દાંડિયા હનુમાનથી લાલ બંગલા તરફ સાત રસ્તા સર્કલથી અંબર ચોકડી તરફ ગુરૂદ્વારાનું જંકશન બંધ રહેશે
જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે વરસાદી પાણી ના નિકાલ માટેની કેનાલ નવી બનાવવા અને વરસાદના પાણીની નિકાલ માટેની કેનાલ ને જોડવા માટેની કામગીરીના ભાગરૂપે જામનગરના જી.જી. હોસ્પિટલ રોડ થી લાલ બંગલા તરફ નો રોડ ગુરુ દ્વારા ચોકડી પાસે દોઢ મહિના માટેનો જાહેરનામું બહાર પાડીને વાહનની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
જામનગરમાં ઇન્દિરા માર્ગ પર સાત રસ્તા સર્કલ ફ્રી સુભાષ બ્રિજ સુધી નવા ફ્લાય ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે, અને તળાવ ની વેસ્ટ વિયર કેનાલ કે જે કેનાલ મારફતે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જે સાત રસ્તાથી અંબર ચોકડી સુધીની કેનાલ કે જે નવી બનાવવામાં આવી રહી છે. જે ગુરુ દ્વારા ચોકડી પાસેથી વરસાદી પાણીનો નિકાલ કરાવવા કરવા માટે કેનાલ ને સીધી બનાવીને રોડ ક્રોસ કરવામાં આવી રહ્યો છે.
જે કામગીરી માટે દાંડિયા હનુમાન થી લાલ બંગલા તરફ નો માર્ગ દોઢ માસ માટે બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને આગામી આવતી તારીખ 1.4.2023 થી 15.5.2023 સુધી એટલે કે દોઢ માસ માટે ઉપરોક્ત માર્ગ વાહનોની અવરજવર માટે બંધ રહેશે, તે પ્રકારે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.
ઉપરોક્ત માર્ગ બંધ રાખવા ના જાહેરનામાના અનુસંધાને ગુરુદ્વારા ચોકડીથી દાંડિયા હનુમાન મંદિર તરફ જવાનો માર્ગ બંધ રહેવાથી તેની વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે સાત રસ્તા તરફથી જુના રેલ્વે સ્ટેશન તરફ તથા લાલ બંગલા સર્કલ તરફથી આવતા વાહનો માટે વાલકેશ્વરી નગરી ફેસ -2 અને ફેસ-3 ના તમામ રસ્તાઓ તેમજ મંગલબાગ અને સ્વસ્તિક સોસાયટી જી.જી. હોસ્પિટલ તરફનો રોડ તેમજ અંબર ક્રોસિંગ થી હોસ્પિટલ તરફ નો રોડ ચાલુ રહેશે, અને પ્રત્યેક વાહન ચાલકોએ ત્યાંથી અવર-જવર કરવા અનુરોધ કરાયો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે હાલ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે, જેમના દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.