- ત્રણ વખત ધારાસભ્ય બદલાયા અને સાંસદો પણ બદલાયા છતાં રોડની કામગીરી હજુ સુધી અધ્ધરતાલ!
સુરેન્દ્રનગર વઢવાણ શહેર એટલે એક જોડ્યું નગર બની ગયું છે ત્યારે આ નેશનલ હાઈવે ઉપર અનેક પ્રકારના નેશનલ હાઈવે પણ પસાર થઈ રહ્યા છે ત્યારે હાલમાં વાત કરવા જઈએ તો વઢવાણ શહેરમાંથી પસાર થતો લીમડી હાઇવે છેલ્લા 15 વર્ષથી ઓનલાઈન મંજૂર થઈ ગયો છે જે હાઇવે 15 વર્ષથી મંજુર થઈ ગયો હોવા છતાં પણ આજ દિન સુધી કોલ લેન્ડ હાઇવે કે જે આ માર્ગની કોઈ મરામતા કે કોઈ પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી નથી ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરના વઢવાણ પાસે શિયાણી પોળ વિસ્તારમાં કે જ્યાં વળાંક છે અને વઢવાણમાંથી પસાર થતા ની સાથે જ આ માર્ગ ઉપર રોડ ઉપર મકાનો વસવાટ થઈ ગયા છે અને આડેધડ ખડકલા હોવાના કારણે શિયાણી પોળ વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક સમસ્યા સર્જાય છે
આ વિસ્તારમાંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે યાતનાઓ ભોગવી પડે છે ત્યારે એક જાણકાર વર્તુળ પાસે જાણવા મળતી અનેક પ્રકારની વિગતો જેઓએ ગઈકાલે ટેલીફોનિક વિગતો આપતા જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી લીમડી નેશનલ હાઈવે ઓનલાઇન કામગીરી માટેની મંજૂરી સરકારમાંથી આપી દેવામાં આવી છે ત્યારે આમ છતાં પણ આ હાઈવે ઓનલાઇન આજ દિન સુધી બન્યો નથી ત્યારે નવાઈની વાત તો એ છે કે ત્રણ વાર ધારાસભ્ય પણ બદલાઈ ગયા સાંસદો પણ બદલાઈ ગયા અને અનેક અધિકારીઓ પણ બદલાઈ ગયા છતાં આ ફાઈલ આજ દિન સુધી તેના ઉપરથી ધૂળ ખંખેરવામાં પણ નથી આવી જેના પાછળનું કારણ શું તે પ્રશ્ર્ન સર્જાયો છે
સુરેન્દ્રનગર વઢવાણાને લીમડીને જોડતો હાઇવે હાલમાં મોટા મોટા ખાડા પડી ગયા છે અને રોડ રસ્તાની કોઈપણ જાતની સુવિધાઓ પણ ન હોવાનું જાણવા મળે છે ત્યારે વઢવાણ લીંબડી રોડ ઉપર રોજબરોજ અકસ્માતો ની ઘટનાઓ બને છે ત્યારે હજી ગઈકાલની જ વાત લેવા જઈએ તો સુરેન્દ્રનગર શહેરના બે યુવાનોનો સામસામા બાઇક ભટકાવવાના કારણે મોતની નીપજયા છે ત્યારે હવે આ રોડ ફોર લેન્ડ ક્યારે બનશે અને હજુ કેટલા લોકોનો ભોગ લેવા છે તે નક્કી ના કહેવાય ત્યારે આ માર્ગ ઉપર દરરોજ અકસ્માતો ની ઘટનાઓ સામે આવી રહી છે.
સુરેન્દ્રનગર વઢવાણ અને લીમડી નેશનલ હાઈવે ફોરલેન બનાવવાની કામગીરી છેલ્લા 15 વર્ષથી પાસ થઈ હોવા છતાં પણ બનાવવામાં ન આવતા હાલમાં અનેક અટકાડો સામે આવી છે અને હાઇવે ઉપર રોજબરોજ અકસ્માતો ન ભણાઇ રહી છે ત્યારે ઘટનાઓ બને છે અને માનવ જિંદગીઓ વણાઈ રહી છે ત્યારે અનેક પ્રકારના સવાલો સામે આવ્યા છે ત્યારે હાલમાં તપાસ કરવામાં આવતા માત્ર પાંચ કિ.મી નો કુડા લાઈન આવેલી છે અને પાંચ કિ.મી ના આ રોડ માટે ફોર લેનની કામગીરી અટકી હોવાનું હાલમાં જાણવા મળે છે ત્યારે ફોરેસ્ટ વિભાગ નડતરરૂપ થતું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે લોકો એવું જણાવે છે કે ફોરેસ્ટ વિભાગ નડતરરૂપ શા માટે થઈ શકે સરકાર સામે નડતા રોગ થવા પાછળનું કારણ શું સરકારને મંજૂરીની જરૂર છે ખરી ત્યારે આ ફોરેસ્ટ વિભાગના નિર્ણયો ને રદ કરી અને તાત્કાલિક અસરે ફોર લેન રોડ બનાવવાની કામગીરી હાથ ધરે તેવી હાલમાં લોકમાનગણી ઉઠવા પામી છે.
સુરેન્દ્રનગર વઢવાણ ઉપર થઈ અને લીમડી થઈ અનેક લોકો અમદાવાદ બાજુ જતા હોય છે જ્યારે અનેકવાર રાજકોટ અમદાવાદનો નેશનલ હાઈવે મોટી માત્રામાં ટ્રાફિકજામ થાય છે અને અવારનવાર અસંખ્ય વાહનો પણ આ ટ્રાફિક સર્જવાના કારણે અટવાઈ જતા હોય છે ત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો રાજકોટ થી વાહન ચાલકો સુરેન્દ્રનગર ઉપર થઈને પણ અમદાવાદ જઈ શકે અને અમદાવાદ જવા માટેના બે માર્ગો મળી શકે જેમાં વિરમગામ બાજુથી પણ લોકો જઈ શકે અને આ સુરેન્દ્રનગર વઢવાણાને લીમડી ફોરલેન નેશનલ હાઈવે બને તો આ હાઇવે ઉપરથી પણ લોકો અમદાવાદ જઈ શકે અને અનેક ગામોની અનેક પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આવે જેના માટે આ હાઇવે ભારે આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે.