મોરબી એસઓજી ટીમે ગાંધીચોક નજીકથી એક ભરવાડ શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી. પોલીસ ઈન્સ. એસ.એન.સાટી તથા એસ.ઓ.જી.સ્ટાફને મોરબી જિલ્લામાં ગે.કા.હથિયારો રાખતા ઇસમો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન પો.હેડ.કોન્સ. કિશોરભાઇ મકવાણા તથા પો.કોન્સ.ભરતસિંહ ડાભીને મળેલ હકિકત આધારે મોરબી ગાંઘી ચોકમાં મેલડી માં ના મંદિર સામેથી આરોપી જયેશ ઉર્ફે જયલો કુંવરજીભાઇ ખીટ, ઉ.૨૯ જાતે ભરવાડ, વીશીપરા મોરબી વાળો પોતાના કબજામાં ગે.કા.રીતે.પાસ પરમીટ કે લાયસન્સ વગર દેશી બનાવટની રિવોલ્વર નંગ ૧ કી.૧૦ ૦૦૦ તથા કાર્ટીસ નંગ. ૪ કી.૪૦૦ તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કી.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨૦૪૦૦ ના મુદામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.
આ કામગીરી એસ.ઓ.જી.પો.ઇન્સ. એસ.એન.સાટી તથા એસઓજી સ્ટાફના એએસઆઇ. અનિલભાઇ ભટ્ટ તથા પો.હેડ.કોન્સ.શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, ફારૂકભાઇ પટેલ, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, પો.કો. નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયાએ કરેલ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com