ધારાસભ્ય અંબરીશ ડેરની રજૂઆત સફળ: શેષ નારાયણબાપુના હસ્તે ખાતમુહૂર્ત
રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા કરાયેલી રજુઆતનાં અનુસંધાને વિકટરથી આસરાણા ચોકડી સુધીનો રોડ ૧૭ કરોડના ખર્ચે ડામરથી મઢાશે. આ રોડનું ખાતમુહૂર્ત હોડાવાળી ખોડિયાર માંડળનાં મહંત શ્રી શેશનારાયણગીરી બાપુના વરદ હસ્તે કરવામાં આવેલ છે. આ રોડની પહોળાઈમાં પણ વધારો કરવામાં આવેલ છે. જે ૫.૫૦ મીટર પહોળાઈમાંથી ૧૦ મીટર પહોળાઈનો રોડ બનાવવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી આ રોડ બિસ્માર હાલતમાં હોય આ અંગે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા અવાર-નવાર રજુઆત કરવાને કારણે તેમજ ગત વિધાનસભામાં પણ રજુઆત કરવાને કારણે મંજુર થયેલ છે અને અંબરીશભાઈ ડેરની મહેનત રંગ લાવેલ છે.
આ રોડ મંજુર થતા ડુંગર, વિકટર, માંડળ તથા આસરાણા સુધીના ગામોને લાભ થશે. તેમજ મહુવા જવાવાળા લોકોને પણ સારા રોડનો લાભ મળશે.
આ તકે ભોળાભાઈ હડિયા, ભીખાભાઈ પીંજર, માધુભાઈ લાડુમોર, ઉકાભાઈ સરપંચ, કનુભાઈ ધાખડા, હમીરભાઈ, ચંપુભાઈ, કનુભાઈ પોપટ, નાઝભાઈ મેગળ, નાગભાઈ મેગળ, રાણીંગભાઈ, પીઠાભાઈ મેંગળા, આતુભાઈ, બી.કે.નકુમ, લીયાકતઅલી, બાબુભાઈ મકવાણા, સોમાતભાઈ તથા પુંજાભાઈ, પથુભાઈ પોપટ, ઉનડભાઈ મેંગળ તથા
અન્ય મિત્રો ઉપસ્થિત રહેલ હતા. આ વિસ્તારનો આ મહત્વનો રોડ હોય અને ઘણા સમયથી હાલાકીનો સામનો કરી રહેલ હોય જેનો આ રોડનું ખાતમુહૂર્ત થઈ જતા આજે અંત આવેલ છે.