વિશ્વસનીયતા ગુમાવી રહેલા ફેસબુક ‘બગ’અંગે માફી માંગી
ફેસબુકના આશરે ૭૦ લાખ ઉપભોગતાઓને પ્રભાવિત કરનાર સોફટવેર બગે યુઝરોના પોસ્ટ કર્યા વીનાના ફોટાને એકસ્પોઝ કર્યા હોવાને કારણે ફેસબુકે માફી માંગી હતી. ડેટા સુરક્ષાની ઘટનાઓની શ્રેણીમાં લીડીંગ સોશિયલ મીડિયા નેટવર્ક ફેસબુક લોગઈનનો ઉપયોગ કરીને લોકોની તસ્વીરો સુધી પહોંચવા માટે થર્ડ પાર્ટી એપ્લીકેશનોને અનુમતી આપતાકહ્યું કે, ૧૩ થી ૨૫ સપ્ટેમ્બરની વચ્ચે અનેપક્ષિત ભુલ થઈ છે.
એન્જીનીયરીંગ નિર્દેશક તોમર ખારે ડેવલોપર્સને કહ્યું કે, જયારે કોઈ એપ માટે કોઈ પોતાના ફોટો સુધી પહોંચવાના એકસેસ મેળવે છે ત્યારે સામાન્ય રીતે એપની ટાઈમ લાઈનના ફોટો જોઈ શકાય છે. જેમાં બગ ડેવલોપર્સને અન્ય યુઝરોના ફોટા સુધી પહોંચવાની પરવાનગી આપે છે જે લોકોએ પોતાની તસ્વીરો અપલોડ કરીછે. પણ પોસ્ટ કરવા નથી માંગતા તેના ફોટા પણ પ્રભાવિત થયા છે.
ફેસબુક હાલ ફેક ન્યુઝ, મોબ લિચિંગ જેવી ઘટનાઓને કારણે પહેલાથી જ અવિશ્વસનીયતાનો સામનો કરી રહ્યું છે. ત્યારે ફરીથી કંપની વિવાદોમાં આવતા પ્રશ્નો થઈ રહ્યાં છે.