નાનુ કુટુંબ સુખી કુટુંબ
ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં આવેલ હોકસી ગામના લોકો દર વર્ષે ખેતી કરીને કરોડ રૂપિયા કમાય છે:અહિં કોઇપણ જગ્યાએ આવવા – જવા માટે બધા હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે
૮મે ઘણા શ્રીમંત લોકો કે શહેરોની વાત સાંભળી કે વાંચી હશે. ઘણાં કરોડપતિ પાસેના વૈભવી ઘરો અને મોંધી કારો વિશે સાંભળ્યું હશે. તેઓ નાના મોટા મોટા કામ માટે હવાઇ મુસાફરી કરતા જોવા મળે છે. પણ જો કોઇ એક ગામનાં લોકો વાહનોની બદલે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતાં હોય તેવી વાત તમને જાણવા મળે તો અચરજ થાય, પણ આ વાત સાચી છે. આજ પૃથ્વી ઉપર એક એવું ગામ છે ત્યાં બધા જ કરોડપતિ રહે છે. તેમની પાસે અબજોની સંપતિ છે. તે વિશ્ર્વનું સૌથી ધનિક ગામ છે.૧૯૬૦ માં જ આ ગામનો ઉદય થયોને આજે વિશ્ર્વનાં સૌથી અમીર ગામની યાદીમાં ટોચ પર છે.
ચીનનાં જિયાંગ્સુ પ્રાંતમાં સ્થાઇ થયેલી ‘હોકસી’ગામ જે વિશ્ર્વનું સૌથી ધનિક ગામ છે. આ નાનકડા ગામની વસ્તી માત્ર બે હજાર લોકોની છે જે પોતે ખેતી કરીને વર્ષે કરોડ રૂપિયા કમાય લે છે. અહિંના દરેક પરિવાર ને રહેવા માટે સ્થાનીક ઓથોરીટી દ્વારા એક કાર અને એક વૈભવી ઘર આપવામાં આવે છે પણ હા જયારે કોઇ વ્યકિત ગામ છોડીને જાય ત્યારે તેની બધી વસ્તુ ઓથોરીટીને પરત જમા કરાવવી પડે છે.
આ ગામનાં લોકો અવર જવર માટે મોંધા વાહનોની બદલે હેલિકોપ્ટરનો ઉપયોગ વધુ કરે છે. અહિંના લોકોની પાસે કરોડોની નહિ અબજોની સંપત્તિ છે. વિશ્ર્વના સૌથી નિહાળા ગામ તરીકે આ વિસ્તાર ઓળખાય છે. ‘સુપર વિલેજ’ના નામથી ઓળખાતા આ ગામમાં એક ૭ર માળની ભવ્ય ઇમારત આવેલી છે. જે જોવા દૂર દૂરથી લોકો અહિં મુલાકાત લે છે. ગામમાં થીમ પાર્ક, શેરીઓની સ્વચ્છતા, ગામની સુંદરતા ઊડીને આંખે વળગે છે. અહિં તમને આકાશમાં દર બે મિનિટે એક હેલિકોપ્ટર ઊડતું જોવા મળે છે. માત્ર બે હજારની વસ્તીમાં શહેરની વ્યવસ્થા સંચાલન સાથે શિક્ષણ, સ્વચ્છતા વિગેરે શ્રેષ્ઠ બાબતો જોવા મળે છે. અહિના તમામ લોકોના બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછા અઢી કરોડ થી વધુ રકમ કાયમી ખાતામાં જમા પડેલી જોવા મળે છે. અહિં લાખો કંપનીઓ કાર્યરત છે. જેમાં શિપિંગ અને સ્ટીલ ની વધારે જોવા મળે છે.
૧૯૬૦માં સ્થાપાયેલ આ ગામની હાલત પહેલા બહુ જ ખરાબ હતી. આ ગામની પ્રગતિ માટે વુરેનબા ખુબ જ મહેતન કરીને આજે વિશ્વભરમાં નંબર-૧ બનાવેલ છે. તેમણે સામ્યવાદી પક્ષના સ્થાનિક સચિવ તરીકે કામ કરતાં આ ગામ માટે સમૃઘ્ધીની યોજના બનાવીને બધાને રોજગારી આપવા એક ફર્ટિલાઇઝર સ્પ્રે કેન નામની ફેકટરી નિર્માણ કરીને તમામ બેરોજગારોને આર્થિક સહાય આપી ને તેમાથી વધતા નફામાંથી ગામની સુવિધામાં વધારો કર્યો.
આજે હોકસી ગામમાં લગભગ ૮૦ ટકાથી ઉપરના લોકો ટેકસ ચુકવે છે. તેના બદલામાં ઓથોરીટી તેને લકઝરી બંગલો, કાર, હેલિકોપ્ટર અને સેવન સાર જેવી અદ્યતન હોટલમાં ડિનર જેવી વિવિધ સુવિધા પુરી પાડે છે. ગામનાં તમામ મકાનોની ડિઝાઇન એક સરખી છે. દૂરથી તમામ મકાનો ભવ્ય હોટલ જેવા લાગે છે. આ ગામમાં રહેતા તમામ પ૦ વર્ષથી ઉપરની સ્ત્રીને તથા પપ વર્ષથી મોટા પુરૂષોને દર માસે પેન્શન આપવામાં આવે છે.
ગામના લોકોમાં તેના ગામ વિકાસમાં મહાન ફાળો આપનાર ‘વુ રેનબા ’બહુ જ માન છે, અહિના સુપર વિલેજ નામથી ઓળખાતી ૭ર માળની ઇમારતમાં વિશ્વના સૌથી ધનિકો રહે છે. અહિંના લોકો એક બીજાને ઘેર બેસવા જાય ત્યારે પણ હેલિકોપ્ટર લઇને જાય છે. કામ-ધંધે કે નોકરીના સ્થળે જવા-આવવા માટે હેલિકોપ્ટરનો વિશેષ ઉપયોગ કરે છે. અહિં કરોડપતિઓ વસવાટ કરતાં હોવાથી ‘હોકસી’ગામની રોનક દિવસેને દિવસે વધુ રોમાંચક જોવા મળે છે રાત્રીના આ ગામનો નઝારો સુંદર લાઇટીંગથી અનેરો જોવા મળે છે.