ઓસ્ટીઓપેથી એટલે દવા વગર સારવાર: હાડકા, સ્નાયુ, કબજિયાત અને નર્વસ સીસ્ટમને લગતા દર્દોમાં અકિસર: દર્દીએ તીખું, ખાટું ભોજનનો ત્યાગ કરવાની જરૂર નથી: આર્જેન્ટિનાના ડો. જુઆન ગુલિઓને ‘ચાય પે ચર્ચા’ દરમિયાન ‘અબતક’ને આપી રસપ્રદ માહિતી
ગુજજુ એટલે કે ગુજરાતી લોકો ખાવા-પીવાના શોખિન છે ખાસ કરીને ગુજજુ તીખું, ખા‚ અને ખાટું એટલે કે ચટાકેદાર ખાવાના શોખિન હોય છે. પરંતુ પેલી કહેવત છે ને કે જે પોષતું તે મારતું આ કહેવત અનુસાર ચટાકેદાર વાનગીઓના અતિશય સેવનથી વિવિધ રોગનો પણ ખતરો રહે છે. ખાસ કરીને હાડકા અને માસપેશીઓના રોગ આ સિવાય કોન્સ્ટીપેશન (કબજિયાત) તેમજ નર્વ સીસ્ટમને લગતા રોગ જોવા મળે છે. મધ્યમ વયના લોકોમાં આ રોગ વિશેષ ‚પે દેખા દે છે.
આ રોગના નિવારણ ‚પે ધણી બધી ચિકિત્સા અને થેરપી અમલી છે. તેમા હવે વધુ એક થેરપીનો ઉમેરો થયો છે. જેનું નામ છે. ઓસ્ટીઓપેથી.
આર્જેન્ટીનાથી ઓસ્ટીઓપેથી નિષ્ણાંત ડો. જુઆન ગુલિઓન અત્યારે ગુજરાત આવેલા છે અને તેઓ ‘અબતક’ના મહેમાન બન્યા હતા તેમણે અબતકના પ્રોગ્રામ ચાય પે ચર્ચામાં ભાગ લઈને ઘણી બધી રસપ્રદ માહિતી ઓસ્ટીઓપેથી વિશે આપી હતી.
ઓસ્ટીઓપથી આમ તો એલોપથીની સમકક્ષ થેરપી છે. ચાય પે ચર્ચામાં ડો. જુઆન ગુલિઓને એક પ્રશ્ર્નના ઉતરમાં જણાવ્યું હતુ કે મધ્યમ વયના લોકોમાં માસપેશીઓ અને હાડકાના રોગ, કબજિયાત તેમજ નર્વ સીસ્ટમને લગતા રોગ વિશેષ ‚પે જોવા મળે છે.
તેમણે કહ્યું કે, ૭૦ થી ૮૦% કેસમાં ઓસ્ટીઓપેથી કારગત નિવડી છે. આ પધ્ધતિ આમતો ખર્ચાળ નથી પરંતુ અમુક રોગની સારવારમાં તેનો ખર્ચ વધી જાય છે.
યુરોપીય દેશો જેવા કે બ્રિયન, જર્મની, સ્વિસ, હંગેરી, નેધરલેન્ડસ, આયરલેન્ડ, પોલેન્ડ તેમજ અન્ય દેશોમાં ઓસ્ટીઓપથી વિશે જાગૃતિ આવી છે અને દર્દીઓ આ થેરપીનો લાભ લેતા થયા છે. પરંતુ હજુ ભારતમાં આનો પ્રસાર થયો નથી.
ઉલ્લેખનીય છે કે ઓરીસ્સામાં શ્રી શ્રી યુનિવર્સિટીમાં આખો એક કોર્સ ઓસ્ટીઓપેથી પર આધારીત છે.
તેમણે પ્રશ્ર્નના ઉત્તરમાં કહ્યું કે ઓસ્ટીઓપથીમાં સર્જરી કરવામાં આવતી નથી મતલબ કે જેમ સર્જન સીઝર કે અન્ય સાધનો વડે દર્દીની સારવાર કરીને તેને રોગ મુકત બનાવે તેવું આમાં થતુ નથી બલ્કે યુનિક હેન્ડ થેરપી છે. મતલબ કે હાથના ટચથી આધ્યાત્મિકતા સાથે સારવાર કરાય છે. જી ના, આ રેકી બિલ્કુલ નથી. પરંતુ સ્પિરીચ્યુઅલ મેથડથી દર્દીને રોગમાંથી છૂટકારો અપાવવામાં આવે છે.
