ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો સરકારનો લક્ષ્ય, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્ટાર્ટઅપ માટે વિપુલ તકો!!!
સમગ્ર વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં યુવાનોની સંખ્યા ખૂબ વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ શરૂ કરવા પાછળનો તેમનો લક્ષ્ય જનવતા કહ્યું હતું કે દેશનો યુવાન માત્ર જોબ સિકર નહીં પરંતુ જોવ ગીવર બને અને આપણા યુવા ધનના ઇનોવેશનને પ્રોત્સાહન મળે. આજે તેમના પ્રયત્નોને કારણે યુનિકોર્ન સ્ટાર્ટ-અપની સંખ્યામાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાન પર આવ્યું છે. આજે ભારતના સ્ટાર્ટ-અપ દુનિયામાં વિજય પતાકા લહેરાવી રહ્યા છે. ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બની ગયું છે, જેમાં 72,000 થી વધુ માન્ય સ્ટાર્ટ-અપ્સ અને 100 થી વધુ યુનિકોર્ન છે. આચાર્યની વાત અને ગૌરવ ની વાત તો એ છે કે સમગ્ર ભારતની જો વાત કરવામાં આવે તો ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જે વધુ ચાર્ટપને પ્રોત્સાહન આપી રહ્યુ છે. વિશ્વના મોટા દેશો અને મોટી મૂડી રોકાણ કરતી કંપનીઓ પણ ગુજરાતના ચાર્ટઅપમાં રોકાણ કરવા માટે પ્રેરિત થઈ રહી છે.
2016 માં શરૂ કરાયેલ, સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના એ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલ પહેલ છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા, રોજગારીનું સર્જન અને સંપત્તિનું સર્જન કરવાનો છે. આ યોજનાએ એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા અને ભારતમાં પરિવર્તન લાવવા માટે ઘણા કાર્યક્રમો શરૂ કર્યા છે. ગુજરાત રાજ્યમાં સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા 2020માં 873, 2021 માં 1,703 અને 2022 માં 2,276 હતી, જ્યારે ગુજરાતમાંથી 592 કંપનીઓને 28 ફેબ્રુઆરી 2023 સુધી સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે – એટલે કે સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની કુલ સંખ્યા 5,444 કંપનીઓ સુધી પહોંચી છે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ હેઠળ, સરકાર દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસ અને વૃદ્ધિ માટે સતત વિવિધ પ્રયાસો હાથ ધરે છે. વધુમાં ઉમેર્યું હતું કે, ફ્લેગશિપ સ્કીમ્સ જેમ કે, ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ અને ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ સ્ટાર્ટઅપ્સને તેમની બિઝનેસ સાઇકલના વિવિધ તબક્કામાં સપોર્ટ કરીને એક એવા સ્તર સુધી પહોંચવામાં મદદ કરે છે. જ્યાં તેઓ એન્જલ ઇન્વેસ્ટર્સ અથવા વેન્ચર કેપિટાલિસ્ટ્સ પાસેથી ભંડોળ ઊભું કરી શકે અથવા કમર્શિયલ બેંક અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે સક્ષમ બને.
સરકાર દ્વારા અપાતા ટેન્ડરમાં 25% સ્ટાર્ટઅપ માટે રિઝર્વ
મોટા પ્રોજેક્ટની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ સરકારી ટેન્ડર ઇચ્છે છે. સરકારી સમર્થન મેળવવું આસાન નથી, પરંતુ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ હેઠળ સ્ટાર્ટઅપ્સને સરળતાથી સરકારી સમર્થન મેળવવામાં પ્રાથમિકતા મળશે. સારા સમાચાર એ છે કે તેમને કોઈ અગાઉના અનુભવની જરૂર નથી. જેથી સરકાર દ્વારા અપાતા ટેન્ડરમાં 25 ટકા સ્ટાર્ટઅપ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.
