દિન પ્રતિ દિન રાજકોટ હરણફાળ વિકાસ સાથે આગળ વધી રહ્યું છે.સ્માર્ટ સીટી રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રિંગરોડ-2નું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં ફેજ-1 જામનગર રોડ થી કાલાવડ રોડ,ફેઝ-2 કાલાવડ રોડથી ગોંડલ રોડ,ફેઝ-3 ગોંડલ રોડથી ભાવનગર રોડ અને ફેઝ-4 ભાવનગર રોડથી અમદાવાદ હાઈવે આમ ચાર ફેઝમાં સંપૂર્ણ રીંગરોડ-2 પૂર્ણ કરવા માં આવ્યો છે.જે અંતર્ગત ફેઝ-1 અને ફેઝ-2 રાજકોટ મહાનગર પાલિકામાં ભેળવી દેવામાં આવ્યો છે.હાલ રિંગરોડ-2ના ફેઝ-4 થી ફેઝ-3નું રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે લોક ભાગીદારી સાથે પૂર્ણ કરી. અમદાવાદ હાઈવે થી ગોંડલ નેશનલ હાઈવે સુધીના 21 કિલો મીટરના રોડની કનેક્ટિવિટીને જોડી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ચ્યુલી ઇ-લોકાર્પણ કરી નવનિર્મિત રિંગરોડ-2ને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ફેઝ-4 અને ફેઝ-3 કુલ 21 કી.મી રોડ સાથે 7 મેજર બ્રીજનું રૂ.73.19 કરોડના ખર્ચે નિર્માણ
રિંગરોડ-2ના ફેઝ-4 રોડની લંબાઈ 10.30 કિ.મિ તથા રોડની પોહળાઈ 9.25મી છે.તેમજ 2 મેજર બ્રિજનીનું નિર્માણ કર્યું છે.અમદાવાદ હાઇવે થી ભાવનગર રોડ સુધીના રસ્તામાં માલિયાસણ,ઠેબચડા, ખેરડી ,ભીજરી મહીકા અને કાળીપાટ ગામોનો સમાવેશ થાય છે.તેમજ રિંગ રોડ-2ના ફેઝ-3 રોડની લંબાઈ 10.60 કિ.મિ તથા રોડની પોહળાઈ 9.25 મી છે.તેમજ 5 મેજર બ્રિજનું નિર્માણ કર્યું છે. ભાવનગર રોડ થી ગોંડલ હાઈવે સુધીના રસ્તામાં કાળીપાટ,વડાળી,લાપસરી,ખોખરધર અને પારડી ગામનો સમાવેશ થાય છે. કુલ 21 કિલોમીટરના રોડની કનેક્ટિવિટી સાથે 7 મેજર બ્રિજને અંદાજિત કિંમત 73.19 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે લોક ભાગીદારી સાથે આ કાર્યને પૂર્ણ કર્યું છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે લોક ભાગીદારી સાથે રીંગરોડ-2ને પૂર્ણ કર્યો
રીંગરોડ-2 ફેઝ-4 અને ફેઝ-3માં સમાવિષ્ટ થતા ગામોને ટીઓઝેડ ઝોન લાગુ પડે છે.ટૂંક સમયમાં ખૂબ સારું ડેવલોપમેન્ટ મળશે.ખેડૂતો ગ્રામજનોને આ રોડની કનેક્ટિવિટી થતા ખૂબ ફાયદાઓ મળી રહ્યા છે સાથોસાથ અમદાવાદથી ગોંડલ રોડ સુધી રાહદારીઓએ રાજકોટ સીટી અંદર એન્ટ્રી ન લેતા ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મેળવશે. ત્યારે રીંગરોડ-2ના ફેઝ-4 અને ફેઝ-3નો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા રજૂ કરાયો છે.
