રોકડને લઇ બેંકો હરકતમાં: રાજકીય પક્ષો અને આમ આદમી બેંકોમાંથી રોકડ ઉપાડવા લાઇનોમાં
લોકસભા ચૂંટણી હવે નજીકમાં જ છે ત્યારે સમગ્ર દેશમાં રોકડની અછત સર્જાવાની દહેશત ઉભી થઈ છે. હાલ આંધ્રપ્રદેશ અને તેલંગણામાં રોકડની કટોકટીનો લોકો કડવો અનુભવ કરી રહ્યાં છે. ધીમે ધીમે સમગ્ર દેશમાં રોકડની તંગી સર્જાશે. ચૂંટણી માટે રૂ.૨૦૦૦ની નોટો રાજકીય પક્ષો એકઠી કરી રહ્યાં હોવાનું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.
લોકસભાની ચૂંટણીના કારણે તેલંગણા અને આંધ્રપ્રદેશમાં રોકડની કટોકટીનો અનુભવ વા લાગ્યો છે. આ કટોકટી ધીમે ધીમે સમગ્ર દેશમાં પ્રસરી જાય તેવી ભીતિ છે. હાલ તેલંગણા અને આંધ્રપ્રદેશના બેંકો બહાર લોકો નાણા ઉપાડવા કતારમાં ઉભા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. રાજકીય પક્ષોએ નાણા ઉપાડી રોકડ એકઠી કરવાનું શરૂ કરતા સામાન્ય લોકો પણ રોકડ ઉપાડવાના પ્રયાસમાં છે. જેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.
કેન્દ્ર સરકારે નાણાની કટોકટી સમયે બેંકો જેવી ર્અતંત્ર સો સંકળાયેલી સંસઓની સામે પગલા લેવા ફાયનાન્સીયલ રીઝીલ્યુશન એન્ડ ડિપોઝીટ (એફઆરડીઆઈ) બીલ પારીત કર્યું છે.
હાલ બેંકોમાં પુરતા પ્રમાણમાં રોકડ ન ઠલવવા બાબતે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આરબીઆઈ ઉપર માછલા ધોવાઈ રહ્યાં છે. જો કે, ચાલુ વર્ષમાં છ રાજયોની ચૂંટણી હોવાના કારણે રાજકીય પક્ષો નાણા વાપરવા માટે રોકડ ઉપાડી રહ્યાં છે. ડિજીટલ વ્યવહારોનો ઉપયોગ કાયદેસર રીતે કરવો પડે તેમ છે. માટે રોકડના વ્યવહારો ઉપર વધુ ધ્યાન અપાઈ રહ્યું છે.
તેલંગણા અને આંધ્રપ્રદેશના પરિસ્થિતિ ખૂબજ ખરાબ છે. હાલ બેંકો બહાર રોકડ ન હોવાના પાટીયા મારી દેવામાં આવ્યા છે. એટીએમમાં પણ નાણા ની. પરિણામે લોકો ખૂબજ હાલાકીનો અનુભવ કરી રહ્યાં છે. ધીમે ધીમે આ પરિસ્થિતિ સમગ્ર દેશમાં વ્યાપી જશે તેવી દહેશત છે.