ડોકટર જુઆને જણાવ્યું કે – ગુજરાતી લોકો તીખુ, ખા‚, ખાટુ ભોજન લેવા માટે ટેવાયેલા છે. પરંતુ ઓસ્ટીઓપેથીની સારવાર દરમિયાન તેમણે સ્પાઈસી ફૂડ સદંતર બંધ કરવાની જ‚ર નથી. હા, તેમને ડાયટ ચાર્ટ અપાય છે. પરંતુ સાવક લુખ્ખો ખોરાક જ ખાવો તેવું હરગીત નથી.
ડો.જુઆને ઓસ્ટીઓપેથી વિશે વધુ જણાવ્યું હતુ કે ઓસ્યીઓપેથીની શોધ અમેરીકન ડોકટર સ્ટીવે કરી હતી. પરંતુ અમેરિકાની તુલનામાં યુરોપમાં આ ચિકિત્સા પધ્ધતિ વધુ પ્રચલિત બની છે. ઓસ્ટીઓપેથીનો ગુજરાતી અર્થ અસ્થિ ચિકિત્સા થાય છે. જેમાં સ્નાયુઓ, આંતરડા અને સાંધાઓનું શારીરીક પરીક્ષણ કરવામા આવે છે. આમાં હાથેથી પરીક્ષણ કરવામાં આવે છે અને તેનું નિદાન કરવામાં આવે છે.
આ ચિકિત્સા એનાટોમી, ફિઝિયોલોજી, ન્યુરોલોજી અને પેથોલોજીના જ્ઞાનને ક્રિયાત્મક રીતે ઉપયોગ કરીને નિદાન કરે છે. સ્નાયુઓ, રકતવાહિનીઓ, નસ અને બોડી સીસ્ટમને ક્રિયાન્વિત કરી તેની ગતિશિલતા વધારી દર્દીની શારીરીક સ્વઈલાજની શકિત વધારી શકાય છે.
ઓસ્ટીઓપેથી એક એવી થેરપી છે જેની આડઅસર લગભગ નહીવત છે. વળીતેમાં તમારો રોજીંદો ખોરાક પણ બંધ કરવાની જરૂર નથી.
યુરોપમાં અવેરનેશ છે હવે ઓરિસ્સાની કોલેજમાં ભણાવવાથી દેશભરમાં તેનો લાભ દર્દીઓ લ્યે તેવી તમન્ના ડો. જુઆન ગુલિઓનની છે. તેઓ ઓસ્ટીઓપેથીના પ્રચારક છે. અને એટલે જ ગુજરાત અને તેમાંય ખાસ રાજકોટના પ્રવાસે આવ્યા છે.
અબતક સાથે ચાય પે ચર્ચામાં તેમણે કહ્યું કે આ એક જેન્ટલ થેરપી છે. અમુક હઠીલા રોગો સિવાય આ ચિકિત્સા ખર્ચાળ પણ નથી હજુ સુધી ગુજરાતમાં ઓસ્ટીઓપેથી નિષ્ણાંત એક પણ નથી. પરંતુ હા, ગુજરાતના ઉત્સાહી છાત્રો ઓરીસ્સાની શ્રી શ્રી યુનિવર્સિટીમાં ઓસ્ટીઓપેથીના પાઠ જ‚ર ને જ‚ર ભણી શકે છે એ પણ ખૂદ ડો. જુઆન ગુલીઓન સાથે આ ચિકિત્સા ડાયજેસ્ટિવ સીસ્ટમને ઠીક કરે છે. ગુજરાતીમાં કહેવત છે ને કે જેનું પેટ સા‚ તેનું બધુ સા‚ં અથવા જેનો બગડયો ઝાડો તેનો બગડયો દાડો (દહાડો/દિવસ) આમ, સતત આચરકૂચર ખાતા ગુજરાતીઓ માટે આ ઓસ્ટીઓપેથી ચિકિત્સા ખૂબજ અકસીર પૂરવાર થઈ શકે તેમ છે. તેવો દાવો ડો. જુઆન ગુલીઓન કરે છે. સિનિયર સિટિઝન દર્દીઓમાં એવું પરિણામ આપે છે.