રીંગ રોડ-2ની આવરદા 5 થી 6 વર્ષની રહેશે:સમીર કાલરીયા
રૂડાના એક્ઝીક્યુટીવ ડેપ્યુટી એન્જીનીયર સમીરભાઈ કાલરીયાએ જણાવ્યું કે,બીટુ મિન્સ રોડ ની આવરદા 5 થી 6 વર્ષની હોય છે.એજન્સી પાસે થી કામનો 3 વર્ષનો ગેરેન્ટી પિરિયડ લીધો છે. ભવિષ્યમાં નાનું મોટું ડેમેજ થાય તો એજન્સી એ કરી આપવાનું રહેશે. જેથી સરકાર પર કોઈ ભરણ ના આવે આ રોડ અમે આઈઆરસી મુજબ ક્રશ ડિઝાઇન કરાવીને કરાવેલો છે.સરકારના ગ્રાન્ટ અને લોકભાગીદારીથી રિંગ રોડનું કામ પૂર્ણ કર્યું છે.રિંગ રોડના પાસેના ગામડાઓના ખેડૂતોએ તેમની જમીન રોડ નિર્માણ માટે અમને આપી છે. ગ્રામજનો સરપંચો અને ખેડૂતોનો રિંગ રોડ નિર્માણ થવામાં મોટો સહયોગ મળ્યો છે.અમદાવાદ હાઇવે થી ગોંડલ નેશનલ હાઇવેને જોડતો 21 કિલો મીટરના રિંગ રોડનું રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.
રિંગ રોડ 2 નિર્માણથી રાહદારીઓને ટ્રાફિક સમસ્યામાથી રાહત મળી:બી.એ.મારૂ
રૂડાના ડાયરેકટર પ્રોજેક્ટ્સ બી.એ.મારૂએ જણાવ્યું કે, રાજકોટ રિંગ રોડ 1 શહેરની મઘ્યમાં આવી ગયો છે. શેરીજનોને તથા રાહદારીઓ ટ્રાફિક સમસ્યાથી પરેશાન છે. રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રીંગરોડ 2નું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું.હાલ રૂડા દ્વારા ગોંડલ રોડ થી ભાવનગર રોડ ને જોડતો ફેઝ3 તથા ભાવનગર રોડ થી અમદાવાદ નેશનલ હાઈવેને જોડતો ફેઝ 4 મેજર 7 બ્રિજ સાથેનો 21 કિલો મીટરનો લંબાઈ રોડ પૂર્ણ કરવામાં આવેલ છે. રોડની અંદાજિત કિંમત 73.19 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે.વેરાવળ સોમનાથ નો ટ્રાફિક સીધો જ રાજકોટને સ્પર્શ થયા વગર અમદાવાદ હાઈવે તરફ વળી જશે. આગામી દિવસોમાં અમદાવાદ રોડ થી મોરબી રોડ ને જોડતો 12 કિલોમીટરનો અંદાજિત રસ્તો છે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રિંગરોડ નિર્માણ થતા આસપાસના ગામડાંઓમાં ટૂંક સમયમાં ડેવલપમેન્ટ થશે:ગૌરવસિંહ જાડેજા
ઠેંબચડા ગામના રહેવાસી રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રી ગૌરવસિંહ જાડેજાએ જણાવ્યું કે,રિંગ રોડ આસપાસના ગામડાંઓના ખેડૂતને જણસીના ત્રાસપોર્ટેશન માં બેડી યાર્ડમાં જવા માટે ખૂબ સરળતા થઈ ગઈ છે.ખેડૂતોને ગ્રીન લેન્ડ ચોકડી જવું પડતું અને ટ્રાફિકની સમસ્યા માં ખૂબ રહેતી જેથી હવે આ રોડ ની કનેક્ટિવિટી થતા ખેડૂતો સીધા અમદાવાદ હાઇવે થી બેડી યાર્ડ જઈ શકે છે.રિંગ રોડ આસપાસના ખેડૂતોની જમીનના ભાવમાં 5 થી 7 ગણો વધોર આવ્યો છે.જેનો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે. રીંગરોડ નિર્માણ થતા આસપાસના ગામડાઓમાં ડેવલપમેન્ટ ટૂંક સમયમાં શરૂ થશે રેસ્ટોરન્ટ ,પેટ્રોલ પંપ બનવા લાગ્યા છે.તો બિન ખેતી પણ શરૂ થવા લાગી છે. ડેવલોપમેન્ટ થતા રોજગારી મળવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેશે.