સ્થાનિકોમાં આક્રોશ: વાહન ચાલકોને હાલાકી
જામનગર જિલ્લાના કાલાવડના નવાગામથી ચાવંડી તેમજ નવાગામથી વાવડી તરફ જવાનો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયો છે. રસ્તા પર ઠેર ઠેર નાના મોટા ગાબડાના કારણે આવા ગમનમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે રસ્તા મુદ્દે સ્થાનીક લોકોમાં પણ પરોક્ષ આક્રોશ છવાયો છે.
કાલાવડ તાલુકાના નવાગામથી ચાવંડી તરફ જતો તેમજ નવાગામથી વાવડી તરફ જતો રસ્તો છેલ્લો કેટલાક સમયથી બિસ્માર બન્યો છે આ માર્ગ પર ઠેર ઠેર નાના મોટા ગાબડા સાથે રસ્તા પર કાંકરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ખખડધજ માર્ગના કારણે આવા ગમન કરતા નાના મોટા વાહનોના ચાલકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
ઠેર નાના મોટા ગાબડા સાથ રસ્તા પર કાંકરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લાંબા સમયથી ખખડધજ માર્ગના કારણે આવા ગમન કરતા નાના મોટા વાહનોના ચાલકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
દરરોજ સ્થાનીક લોકોને અવર જવર માટે ઉપયોગી માર્ગ બિસ્માર બનતા લોકોમાં પણ આક્રોશ છવાયો છે. સ્થાનીક લોકોએ છેલ્લા કેટલાક સમયથી બદતર સ્થિતીમાં તબદીલ માર્ગ શું કોઇ શાસક કે વિપક્ષને દેખાતો નથી ? એવો પરોક્ષ આક્રોશ પણ વ્યકત કરી રહ્યા છે.