વિધાનગરના રહીશો દ્વારા ટુંક સમયમાં રોડનું કામ ચાલુ નહિ થાય તો ચકકાજામની ચમકી

ઉના શહેર ના ૩૫%થી વધુ લોકો જ્યાં વસવાટ કરે છે તે વિદ્યાનગર રોડ કે જે દીવ નો પણ મુખ્ય હાઇવે છે તે ૨૦૧૫ માં ભૂગર્ભ ગટર ના કામ માં ખોદી નાખેલ અને ત્યાર બાદ આજે ૨.૫ વર્ષ થી વધુ નો સમય વીત્યો આ રોડ નું નવીનીકરણ હાથ ધરાયુ નથી એક તરફ દીવ માં ફરવા હજારો પ્રવાસી આવતા હોય છે તો બીજી તરફ નવાબંદર અને રાજપરા બંદર નો પણ આજ મુખ્ય રોડ છે જેના કારણે ભારે ટ્રાફિક ધરાવતા આ રોડ ની એક સાઈડ આખી ખોદી નાખી છે અને તેમાં માટી પુરી છે જરાક અમથો વરસાદ આવે એટલે સમગ્ર રોડ કાદવ કીચડ વાળો થઈ જાય છે અને નાના મોટા વાહનો એમા ખૂંચી જય છે ઉના નો વિદ્યાનગર વિસ્તાર પણ આજ રોડ પર આવેલ છે જેમાં લોકો ને ના છૂટકે આ રોડ પર પ્રવાસ કરવો પડે છે

સ્કૂલ ની રીક્ષા ઓ માં બાળકો પણ જીવ ના જોખમે સવારી કરે છે રોડ માટે ગત સાલ વિદ્યાનગર ના લોકો દ્વારા રોડ ચક્કાજામ સહિત ના કાર્યક્રમો કર્યા હતા પરંતુ રોડ ને નવો બનાવા ને બદલે એમા થિંગડા મારી ને વરસ આખું કાઢી નાખ્યું હતું ..એક તરફ વધુ ટ્રાફિક ના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો બને છે તો બીજી તરફ ભૂગર્ભ ગટર ના ઢાંકણા રોડ ની ઉપર આવી ગયા છે જેના કારણે અકસ્માતો માં વધારો થયો છે હવે બંદર પણ બધા ધમધમતા થયા છે જેનું ટ્રાફિક પણ વધશે ત્યારે નેશનલ હાઇવે આ રોડ નું નવીની કરણ કરે તેવી માંગ ઉઠવા પામી છે સાથે રોડ ની બદતર હાલત ના પરિણામે ટુરિઝમ ને પણ અસર થઈ રહી છે તો સાથે દિવસ ભર ધૂળ ઉડવા ના કારણે લોકો ના સ્વાસ્થ્ય ને પણ અસર થાય છે ત્યારે વિદ્યાનગર ના રહેવાસી ઓ દ્વારા ટુક સમય માં રોડ નું કામ ચાલુ નહિ થાય તો ચક્કાજામ ની ચીમકી પણ આપી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.