કુંકાવાવથી માત્ર ૬ કી.મી.ના રસ્તાની વખતો વખતની માંગ બહુ લાંબા વર્ષે રંગલાવી છે. જુનાગઢ, પરબધામ જવાનો આ શોર્ટ કટ રસ્તો રાજાશાહી વખતમાં ગાડા રસ્તો હતો. ત્યારબાદ રસ્તો બનાવવા મેટલ તો કયારેય માટી પાથરવામાં આવતી હતી. જો કે કાગળ પર ઘણીવાર રસ્તો બન્યાની ચર્ચા કરી રહ્યા છે.
પરંતુ આ રસ્તા પર પ્રથમ વાર જ ડામર રોડનું કામ થતાં બંને ગામ કુંકાવાવ નાજાપુર ના લોકોમાં ખુશી જોવા મળી તો સાથે નાની એવી માંગ પણ કરી રહેલ છે. કે રસ્તાની બન્ને સાઇડમાં માટીનું પુરાણ કરવામાં આવે કે જેથી નવો બનેલ રોડ વધુ સમય સુધી સારો રહી શકે વખતો વખતની રજુઆત કરતા લોકો તેમજ ન્યુજ પ્રસિઘ્ધ કરતા અખબારને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. કે જેમના સહયોગથી આજે સીતેર વર્ષે પણ પ્રથમવાર ડામર રસ્તાનું નિર્માણ કરાવ્યું છે પ્રજાના પ્રશ્નને વાંચા આપી છે.