સ્ટાર્ટઅપ માટે સરકાર નેટવર્કીંગ તકો પુરી પાડે છે
નેટવર્કીંગની તકો વ્યક્તિઓને ચોક્કસ સ્થળે અને સમયે વિવિધ સ્ટાર્ટઅપ સ્ટેકહોલ્ડર્સને મળવા સક્ષમ બનાવે છે. સરકાર તેને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાર્ષિક બે સ્ટાર્ટઅપ પરીક્ષણો હાથ ધરીને આપે છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજના બૌદ્ધિક સંપદા જાગૃતિ વર્કશોપ અને જાગૃતિ પણ પૂરી પાડે છે.
સરકાર સ્ટાર્ટઅપ માટે ઈંક્યુબેસન કેન્દ્રો ઉભા કરે છે
ઇન્ક્યુબેશન અને ઉદ્યોગ ઇનક્યુબેશન સ્ટાર્ટઅપ્સ માટે ફાયદાકારક છે કારણ કે તે અસંખ્ય ઇન્ક્યુબેટર અને ઇનોવેશન લેબ બનાવે છે. મૂળભૂત રીતે, ઇન્ક્યુબેટર્સ સ્ટાર્ટઅપ્સને બજારમાં તેમનો વ્યવસાય વધારવામાં મદદ કરે છે, તે અનુભવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે.
સ્ટાર્ટઅપ્સ નોંધણી માટે પાત્રતા
સ્ટાર્ટઅપ્સ નોંધણી માટે પાત્રતા કંપનીએ પ્રાઈવેટ લિમિટેડ કંપની અથવા લિમિટેડ લાયેબિલિટી કંપની બનાવવી જોઈએ પેઢીએ ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ પાસેથી મંજૂરી મેળવવી જોઈએ સંસ્થા પાસે ઇન્ક્યુબેશન દ્વારા ભલામણ પત્ર હોવો જોઈએ કંપની પાસે નવીન પ્રોડક્ટ્સ હોવી જોઈએ કંપની નવી હોવી જોઈએ પરંતુ પાંચ વર્ષથી જૂની ન હોવી જોઈએ.
સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે કટિબધ્ધ: દર્શીતભાઈ આહ્યા
સ્ટાર્ટઅપ માટે યુવાનોને પ્રોત્સાહિત કરનાર દર્શિતભાઈ આહ્વાએ જણાવ્યું હતું કે સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે અત્યંત કટિબદ્ધ છે. માત્ર જરૂર છે કે સારા એવા સ્ટાર્ટઅપ આગળ આવે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈએ. સરકાર આર્થિક રીતે પણ આ તમામ ને પ્રોત્સાહન આપવા માટે કામગીરી કરી રહ્યું છે અને તેના માટે કમિટીની રચના અને નોડલ એજન્સીની પણ રચના કરવામાં આવેલી છે જે સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને યોગ્ય રીતે અભ્યાસ કરી તેને આર્થિક લાભ અને કેવી રીતે બેઠા કરી શકાય તે દિશામાં કાર્ય કરે છે.
એટલું જ નહીં ગુજરાત રાજ્ય સરકારની અર્થાત મહેનતના કારણે સમગ્ર ભારતમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે ત્યાં વધુને વધુ સ્ટાર્ટ અપ શરૂ થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પણ ચાર્ટપ માટે ઉજળા સંજોગો જોવા મળે છે સામે સરકાર પણ ખૂબ મોટા પ્રમાણમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે ભંડોર પણ પૂરું પાડી રહ્યું છે. હાલ વાસ્તવિકતા એ છે કે અહીં સૌરાષ્ટ્રમાં જે સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે તેમની પાસે કમ્પલાઇન એટલે કે જરૂરી દસ્તાવેજો કઈ રીતે પૂરા કરવા અને સરકારી યોજનાની અમલવારી કઈ રીતે કરવી તે અંગેનું જ્ઞાન ઓછું છે જ્યારે આ અંગે જાગૃતતા કેળવવામાં આવશે ત્યાર પછી સૌરાષ્ટ્રમાં અને સવિશેષ રાજકોટમાં સ્ટાર્ટઅપનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જોવા મળશે.