વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે નિશ્ચિત પણે આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ,ત્યારે અર્થતંત્રની સ્થિતિ રાજા ની કુંવરી ની જેમ દિન દુગની રાત ચો ગુની. સુધરતી જાય છે, અત્યારે આઝાદીના 75 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશમાં “અમૃત મહોત્સવ” ઉજવાય છે. પરંતુ જોવા જઈએ તો અર્થતંત્રના વિકાસ માટે અત્યારે દૂરંદેશી નીતિ અને આત્મનિર્ભર ભારતના મહેનતુ અધ્યાયથી ’અર્થતંત્રનો સુવર્ણકાળ” ચાલી રહ્યો છે..
વૈશ્વિક મૂડી બજાર અને વિવિધ દેશના અર્થતંત્રો અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળોને લઈને આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતમાં આર્થિક વૃદ્ધિદર અપેક્ષા કરતાં પણ સારી રીતે આગળ વધી રહ્યો છે.
કોરોના મહામારી ના લોકડાઉન. વૈશ્વિક મંદી ઉત્પાદન વૃદ્ધિમાં અવરોધ આરોગ્ય ક્ષેત્રે અસહ્ય ખર્ચ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ભાવોની વિસંગતતા થી અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા ,ચીન અને જાપાન જેવા મોટા ગજાના સમૃદ્ધ દેશો પણ હચમતી ઉઠ્યા હતા, ત્યારે ભારતના આર્થિક નિષ્ણાતો અને દેશના સુકાનીઓ દ્વારા લાંબા ગાળાની આર્થિક નક્કર નીતિ અને ઘર આંગણે આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારની ભાવોની વધઘટ સામે ભાવ સંતુલન અને સ્ટોક લિમિટેશન ની રણનીતિથી વિદેશી મુદ્રા મા સંતુલન જાળવીને જે આર્થિક તરલતા પ્રાપ્ત કરી હતી તેના હવે સારા પરિણામો દેખાઈ રહ્યા છે. સાથે સાથે કૃષિ વિકાસ દર પ્રાપ્ત કરવા માટે કૃષિમાં નવી ટેકનોલોજી આવિષ્કાર . પ્રવાહી ખાતરની ઉપલબ્ધિ અને ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે જે પગલાં લીધા છે તેનાથી કૃષિ ઉત્પાદનમાં આવેલા વધારાને લઈને વિકાસ દર સધ્ધર બન્યું છે સાથે સાથે આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે દેણું કરીને ઘી પીવાય ની નીતિ ને મોખરે કરીને માળખાગત સુવિધાઓ વધારવામાં રાખવામાં આવેલી ચીવટના પરિણામો હવે દેખાવા લાગ્યા છે
માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ઔદ્યોગિક ઉત્પાદનના વધારા અને આત્મનિર્ભર ભારતના ક્ધસેપ્ટના કારણે હવે ઘરેલુ ઉત્પાદનો નો વ્યાપ મા કૃષિ ઓજારોથી લઈને સંરક્ષણના સાધનો સુધી વધી ચૂક્યો છે. મિશન મૂનમાં સફળ થયેલા ચંદ્રયાન ત્રણ ના સ્પેરપાર્ટ રાજકોટમાં બન્યા હોય તે વાત જેવી તેવી નથી… આંતર માળખાકીય સુવિધા ઉપલબ્ધ થતા અનેક વસ્તુઓની આયાત કરવાની હવે જરૂર નથી સ્વદેશી વસ્તુઓ આયાતની અવેજીમાં વપરાતા હુંડિયામણ વિદેશ જતું બચી રહ્યું છે અને તેના ફળ અર્થતંત્ર માં દેખાઈ રહ્યા છે.
ભારતને પાંચ અમેરિકન ડોલર નો અર્થ તંત્ર બનાવવા માટે આવી નાની નાની વસ્તુઓ મોટા ફળ આપનારી બને છે. આંતરમાળખાકીય સુવિધા માટેની મહેનત હવે લેખે લાગી હોય તેમ અર્થતંત્ર વધુ સધ્ધર બની રહ્યું છે તેમાં બે મત નથી અને માળખાગત સુવિધા ની ઉપલબ્ધિ થી વૈશ્વિક આર્થિક મહાસત્તા બનવાનો ભારત માટે રોડ મેપ તૈયાર થવા લાગ્યો છે તેમ કહેવું જરા પણ હવે અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય