસ યોજાતી હતી પરંતુ હવે તેમાં ફેરફાર કરાયો છે.
સૌ.યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક દિપક રાવલના જણાવ્યાનુસાર એથ્લેટીક ફેડરેશન ઓફ ઈન્ડિયાના નિયમ અને એસો. ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીની ગાઈડ લાઈન પ્રમાણે ક્રોસ કન્ટ્રી રેસમાં ફેરફાર કરાયો છે. હવે ભાઈઓ અને બહેનો ૧૦ કિ.મી.ની રેસમાં દોડશે.
આગામી ૮ ઓગષ્ટે દીવનથી ગવર્મેન્ટ કોલેજ ખાતે ક્રોષ કન્ટ્રી રેસની સ્પર્ધા યોજાનાર છે. જેમાં વધારેમાં વધારે ભાઈઓ-બહેનો ભાગ લે તે માટે અત્યારી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.