હવાઇ આઇલેન્ડ પર કિલાઉ જ્વાળામુખીને સક્રિય થયાને આજે ચાર અઠવાડિયા જેટલો સમય થઇ ગયો છે. ગુરૂવારે હવાઇ ઓથોરિટીએ રહીશોને ૨૪ કલાકમાં વિસ્તાર ખાલી કરી દેવાના આદેશ આપી દીધા છે.
ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવતી ચેતવણીને અમુક લોકોએ ગંભીરતાથી નહીં લેતા ગુરૂવારે જો આ એરિયા ખાલી નહીં કરવામાં આવે તો જે-તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે તેવા આદેશ આદેશ આપવામાં આવ્યા છે.
આઇલેન્ડના મેયર હેરી કિમે આદેશ જાહેર કર્યો છે કે, હવાઇના બિગ આઇલેન્ડ વિસ્તારને કોઇ પણ વ્યક્તિ ૨૪ કલાકની અંદર ખાલી નહીં કરે તો તેની ધરપકડ કરવામાં આવશે.આઇલેન્ડના મેયરના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીના લાવાના કારણે ગુરૂવારે લૈલાની એસ્ટેટ સબડિવિઝનમાં ૧૭ બ્લોક્સ થયા છે. લૈલાની એસ્ટેટમાં વોલેન્ટિયરી રેસ્ક્યુ ચાલી રહ્યું છે.