મંદિરે દર્શન કરવા માટે યાત્રીકોએ લાબું અંતર કાપવું પડે છે.: બેસવાની વ્યવસ્થાનો પણ અભાવ
સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થે આવતા વૃધ્ધો, દિવ્યાંગો, મહીલાઓ બાળકો ને, આ ધોમધખતા તાપ માં, બહુ લાંબુ અંતર કાપી ને દર્શન માટે જવું પડે છે.
મંદીર ના રસ્તા ઉપર ક્યાંય બેસવા માટે ની વ્યવસ્થા નથી. તેમજ સામાન્ય માણસ માટે શુદ્ધ, ઠંડા પીવા લાયક પાણી ની વ્યવસ્થા નથી.
સોમનાથ મંદિર ખાતે આવેલ જુના સોમનાથ (અહલ્યાબાઇ મંદિર) નું પણ એટલું જ મહત્વ છે. પરંતુ વહિવટી અણઆવડત અને મનસ્વી વલણ ના લીધે, દર્શનાર્થે આવેલ યાત્રીઓ ને, જુના સોમનાથ મંદિર ખાતે જાવા માટે નો રસ્તો જ બંધ કરી દીધો છે. જેથી દર્શનાર્થીઓ ની લાગણી દુભાય છે. અને જૂના સોમનાથ મંદિર પાસે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર માં નાનો વેપાર કરી ગુજરાન ચલાવતા વેપારીઓ ની હાલત કફોડી બની ગઈ છે.
આવતા દિવસો માં, જવાબદાર વહીવટી તંત્ર તરફથી શોપિંગ સેન્ટર ના વેપારીઓ ની માંગણીઓ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે, તો વેપારીઓ આકરા પગલાં લેવા ના મૂડ માં આવી ગયા છે. જેના ભાગ રૂપે, અને ભવિષ્ય ના એકશન પ્લાન ની તૈયારી કરવા આજરોજ સોમનાથ શોપિંગ માં તત્કાલ મિટિંગ બોલાવેલ છે. આના ઉપર થી કહી શકાય કે, ભવિષ્ય માં નવા જૂની ના એંધાણ દેખાય રહ્યા છે. વિરોધ નું રણશીંગું ફૂંકાય ચૂક્યું છે.