તેમણે કહ્યું કે ઓસ્ટીઓપેથી એ એલોપેથી કરતા દર્દીઓ માટે કોમ્પ્લીમેન્ટરી થેરાપી છે. કેમકે હાડ-માંસના અને સ્નાયુઓના રોગોમાં એલોપેથી ખૂબજ ખર્ચાળ સાબિત થાય છે.
ઓસ્ટીઓપેથી એ પ્રિવેન્શન ઈઝબેટર ધેન કયોરની અંગ્રેજી કહેવતમાં માને છે. એકંદરે ઓસ્ટીઓપેથી એક એવી જેન્ટલ થેરેપી છે જેની સારવાર દરમિયાન કોઈ જ આડઅસર થતી નથી. દર્દી માનસિક શાંતિને પણ પામે છે.
ઓસ્ટીઓપેથી એટલે શું ? કઇ રીતે કામ કરે છે ?
ઓસ્ટીઓપેથી એટલે અસ્થિ-ચિકિત્સા પઘ્ધતિ જેમાં સ્નાયુઓ આંતરડા અને સાંધાઓનું શારીરિક પરીક્ષણ કરવામાં આવે છે. ઓસ્ટિઓપાથ દર્દીના આ બધા સિસ્ટમનું હાથેથી પરીક્ષણ કરે છે જેથી તે નિદાન કરી શકે. ઓસ્ટિઓપાથ એનાટોમી, ફિઝીયોલોજી, ન્યુરોલોજી અને પેથેલોજીના જ્ઞાનને ક્રિયાત્મક રીતે ઉપયોગ કરી ને નિદાન કરે છે. સ્નાયુઓ, રકતવાહિનીઓ નસ અને ફેસિયા સિસ્ટમની ગતિશીલતાને સંકલીત કરી અને વધારીને દર્દીઓનો શારીરિક સ્વ-ઇલાજની શકિત વધારી શકાય છે.
ઓસ્ટીઓપેથ પેલા તો દર્દીના દર્દનું કારણ જાણી એને સ્નાયુ શકિત પઘ્ધતિ લીંપ ડ્રેનેજ સિસ્ટમ હાથેથી દબાવીને માયોફેસિઅલ રિલીઝ પઘ્ધતિથી તેનો સારવાર કરે છે. ઓસ્ટીઓપેથ શરીરની પોતાની ‚ઝની ક્ષમતાને ઉજાગર કરીને વધારે છે. તે શરીરમાં થતા સાંધા, નસ અથવા સ્નાયુઓના અવરોધોને દુર કરી ને ફરીથી એની નિયમનકારી સિસ્ટમ સક્રિય કરે છે.
સ્નાયુઓના સંગઠનમાં થતી ખામીઓને દુર કરીને ઓસ્ટીઓપેથ ઘણા રોગ અને શારીરિક તકલીફોનું નિદાન સારવાર અને નિવારણ કરીશકે છે. ઓસ્ટીઓપેથ માટે ના કેન્ડીકેટ માટે એમબીબીએ-બીએએમએસ- બીપીટીએચ-બીડીએસ આમાં થી ગમે એકમાં બેઝિક ગ્રેજયુએશન જ‚રી છે. શ્રી શ્રી યુનિવર્સીટી પહેલી યુનિવર્સીટી છે જેને ભારતમાં આતંરરાષ્ટ્રીય ધોરણ પર માસ્ટક ઇન સાઇન્સ ઓસ્ટીઓપેથી નો કોર્સ શરુ કર્યો છે.
ઓસ્ટીઓપેથી નિષ્ણાંત ડો. જુઆન ગુલિઓન કોણ છે ?
ઓસ્ટીઓપેથ નિષ્ણાંત ડો. જુઆન ગુલિઓન મૂળ સાઉથ અમેરિકા આર્જેન્ટિના દેશના વતની છે. તેઓ અત્યારે ભારતમાં રહે છે અને ઓરીસ્સાની શ્રી શ્રી યુનિવર્સીટીમાં આસીસ્ટન્ટ પ્રોેેફેસર તરીકે સેવા આપે છે.
તેઓ દેશી વિદેશી છાત્રોને ઓસ્ટીઓપેથીના પાઠ ભણાવે છે. તેમણે ખુબ જ યુવા વયે ઓસ્ટીઓપેથી ચિકિત્સામાં મહારત હાંસલ કરી છે. તેમણે અબતકની મુલાકાત લઇને પ્રસંશા વ્યકત કરી હતી.