સતત ત્રણ દિવસ સુધી ભાજપના આગેવાનો અલગ અલગ વિધાનસભામાં ફર્યા: લોકોને મળ્યા, પ્રશ્નો સાંભળ્યા, કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ અંગે આવી માહિતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે માત્ર પાંચ મહિનાનો સમય ગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ સઁપૂર્ણ પણે ચૂ:ટણી મોડમાં આવી ગયું છે. સતત ત્રણ દિવસ સુધી રાજય સરકારના મંત્રીઓ, પ્રદેશ ભાજપના હોદેદારો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને સ્થાનીક સ્વરાજયની સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રાજયની વિધાનસભાની 182 બેઠકોમાં અલગ અલગ વિસ્તારોમાં જઇ રૂબરૂ સમીક્ષા ગઇકાલે પૂર્ણ થયા બાદ આજે 182 આગેવાનો દ્વારા ભાજપ હાઇકમાન્ડ સમક્ષ રિપોર્ટ રજુ કરવામાં આવશે. ભાજપ દ્વારા વિધાનસભાની ચુંટણીની જોશ-શોરથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
ગત 3 થી 5 જુન સુધી ભાજપના 182 આગેવાનો દ્વારા વિધાનસભાની તમામ બેઠકો પર સતત ત્રણ દિવસ સુધી સમીક્ષા કરવામાં આવી હતી. આગેવાનો લોકોને મળ્યા હતા. લોકોને સાંભળ્યા હતા. કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની માહીતી લોકો સુધી પહોચાડી હતી. પેજ સમિતિના કાર્યકર્તાઓ અને મતદારોને મળ્યા હતા. અને તમામ પાસેથી આડકતરી રીતે ચૂંટણીનો સર્વ કરી લીધો હતો. ભાજપ વિધાનસભાની આગામી ચુંટણીમાં 1પ0 થી વધુ બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરવાનું છે ત્યારે આ લક્ષ્યાંકને સિઘ્ધ કરવા જડબેસલાક તૈયારીઓ ચાલી રહી છે.