પૂ. નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે ‘સેવ લાઇફ સેવા સેલ્ફ વિષયે’ અનોખો કાર્યક્રમ યોજાયો: ભાવિકોને કોરોનાથી બચવા, જીવહિંસાથી બચવાનો અનુરોધ કરાયો
સમગ્ર વિશ્ર્વમાં ભયાનકતા પ્રસરાવી રહેલી કોરોના મહામારીના આ સમયમાં દરેક જીવ જયારે અશાતા અને અશાંીતનો અનુભવ કરી રહ્યાં છે ત્યારે હજારો ભાવિકોને અનુકંપાવાન બનીને સક્ષ્મ જીવોની રક્ષા દ્વારા અશાતાથી મુકત શાતાથી યુકત અને સમાધિવાન બનવાની પ્રેરણા આપતો અનોખો કાર્યક્રમ સેવ લાઇફ સેલ્ફ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના સાંનિધ્ય આયોજીત કરવામાં આવ્યો હતો.
અમેરિકા, લન્ડન, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપોર, દુબાઇ, સુદાન, અબુધાબી, આદિ અનેક અનેક ક્ષેત્રો ઉપરાંત સમગ્ર ભારતના જોડાએલાં હજારો ભાવિકો અનેક અલૌકિક દિવ્યતાની અનુભૂતિમાં સરી પડ્યા હતાં જયારે રાષ્ટ્રસ:ત પરમ ગુરુદેવના બ્રહ્મનાદે વિશિષ્ટ મુદ્રા સાથે નમસ્કાર મહામંત્ર, લોગસ્સ સૂત્ર તેમજ મહાપ્રભાવક ઉવસગ્ગહર સ્તોત્રની જપ સાધના કરવવામાં આવી હતી. કોરોના મહામારી સામે ઝઝુમી રહેલા વિશ્ર્વના અનેક ભાવિકો જયારે ધર્મ અને પરમાત્માનું આલંબન પામવાં ઝૂકી રહ્યાં છે ત્યારે પરમ ગુરુદેવ મંત્ર સાધના દ્વારા પરમાત્માની સ્તુતિ ભક્તિ કરતાં આત્મ શુધ્ધિ કરવાની પ્રેરણા આપી હતી. મંત્રને અનેક ઉર્જા શકિત સ્વરૂપે ઓળખાવીને પરમ ગુરુદેવે માત્ર કંઠથી નહીં પરંતુ સમગ્ર અસ્તિત્વને જોડીને મંત્ર તરંગોને પ્રસરાવતાં પ્રસરાવતાં સમાધિ પ્રાપ્ત કરવાનો આપ્યો હતો.
આ અવસરે જાગૃતતા અને જતનનો બેજોડ મંત્ર આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે અન્ય જીવોની રક્ષા દ્વારા સ્વયંની રક્ષા કરવાની સમજ આપતા કહ્યું હતું કે, આપણે જેવું કરીએ છીએ, તેવું જ પામીએ છીએ. અન્યને દુ:ખ આપ્યાં વિના આપણને કદી દુ:ખ મળતું નથી. આપણાં સમાજમાં દયા અને અનુકંપાના સંસ્કારોના કારણે કદાચ આપણે મોટા જીવોની હિંસાથી તો બચી શકયા છીએ પરંતુ આપણી અજ્ઞાનતા અને અણસમજ કારણે આપણે મોટા જીવોની હિંસાથી તો બચી શકયા છીએ પરંતુ પરમાત્મા કહે છે. કોઇની ખુશીને છીનવી લઇશ તો તારી ખુશી પણ છીનવાઇ જશે, કોઇને મારીશ તો તારે પણ મરવું જ પડશે! માટે જ જીવનમાં પળે પળે જીવોની જતના રાખીએ, જાગૃત રહીએ! કેમકે જે બીજાને બચાવે છે તે જ બચી શકે છે. આજના આ કાળમાં જન્મ લેનારા જીઓએ ભૂતકાળમાં અવશ્ય કોઇને આશાત આપી હશે જેના કારણે આજે કોરોના મહામારીથી ડરીને સહુને જીવવું પડે છે આપણે જેવું કરીએ છીએ એવું જ રિવર્સ મળતું હોય છે. આપણે સૂક્ષ્મ જીવોને અશાતા અને વંદના આપી શહે માટે જ, આપણું જીવન કોઇના મૃત્યુનું કારણ ન બને આપણો શું કોઇના દુ:ખનું કારણ ન બને, એવી જાગૃતતા રાખીએ. સુક્ષ્મની સુક્ષ્મ જીવોને પણ રક્ષા કરીએ નાના જીવો કે મોટા જીવોની પણ રક્ષા કરીએ. નાના જીવ કે મોટા જીવની સાથે સુક્ષ્મ જીવો પ્રત્યે પણ રક્ષાનો અંતરની અનુકંપાનો ભાવ તે કોરોના સામે લડવા માટેનું અમોધ શસ્ત્ર છે. જે બીજાની રક્ષા કરે છે તે જ સુરક્ષિત રહી શકે છે. કેમકે અન્યની રક્ષા કરવામાં જ સ્વયંની રક્ષા કરવાની વાસ્તવિકતા સમાએલી છે.
પૂજય પરમ ઋષિતાજી મહાસતીજીએ ફરમાવ્યું કે, ભીનાશ રહેવાના કારણે અનેકોના ઘરના પાર્કિગ એરીઆમાં લીલકૂગ અર્થાત શેવાળ થતી હોય છે. તે શેવાળમાં અનંત જીવો હોય છે. તે અનંત જીવોની હિંસાથી બચવા તે એરિયામાં સફેદ રંગ કરી શકાય છે અને લાકડાના ફર્નિચરને વાર્નિશ કરવાથી તેમા લીલફૂગ ઉત્પન્ન થતી નથી. ચોકલેટ અને આઇસક-ક્રીમ વાપરીને તેના રેપરને જયા ત્યાં ફેકવાથી તેના પર કીડીઓ આવી જાય છે અને આપણે તે કીડીઓના હિંસાનું કારણ પણ બની શકીએ છેે. તેથી તેના વિવેક રાખવો જોઇએ. આવા પ્રકારનો બોધ પૂજય પરમ અનુભૂતિજી મહાસતીજીએ સર્વ ભાવિકોમાં જાતનાના ભાવોને વધાર્યો હતા.
અંતરની આંખ ઉધાડીને સહુ જીવો પ્રત્યે કરુણાભાવ જાગૃત કરી દેનારા બોધ વચનાો, પ્રેરણાત્મક વિડિયોઝ તેમજ રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવની ભાવવાહી શૈલીમાં કરવામાં આવેલી પ્રાર્થનીય ભાવો સાથેની પાપોની આલોચના અનેક અનેક આત્માઓને અહિંસક બનવા માટે સંકલ્પબધ્ધ કરાવી ગઇ હતી.