હડતાલ પાડવાનો કર્મચારીઓને હકક, પણ એને લગતી વાસ્તવિકતા તથા જવાબદારીઓની લક્ષ્મણ-રેખા ન જ ઓળંગાય તે અનિવાર્ય: સરકારમાં બેઠેલાઓ અને કર્મચારીઓ વચ્ચે સંઘર્ષનો અભિગમો દેશની અને પ્રજાની કમનસીબી !… તાત્કાલિક સમાધાનમાં જ ડહાપણ !
હડતાલો ન્યાયા ન્યાયના મુદ્દા પર પાડવામાં આવે છે એક જમાનામાં આવા જ કારણોસર લોકો બહારવટે ચડતા હતા અને તેમના હકક માંગતા હતા ! અત્યારે એ પ્રથા નથી રહી !
કોઈ પણ દેશમાં કર્મચારી, કામદાર અને કિશાન, એ ત્રરેય એનાં અર્થતંત્રના મહ્ત્વના અંગ છે.
આપણે ત્યાં કર્મચારીઓ બે પ્રકારના છે. સરકારી કર્મચારીઓ અને બિન સરકારીઓ છે. બંનેની સંખ્યા ઘણી મોટી છે. ખાનગી પેઢીઓમાં કામ કરતા લોકોની હાલત કફોડી હોવાનું અને તેમની શોષણખોરી થતી હોવાનું સહુકોઈ જાણે છે, ને જૂએ પણ છે. આવા કર્મચારીએ ભણેલા-ગણેલા હોતા નથી. મોટી કંપનીઓમાં અને સંસ્થાઓમાં ભણેલાગણેલા લોકો ફરજ બજાવે છે. એમના બહુ મોટા પગાર હોય છે.
કર્મચારીઓનાં યુનિયન હોય છે, જે કર્મચારીઓનાં હિતો માટે કાયદા-કાનૂન હેઠળ લડે છે. અને સત્તાધારીઓ એમની રજૂઆતોને અવગણે તેવા કિસ્સામાં તેઓ હડતાળ તેમજ તાળાબંધી જેવા પગલા લે છે.
આપણા રાજકીય ક્ષેત્રે આવી હડતાલો તથા ધરણા, ભૂખ હડતાળ, રેલીઓ યોજે છે અને સુત્રોચ્ચારો તેમજ વિરોધ પ્રદર્શનો કરે છે.
આપણા દેશમાં બેંક કર્મચારીઓનું વ્યાપક તેમજ અસરકારક યુનિયન છે, જે રાષ્ટ્રવ્યાપી છે.
સરકાર હસ્તકની સંસ્થાઓમાં જબરા કર્મચારી યુનિયનો અને કામદાર સંધો છે.
રાજકીય પક્ષોને પોત પોતાના અને લોકશાહી રીતે ચલાવાતા કર્મચારી યુનિયનો છે.
આપણે ત્યાં આજે રાષ્ટ્રવ્યાપી કેન્દ્રીય કર્મચારીઓની હડતાળ છે આ હડતાળ આપણા દેશના અર્થતંત્રને સાંકળતી ઘણી મોટી વિપરિત અસર કરી શકે છે.
આને લગતા અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર મજર વિરોધી નીતિ ખાનગીકરણ સામે બેંક, રેલવે એલઆઈસી વગેર કેન્દ્રીય કામદાર સંગઠનો અને ફેડરેશન એક દિવસની પ્રતીક હડતાલમાં જોડાવાના છે.દેશના વિવિધ શહેરોમાં લેબર યુનિયન દ્વારા આઠમીના રોજ વિવિધ વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યા છે. જે કાર્યક્રમમાં ઈન્ટુક, આઈટુક, સીટુ વગેરે સંગઠનો પણ જોડાવાના છે.
આવી હડતાલોને કારણે રાષ્ટ્રના સંચલન અને વિકાસ ઉપર ઘણી વિપરીત અસર થાય છે અને દેશની પ્રજાને સારી પેઠે મુંઝવણોનો અનુભવ કરવો પડે છે
ભારતે આર્થિક વિકાસમાં જબરી છલાંગ લગાવી છે, પણ માનવવિકાસના આંક પ્રમાણે આપણી પરિસ્થિતિક વધારે કથળી છે. ભારત ધનવાન બન્યું છે. પણ આમ જનતા માટેના સુખસગવડમાં અદ્યોગતિ થઈ છે. સમૃધ્ધિનો લાભ બહુ જ ઓછા લોકોને મળ્યો છે. ભારત વદારે શ્રીમંત બન્યું છે. વધારે સુખી નહી આ બાબતમાં ટચૂકડા અને ગરીબ ભુતાને દુનિયાભરમાં અનોખો અખતરો આદર્યો છે. અને વસતીગણતરી દરમિયાન સમૃધ્ધિ અને સગવડતા આંકડાની જોડાજોડ સુખની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો છે. દરેક પરિવારમાં શાંતિ અને સુમેળ કેટલા પ્રમાણમાં છે. લોકો બીજાની સગવડ ભાવના સાચવવાનો કેટલો પ્રયાસ કરે છે.
હડતાલને કારણે કામકાજ બંધ થાય અને અર્થતંત્ર અને વિકાસની રફતારને નુકશાન પહોચે એ કેમ ચાલે ? આ પ્રથામાં ફેરફાર કેમ ન થાય? હડતાલનો હેતુ પણ સરે અને રાષ્ટ્રને તથા સમાજને નુકશાન ન થાય એવી ગોઠવણો થવી જોઈએ.
પક્ષકારોએ સાથે બેસીને આનાં વિષેના ઉપાયો શોધવા ઘટે.
જાપાનમા હડતાલ પડે છે. પરંતુ હડતાલને દિસે બમણું કામ કરવાની પ્રજા છે.
આપણા દેશના યુનિયનો આ અંગે વિચાર કરે અને નવી પ્રથા શોધે તો તે ડહાપણભર્યું લેખાશે.
જોકે હડતાળ પાડવાની જરૂરત જ ન પડે એવો માહોલ સર્જવાનું વધુ ઉપકારક બની શકે.
સંબંધીત સહુ કોઈએ આ અંગેના અભિગમો અપનાવવા જોઈએ અને ‘સંઘર્ષ’ ને બદલે સમજૂતીને પ્રાધાન્ય (અગ્રતા) આપવા જોઈએ…. આજની હડતાલ વહેલી તકે સમેટાય એમ ઈચ્છીએ.