સીમેન્ટ ક્રોકીટ રોડ બનાવવા માટે રૂ.૩.૪૫ કરોડનો ખર્ચ મંજૂર
વોર્ડ નં.૧૧માં મવડી મેઈન રોડ પર બાપાસીતારામ ચોકી સ્વામિનારાયણ ગુરૂકુળ સુધીનો એક કિ.મી. સુધીનો ૧૨ મીટરનો ટીપી રોડ સીમેન્ટ ક્રોકીટ રોડ કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં રૂ.૩.૪૫ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
વોર્ડ નં.૧૧માં મવડી મેઈન રોડી બીડી કામદાર સોસાયટી સુધીના ૧૨ મીટર ટીપી રોડને સીમેન્ટ ક્રોકીટનો કરવા માટે રૂ.૩.૩૧ કરોડનું એસ્ટીમેન્ટ રાખવામાં આવ્યું હતું. ટેન્ડર દરમિયાન આ કામ ૩.૯૯ ટકા વધુ ભાવી કરી આપવા હિન્દુસ્તાન પ્રોજેકટ લી. દ્વારા તૈયારી દર્શાવવામા આવી હતી. આજે સ્ટેન્ડીંગ બેઠકમાં મવડી મેઈન રોડ પર બાપાસીતારામ ચોકી સ્વામીનારાયણ ગુરુકુળ સુધીનો ચોક સીમેન્ટ ક્રોકીટનો કરવા માટે રૂ.૩.૭૫ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com